________________
: ૧૨૦ :
નિહ્નવવાદ : ક્યાંથી આવ્યા છે! જુઓ આ નળીઆઓએ સર્પરાજોને લોહીલુહાણ કરી પાછા પાડ્યા. ઠીક થયું મહારાજ બચી ગયા. આશ્ચર્ય છે ! આ નિછિદ્ર રાજસભામાં નાગ-નોળી આ ક્યાંથી નીકળ્યાં ?”
એટલામાં તો તે બધા સભ્ય પાસે થઈને ચીંચી કરતું મેટા મેટા જંગલી ઉંદરોનું મહાસૈન્ય શ્રી રેહગુપ્ત તરફ ધસવા લાગ્યું. ત્યાં તો અધવચ્ચેથી જ એક પછી એક મોટા બિલાડાઓ મીયાંઉ-મીયાંઉ કરતાં ઉપરથી પડ્યા. પાંચ સાત ઉંદરોને ઝેરર કરી નાખ્યા એટલે બેઠેલા સભ્યો ઉપર કુદકા મારતા બીજા ઉંદરો નાસભાગ કરી ક્યાંઈ ચાલ્યા ગયા. સભ્ય ગભરાઈ ગયા. કેટલાએક ભીરુ સભ્યોએ સીધા ઘરને રસ્તો પકડ્યો. બિલાડાંઓ પણ અદશ્ય થઈ ગયાં.
આ કુદકા મારતું હરણીયું અહિં કયાંથી? સહજ અવાજ સાંભળે ત્યાં તો પવનવેગે નાસી જાય. આ શું ? આ તો મેટામેટા શીંગડાં ઊંચા કરી મહારાજને મારવા જાય છે. ચક્રમામાંથી પડી ગયું કે શું ? ચન્દ્રમાને તો કલંકી બનાવ્યું, ને વળી આ સભામાં આવી આ સભાને પણ કલંક લગાડવું છે ! છે શું ?” એક જણે બીજાને કહ્યું.
અરે ! જોજો. આ વાઘે તરાપ મારીને મરગલાને સ્વધામ પહોંચાડી દીધું. બિચારું ચન્દ્રકમાં પાછું પહોંચી ગયું.”
“એલા ! ભાગ, ભાગ, જે આ જમીન ફાટે છે. કયાંય ધરતીક૫ ન થાય !” એક જણ બે.
ના, ના, ધરતીકમ્પ શું થાય? આ તે ત્યાં ભૂંડ નીકળ્યું. બિચારાને પૃથ્વીને ભાર સહન નહિ થયે હોય એટલે આવ્યું લાગે છે. અરે ! એ તે વકરીને વિફરી ગયું છે. આ લાંબુ દંતૃશલ કાઢી મહારાજ તરફ ધસે છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org