________________
૧)
નિહનવ તરીકે આજે કોઈ આપણું કાંડું પકડીને બહાર કાઢી શકે તેમ નથી. પણ એથી કરીને જેન ધર્મના બધા અનુયાયીઓ વીતરાગના પ્રરૂપેલા માર્ગે જ ચાલી રહ્યા છે એમ થોડું જ કહી શકાય? સમાજનો મોટો ભાગ મૂળ માર્ગ છાંડી જાય. પોતે જે માર્ગે જતો હોય તેની ઉપર "અસલનો ધોરી માર્ગ" એવું પાટિયું મારે તેથી કરીને ઉન્માર્ગ સન્માર્ગ ન બને. નિહનવો તો એક રીતે સુભાગી ગણાયઃ એમની ત્રુટીઓ બહાર આવી અને એ ત્રુટીઓ સુધારવાની તક સાંપડી. આજે આપણા સમાજમાં બાહ્ય વિધિ, આચાર કે પરંપરા તરફ જેટલું જોવાય છે તેટલું વિચારશેલી, દર્શનશુદ્ધિ કે આત્મહિત તરફ જોવામાં આવતું નથી. દિનરાત ધર્મ કે શાસનને નામે ગાંઠો તો વાળીએ છીએ, પણ અંદરનું કલ્યાણકારી સત્ય કયાં અને કેવી રીતે સરી જાય છે તે આપણને દેખાતું નથી. એટલે તો નિહનવોને છાજે એવા આપણા અભિનિવેશ અને અહંતા ઘણેખરે અંશે દબાએલા કે છુપા રહી જાય છે. નિહુનવો જ બારવટીયા ગણાય તો આ પ્રચ્છન નિહનવોને ચોર-લુંટારા કેમ ન કહેવાય ? નિહનવોના જીવનપ્રસંગો સાથે આપણા આચાર-વિચાર, શ્રદ્ધા તથા આરાધકવૃત્તિની સરખામણી કરીએ-મુકત મને અંતરનું સંશોધન કરવાની ભાવના સેવીએ તો આ નિહનવવાદની કથા સાર્થક થઈ ગણાશે. ત્રુટીઓ અને સ્કૂલનાઓનું સંશોધન કરવા સિવાય આવા ચરિત્રનો બીજો કયો આશય હોઈ શકે?
- સુશીલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org