________________
ગુરુએ એમની ભ્રાંતિનું નિરસન કરવા ઘણી ઘણી યુક્તિઓ આપી. પણ તિષ્યગુપ્ત પોતાના આગ્રહને વળગી રહ્યા. આખરે જ્યારે એક શ્રાવકે ખાદ્ય પદાર્થના થાળમાંથી માત્ર એક એક કણ વહોરાવ્યું-એ કણમાં જ સંપૂર્ણતા આવી જાય છે એમ કહ્યું ત્યારે તિષ્યગુપ્તની વિચાર ૌલીએ આંચકો અનુભવ્યો, પોતાની ભૂલનું પ્રાયશ્ચિત કરી સન્માર્ગમાં સ્થિર થયાં.
સાતે સાત કે આઠ નિહનવોની વિગતમાં ઉતરું તો પ્રસ્તુત પુસ્તકનાં પાનાંની જ મારે પુનરુક્તિ કરવી પડે. મુનિશ્રી ધુરંધરવિજયજીને આ પુસ્તક લખવા બદલ ધન્યવાદ આપવો એ તો એ ઔપચારિક પ્રથા જ ગણાય. નિહનવ એ જૈન સમાજમાં બહુમાન કે આદરને યોગ્ય નહિ, પણ ધૃણા અથવા તિરસ્કારને યોગ્ય મનાય છે. નિહનવનું ચિંતન કરતાં-નિનવની કથાનું પુનરાલેખન કે સંકલન કરતાં થોડે ઘણે અંશે પણ નિહનવ બનવું પડે. એ સિવાય નિહનાવો પ્રત્યે સહાનુભૂતિ કે સંવેદન શી રીતે સંભવે? મુનિશ્રીએ એક જમાનાના આ નિહનવોનું ફરી મૂલ્યાંકન કર્યું છે. શાસ્ત્રીચ ઉલ્લેખોને વફાદાર રહી, પૂરેપૂરી મધ્યસ્થતા સાથે એમણે આ ચરિત્રો આલેખ્યા છે. નિહનવો પણ એક દિવસે અનેકાંતના ધ્વજદારીઓ હતા. ચાર જેટલા તો પાછા મૂળ માર્ગ ઉપર આવીને સ્થિર થયા છે. આપણી પોતાની વિચારશ્રેણીનું પૃથક્રય કરીએ, આપણા આચારોમાં રહેલા દંભ કે આડંબર નીહાળીએ તો આપણી નિહનવતાનું આપણને પોતાને જ દર્શન થયા વિના રહે ખરું? “નિહનવ'ના નામ માત્રથી સૂગાયા વગર, મુનિશ્રી ધુરંધર વિજયજીએ એમને એમના યથાર્થ વરૂપમાં રજુ કર્યા છે. નિહનવો આજસુધી અપમાનિત ગણાયા છે એટલે મુનિશ્રીએ એમને અન્યાય ન થાય એટલા માટે પૂરી સાવચેતી રાખી છે. આ તો હજી આરંભ છે-મુનિશ્રીનો અભ્યાસ અને અધ્યવસાય જોતાં ગુજરાતી જૈન સાહિત્યમાં આવા બીજાં મૂલ્યવાન પુસ્તકો ઉમેરાય એવી આશા બંધાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org