________________
: ૧૪૪ :
નિત્વવાદ : વસ્તુ પણ જુદી માનવી જોઈએ, ને તે પ્રમાણે માનતાં ત્રણ રાશિ સિદ્ધ ન થતાં ચાર રાશિ સિદ્ધ થશે. બીજું એક નયને જે અભીષ્ટ હોય તે કંઈ સર્વનયસમ્મત ન થઈ શકે. અને
જ્યાં સુધી બીજા નયનો વિરોધ હોય ત્યાં સુધી તે વિચાર સિદ્ધાન્ત તરીકે સ્વીકારી શકાય નહિં, માટે જ હજુ સૂત્રને માન્ય સર્વથા ક્ષણિકત્વ અન્ય નયે નથી સ્વીકારતા એટલે અપસિદ્ધાન્ત છે-મિથ્યાત્વ છે. એ જ પ્રમાણે “જીવ’ ભલે સમભિરૂઢ નય સ્વીકારે તો પણ અન્ય નાનો વિરોધ હોવાથી સિદ્ધાન્ત માની શકાય નહિં. સિદ્ધાન્ત તો અન્ય નાના અવિરોધ જ મનાય; માટે જીવ અને અજીવ એમ બે જ રાશિ છે પણ ત્રણ રાશિ નથી.
અનુગદ્વાર સૂત્રમાં પણ સમભિરૂઢ નયને અનુલક્ષીને કહેલ છે. “ જીવ ને જુદી રાશિ માનવાનું ત્યાં કથન નથી માટે તેનો પણ વિરોધ સંભવતો નથી. ઉત્તરપક્ષ સંપૂર્ણ
( ૧૦ ) મંત્રીજી ! આ બન્ને મુનિમહારાજાઓ મહિનાઓ થયા વાદ-શાસ્ત્રાર્થ કરે છે, પણ હજુ સુધી કંઈ નિર્ણય ઉપર આવતા નથી તો હવે આપણે પૂછવું જોઈએ કે આપને આ શાસ્ત્રાર્થ કેટલા દિવસ ચાલશે ?”
“જી, આપનું કહેવું સત્ય છે. પ્રજામાં પણ હવે ચર્ચા ચાલે છે કે રાજા સાહેબ છ છ મહિનાઓ થયા પ્રજાની કંઈ પણ ફરિયાદ સાંભળતા નથી અને બે મહારાજના વાદમાં સમય વીતાવી દે છે, માટે કાં તો પ્રજાના ન્યાયને માટે જુદી વ્યવસ્થા કરવી જોઈએ, નહિં તે મહારાજાઓને આ વાદને જલદી નિકાલ લાવવા સૂચવવું જોઈએ.”
“સારું, હું આચાર્ય મહારાજશ્રીને સૂચવીશ. આવા મહાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org