________________
: ૧૧૮:
નિહ્નવવાદ : પુચ્છમાં “નજીવ” ની સ્થાપના કરી હતી તેનું ખંડન કરી બે રાશિની સિદ્ધિ કરી.
પરિવ્રાજકજી! ગિરેલીના ચેષ્ટાવાળા છેદાયેલા પુચ્છને જીવમાં ગણુ છે, ને ચેષ્ટા બંધ પડેથી અજીવમાં ગણાવે છે. ઠીક, જ્યારે તેનામાં ચેષ્ટા થાય છે ત્યારે તેનો ક્યા જીવમાં સમાવેશ થાય છે ? જે ગિરેલીનું તે પુચ્છ છે તે જીવમાં કે કોઈ જુદે જીવ તેમાં આવે છે ?” શ્રીરોહગુપ્ત પરિવ્રાજકને પ્રશ્ન કર્યો.
મુનિજી! જે ગિરોલીનું તે પુચ્છ છે તેનો જ તેમાં જીવ છે.” પરિવ્રાજકે કહ્યું.
એ ન ઘટી શકે, કારણ કે જે તેનો જ જીવ હોય તો ગિરોલી જેમ ઠપઠપ કરવાથી નાસી જાય છે, સુખ દુઃખના અનુભવથી આનન્દિત અને શેકગ્રસ્ત બની જાય છે, અવાજ કરે છે, તેમ પુછમાં પણ થવું જોઈએ. તે કંઈ પણ પુચ્છમાં થતું નથી, માટે ગિરોલીનો જીવ તેમાં સંભવે નહિં.' શ્રી રેહગુપ્ત ખંડન કર્યું.
“ ત્યારે ગિરિલી સિવાય બીજો કોઈ જીવ તેમાં તુરત આવે છે, એમ માને.” પરિવ્રાજકે ફેરવ્યું.
પરિવ્રાજકજી! ઘડીકમાં આમ ને ઘડીકમાં તેમ એમ કરો તે ઠીક નહિં. તેમાં બીજે જીવ આવે છે એમ કહે છે તે પણ મિથ્યા છે. જે બીજે જીવ આવે છે, તે ત્રસ-એટલે હલનચલન કરવાની શક્તિવાળ આવે છે, કે સ્થાવર-એટલે મરજી મુજબ ગતિ ન કરી શકે અને સ્થિર પડી રહે તેવો આવે છે? જે ત્રસ આવે છે તે દ્વિ-ઈન્દ્રિય, ત્રિઈન્દ્રિય, ચતુરિન્દ્રિય કે પંચેન્દ્રિય એમ ચારમાંથી કેણ આવે છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org