________________
પષ્ટ નિહ્નવ શ્રી રોહગતઃ
: ૧૧૫ :
જગતની કોઈપણ વસ્તુ લે તે તેના ત્રણ પ્રકાર જ થાય છે. માટે જીવ, અજીજ અને જીવ એ પણ ત્રણ રાશિ છે, પણ બે રાશિ નથી.” એ પ્રમાણે શ્રી રોહગુપ્ત ત્રણ ત્રણ રાશિવાળા પદાર્થોની ગણત્રી કરાવી જીવ વગેરે ત્રણ રાશિ છે એમ સ્થાપન કર્યું.
મુનિજી! તમે આમ લાંબું વિવેચન કરી ત્રણ ત્રણ રાશિની ગણત્રી કરાવી જીવ વગેરે. ત્રણ રાશિ સાબિત કરે છે; પણ તે બરાબર નથી. જીવ વગેરે ત્રણ રાશિમાં કોઈ પ્રમાણ હોય તો તે દર્શાવે.” પરિવ્રાજકે પ્રમાણની આવશ્યકતા બતાવી.
“જીવ, અજીવ અને નજીવ, એમ ત્રણ રાશિ છે. જગતૂમાં ત્રણ રાશિ સિવાય બીજી કોઈ રાશિ ન હોવાથી આદિ, મધ્ય અને અન્તની જેમ અથવા નર, નારી ને નપુંસકની માફક. એ પ્રમાણે અનુમાન પ્રમાણથી ત્રણ રાશિની સિદ્ધિ થાય છે.” શ્રી રોહિગુપ્ત પ્રમાણે બતાવ્યું.
“મુનિજી! તમે ત્રણ રાશિને સ્થિર કરતું અનુમાન કરે છે ને હું દ્વિરાશિને સ્થાપન કરવું અનુમાન કરું છું. એટલે તે બને અનુમાનો પરસ્પર અથડાઈને બળ વગરને બની
સુદેપસુન્દ ન્યાયથી નાશ પામશે. એથી એકે પણ રાશિ સિદ્ધ થશે નહિ; માટે અનુમાનને છોડી હું કહું છું કે જીવ અને અજીવ બે જ રાશિ છે. પ્રત્યક્ષ બે જ રાશિ દેખાય છે માટે અર્થાત્
જ સુન્દ અને ઉપસુન્દ નામના બે બધુઓ હતા. તેમને એવું વરદાન હતું કે પિતા સિવાય બીજો કોઈ તેમને મારી શકે નહિં. એક વખત એક સ્ત્રીના પ્રેમમાં ફસાઈને પરસ્પર બન્ને લડી મર્યા. જે પ્રમાણે સુન્દ ને ઉપસુન્દ પરસ્પર મરાયા તે પ્રમાણે આપણું અનુમાને પણ પરસ્પર લડી વ્યર્થ જશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org