________________
૪ ૧૧૪ :
નિવવાદ : અનતરાર્થક અને પ્રશ્નાર્થક એમ ત્રણ અથે છે. પ્રાતઃસયા, મધ્યાફસંધ્યા અને સાયંસંધ્યા એમ ત્રણ સયાકાળ છે. અથવા ભૂત, ભવિષ્ય અને વર્તમાન એમ ત્રણ કાળ છે. . સવાર, બપોર ને સાંજ એમ ત્રણ વખત કરવામાં આવતી સયાવન્દનક્રિયારૂપ સધ્યા ત્રણ છે. એકવચન, દ્વિવચન અને બહુવચન એમ ત્રણ વચન છે. ધર્મ, અર્થ અને કામ અથવા શબ્દાર્થ, વાક્યર્થ અને તાત્પર્યાર્થ એમ ત્રણ અર્થ છે. એ સિવાયના પણ વિશ્વ, તેજસ અને પ્રાણ એમ ત્રણ આતમા છે. પ્રાતિમાસિક, સ્વામિક અને કલ્પિત એમ ત્રણ તૈજસ આત્મા છે, જહલક્ષણ, અજહલ્લક્ષણ અને જહદજહન્નક્ષણ એમ ત્રણ લક્ષણ છે. શક્તિ, લક્ષણ અને વ્યંજના એમ ત્રણ વૃત્તિ છે. વ્યાવહારિક, પ્રતિભાસિક અને પારમાર્થિક એમ ત્રણ સત્ છે. આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક એમ ત્રણ દુઃખ છે. આરંભવાદ, પરિણામવાદ અને વિવર્તવાદ એમ ત્રણ વાદ છે. જ્ઞાતા, ય ને જ્ઞાન, ધ્યાતા, ધ્યેય ને ધ્યાન; સ્વામી, સેવક ને સેવા એ સર્વ ત્રિપુટીએ છે. શ્રવણ, મનન અને નિદિધ્યાસન એમ ત્રણ આત્મજ્ઞાનનાં કારણ છે. જ્ઞાન, ઉપરતિ અને વૈરાગ્ય એ ત્રણ મુક્તિના હેતુ છે. રેચક, કુંભક અને પૂરક એમ ત્રણ પ્રાણાયમ છે. સહજ, કર્મજ અને બ્રાતિજ એમ ત્રણ એકતા છે. પુરૈષણ, વિતૈષણ અને લેકૅષણ એમ ત્રણ એષણા છે. લોકિક, કાર્મિક અને ધાર્મિક એમ ત્રણ વ્યવહાર છે. વાસના, વિષય અને બ્રહા એમ ત્રણ આનન્દ છે. દર્શન, જ્ઞાન અને ચારિત્ર એમ આત્માના અદ્વિતીય રત્ન સમાન પ્રધાન ગણે છે. એ પ્રમાણે
* આ ગણાવેલ ત્રણ ત્રણ પ્રકારમાં ઘણાખરા વેદાન્ત વગેરે અન્ય દર્શનને અભિમત છે. જેના દર્શનની તે સર્વમાં સમ્મતિ છે, એમ ન સમજવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org