________________
૧૧.
એક આદરણીય પ્રયાસ
આજ કાલ કરતાં જેને પચાસ વર્ષનાં વ્હાણાં વાઈ ગયાં,
સ્વ. પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજય ધર્મધુરન્ધરસૂરીશ્વરજી મહારાજશ્રીએ પોતાના મુનિ જીવનમાં “જૈન સત્ય પ્રકાશ' નામના માસિકમાં સતત પાંચ વર્ષ સુધી આલેખેલ લેખમાળા વિ.સં. ૨૦૦૩ની સાલમાં “નિહનવવાદ' નામે પુસ્તકરૂપે પ્રગટ કરવામાં આવેલ, ઘણા ઉમળકાથી સૌએ એને વધાવ્યું. વર્ષોથી અપ્રાપ્ય એ પુસ્તક સૌના સભાગ્યે આજે વાચકોના કરકમલમાં આવી રહ્યું છે.
એમાં દિવ્ય આશીર્વાદ છે પૂજ્યપાદ શાસન સમ્રાટ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મ.શ્રીના પટ્ટધર શાસ્ત્ર વિશારદ કવિરત્ન પૂજ્યપાદ સ્વ. આચાર્ય શ્રી વિજય અમૃતસૂરીશ્વરજી મહારાજ શ્રી તથા સમર્થ વિદ્વાન સમતાસાગર પૂજ્યપાદ સ્વ. આચાર્ય મ. શ્રી વિજય ધર્મધુરન્ધરસૂરીશ્વરજી મહારાજશ્રીના.
તથા શુભાશીર્વાદ સાંપડયા છે – સૌમ્યમૂર્તિ વાત્સલ્યવારિધિ પૂજ્યપાદ આચાર્ય મ. શ્રી વિજય દેવસૂરીશ્વરજી મહારાજશ્રીના.
વળી પાવન પ્રેરણા પ્રાપ્ત થઈ છે – વિદ્વાન પૂજ્ય આચાર્ય શ્રી વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજ તથા પ્રવચનકાર પૂજ્ય આચાર્ય શ્રી વિજયપ્રધુમ્નસૂરીશ્વરજી મહારાજની. અમે એને અમારું સદ્ભાગ્ય
સમજીએ છીએ કે- આવા ઉત્તમ ગ્રંથને વાચકોના કરકમલમાં મૂકવામાં Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org