________________
: ૧૦૨ :
નિહ્નવવાદ : ભવ છે. સર્વજ્ઞ ભગવંતે પિતાના જ્ઞાનથી અવલોકી તે પ્રમાણે જણાવ્યું છે, તે ભ્રમથી તમને કંઈક વિચિત્ર અનુભવ થયેલ હોય તે શા કામને ? છઘોના અનુભવે સર્વ સત્ય જ હોય એમ કેમ કહેવાય?” ગુરુમહારાજશ્રીએ સમજાવ્યું.
ગુરુજી! જ્ઞાનીઓનાં બીજા સર્વ અનુભવે અને વચને આપણું અનુભવ-તર્ક- યુક્તિ સાથે મળતાં આવે છે તો આ અનુભવ કેમ વિપરીત જાય ? માટે આ વચનમાં જ કંઈક બ્રમ થયે હોય એમ કેમ ન કહી શકાય?’ અસંતોષ વ્યક્ત કરતાં ગંગાચાર્યે ફરી દલીલ કરી.
સર્વજ્ઞના વચનમાં ભ્રમ! આ શું ? મન શું છે? કેવું છે? કેટલું છે ? એ સપૂણ જેવાની કે જાણવાની આપણામાં તાકાત નથી. સમય કેટલે સૂક્ષ્મ છે, એ જાણવું એ પણ છદ્મસ્થની શકિત બહાર છે, તે એક સમયે અનેક ઉપયોગ થઇ શકે એવી વિચારણા પણ કેટલી બેહદી છે ? સમયની સૂક્ષ્મતા, મનની શકિત વગેરે જ્ઞાની ભગવંતોએ જોયું છે ને અનુભવ્યું છે. તેઓ પૂજ્યશ્રીએ જ “મન એક સમયે એક સાથે બે
* આંખ મીંચીને ઉઘાડીએ તેટલામાં અસંખ્યાતા સમય થઈ જાય છે. નિમેષ માત્રમાં વિજળી રે માઈલ દૂર જાય છે. સ્થલ પુદગલની ગતિ હંમેશાં ક્રમસર થાય છે, એટલે મધ્યમાં જેટલા માઈલ થાય, તે માઈલના જેટલા ફલાંગ ધાય, ફર્ભાગના જેટલા ફીટ થાય, ફિટના જેટલા ઈચ થાય, તે ઈચના પણ જેટલા “દરા ' જેવા વિભાગો થાય તે સર્વને ક્રમસર ઉલ્લંઘી વિજળીની ગતિ થઇ છે; માટે નિર્મને જે સેકંડ જેટલે કાળ છે, તે કાળના–જેટલા માઈલ વિજળી પહોંચી છે તેટલા માલના દેરા દેરા સમાન જેટલા વિભાગો થાય તેટલા ભાગ પડી શકે તે બુદ્ધિગમ્ય છે. તો સમય તેથી પણ સૂક્ષ્મ હોય તેમાં શું આશ્ચર્ય ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org