________________
પંચમ નિહ્નવ આર્ય ગંગાચાર્ય:
: ૧૦૩: ઉપયોગ કરાવી શકતું નથી” એ પ્રરૂગ્યું છે. તેમાં શંકાને અવકાશ જ નથી; માટે હે ગંગ! આગ્રહને ત્યજી દઈ, આવી ઊંધી વિચારણુઓ છોડી જેટલું સમજાય તેટલું વિચારીને સમજ ને બીજું શ્રદ્ધાથી સ્વીકાર. મળેલા સત્ય માર્ગમાં શ્રદ્ધા રાખવી એ જ માનવ જન્મનું શ્રેષ્ઠ ફળ છે. ” ગુરુમહારાજે સમજણ આપી,
પૂજ્ય ગુરુશ્રીએ ગંગાચાર્યને ઘણી રીતે સમજાવ્યા, પણ આજે તેઓ સમજે એમ ન હતું. ફરી ફરી તેઓ કહેવા લાગ્યા-“ ગુરુજી ! આપ આવી તર્કવિહીન વિચારણામાં શ્રદ્ધા રાખવા આગ્રહ કરે છે તે તદ્દન અનુચિત છે. આજે નદી ઓળંગીને અહીં આવતા નદીમાં મને એક સાથે એક જ કાળે શીતષ્ણ બને સ્પર્શને અનુભવ–ઉપગ થયે; માટે એક કાળે બે ઉપગ ન હોઈ શકે એ હું કઈપણ પ્રકારે સ્વીકારી શકું તેમ નથી. અનુભવથી વિપરીત વિષયમાં શ્રદ્ધા ધરાવવામાં પણ મિથ્યાત્વને અંશ છે, એમ હું માનું છે; માટે આપને જે માનવું હોય તે માને પણ હું તે એક સમયે સામગ્રી હોય તો બે કે વધારે ઉપયોગ થવામાં કંઈ બાધા નથી એમ માનીશ.” - જ્યારે પૂજ્યશ્રી ધનગુપ્તસૂરિજી મહારાજે જાણ્યું કે આ કોઈપણ રીતે સમજે તેમ નથી, દુરાગ્રહમાં ફસાઈ પડેલ છે ત્યારે તેમણે વિચાર્યું કે આને સાથે રાખવામાં લાભ કરતાં વિશેષ ગેરલાભ છે. એટલે તેઓશ્રીએ શાસનહિતની દૃષ્ટિએ પિતાના પ્રીતિપાત્ર પ્રધાન શિષ્યને સમુદાય અને સંઘથી બહિષ્કૃત જાહેર કર્યા. રાજગૃહીમાં યક્ષપ્રભાવે ગંગાચાર્યનું વિચારપરિવર્તન–
સંઘ બહાર થયેલા-નિહર તરીકે પ્રસિદ્ધિ પામેલા ગંગા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org