________________
નિવવાદ :
: ૧૦૪ :
ચાય પેાતાના મતના પ્રચાર કરવા કટિબદ્ધ થયા. ચાતુર્માસ પૂર્ણ થયે જુદાં જુદાં ગામેામાં વિચરી પેાતાની વિચારણા ફેલાવવા લાગ્યા. છેવટ વિશાળ વસ્તીવાળા રાજગૃહમાં જઈ તે સ્થળને પેાતાની માન્યતાનું મુખ્ય સ્થળ બનાવવાના વિચાર કર્યાં ને વિહાર કરી રાજગૃહમાં આવ્યા. રાજગૃહે ગંગાચાર્ય ને અપનાવ્યા નહિ, છતાં પેાતાના સામર્થ્યથી અમુક ગૃહસ્થાને પેાતાની છાયામાં લઇ અપ્રસિદ્ધ સ્થળે તેમણે વાસ કર્યાં. ક્રિનાનુદ્દિન વ્યાખ્યાનમાં વિનાદ ઉપજાવી જનતાને આકર્ષવા લાગ્યા. ધનિક ભક્તેા પાસે વિવિધ પ્રભાવનાદિથી લેાકેાને ખેચવા લાગ્યા. રાજગૃહમાં મણિનાગ નામના યક્ષનુ એક પ્રસિદ્ધ મન્દિર હતું, તે મન્દિર સામે વિશાળ મેદાન હતું. તે મેદાન મણિનાગ ચાક નામે વિખ્યાત હતું. સારા સારા વક્તાએ રાજગૃહમાં આવતા ને વિશાળ માનવસાગર તેમને સાંભળવા ઇચ્છતા ત્યારે આ મણિનાગ ચાકમાં જ તેમના વ્યાખ્યાનની વ્યવસ્થા થતી, એ ચાકમાં વ્યાખ્યાન આપવુ એ વક્તાની કીર્તિને વિષય ગણાતા.
એકદા ગ’ગાચાર્યને મતના ફેલાવા માટે મણિનાગ ચાકમાં વ્યાખ્યાન આપવાની અભિલાષા થઈ, શ્રીમન્ત શ્રાવકોની પાસે ત્યાં ગેાઠવણુ કરાવી. ઘણા લેાકેા એકઠા થાય તે માટે જાહેરાત પણ ખૂબ કરાવી. મુકરર કરેલ દિવસે ગગાચાર્યે તે ચાકમાં પ્રવચન આપવાને આરભ કર્યાં. તેમની વક્તા તરીકેની કીર્ત્તિ ઠીક ઠીક જામેલી એટલે શ્રવણ માટે લેાકે સારા પ્રમાણમાં એકઠા થયેલા. વ્યાખ્યાનમાં જુદા જુદા વિષયેા ચર્ચા ગંગાચાયે અનુક્રમે ‘ એક સમયે અનેક ઉપયોગ થઇ શકે ' એ પેાતાના સ્વતન્ત્ર મતનું સમર્થન કરવાના આરંભ કર્યાં. પણ એ વિષયના આરંભ થયા તેટલામાં તે ત્યાંનું વાતાવરણ એકદમ બદલાઇ ગયું. એકાએક અધકાર છવાઇ ગયા ને ધૂમાડાના
>
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org