________________
: ૧૪૨ :
નિહ્નવવાદ:
નિરાધ્યયનસૂત્રના જે કદ અધ્યયને પ્રકાશ્યો તેમાં પણ * ૧ અને અજી એ લેક જાણ" એ પ્રમાણે ફરમાવ્યું છે માટે આગમસિદ્ધ રાશિ તો બે જ છે, ત્રીજી કઈ રાશિ નથી.” એ પ્રમાણે ઉત્તરપક્ષ થ.
“ જો આપ બે જ રાશિ છે એમ મનાવવા આગ્રહ રાખતા ડે ના ધર્માસ્તિકાય વગેરેના જે ૧૪ ભેદે પ્રરૂપ્યા છે તેનું શું થશે ? માટે જે પ્રમાણે એ ભેટ મનાય છે તે પ્રમાણે
જીવ માનવામાં શુ બાધા છે ? ” પુનઃ પૂર્વ પક્ષવાદીએ પ્રશ્ન કર્યો.
• ધમસ્તિકાય વગેરેના જે ભેદો દર્શાવ્યા છે, તે તે તે તે દ્રોનું સ્વરૂપ સ્પષ્ટ સમજાય માટે બતાવ્યા છે. જેમ ઘટાકાશ, પરાકાશ, મહાકાશ, વગેરે પ્રગો આકાશના ભેદો સમજાવવા માટે બનાવાય છે, પણ તેથી કંઈ આકાશથી ઘટાકાશ વગેરે જુદા-વતત્ર પદાર્થ તરીકે માની શકાતા નથી. એ જ રીતે ધર્માસ્તિકાયના સ્કઘ, દેશ, પ્રદેશ ભેદે વિવા માત્રથી સમજવાના છે; પણ સ્વતંત્ર પદાર્થ તરીકે માનવા નથી. એ પ્રમાણે વિવલા માત્રથી માનેલા પદાર્થને સ્વતંત્ર-જુદે પદાર્થ માનવામાં આવે તો અનન્ત રાશિઓ માનવી પડે, ત્રણ રાશિ માનવાથી તેનો નિતાર ન થઈ શકે; માટે આગમથી અવિસદ્ધ બે જ રાશિ માનવી તે આગમપ્રમાણ સમ્પત છે. ” એ પ્રમાણે ઉત્તરપક્ષવાદીનો ઉત્તર થયે. ષષ્ઠ દિવસ
“ સમભિરૂઢ નયથી “ જીવ ની સિદ્ધિ થાય છે. સમ
૧ નીવા જેવી સગવાય, ઉર ત્રણ વિવાદ (અથ૦ ૨૬, T૦ ૨, પૂર્વા.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org