________________
પંચમ નિદ્ભવ આય ગગાચાર્ય :
: ૧૦૧ : અનુભવ જ કહી બતાવે છે કે એક સમયે બે ઉપયોગ ન હોઈ શકે. એક ઇનિદ્રયદ્વારા અમુક એક વિષયને ગ્રહણ કરવામાં મન તલ્લીન હોય ત્યારે બીજી ઈન્દ્રિયોને ગમે તેટલા વિષયે મળે તે પણ તે ઈદ્રિારા મન સહજ પણ જ્ઞાન ઉત્પન્ન કરાવતું નથી. તે શાથી નથી કરાવતું તેમાં કંઈ પણ કારણ અવશ્ય હોવું જોઈએ. જ્ઞાન ઉત્પન્ન થવાની સર્વ સામગ્રી છતાં જ્ઞાન નથી થતું, માટે મનનો એવો સ્વભાવ છે કે તે એક સાથે જુદા જુદા બે જ્ઞાન ઉત્પન્ન કરાવી શકતું નથી.” શ્રી ધનગુપ્તસૂરિજી મહારાજે ખુલાસો કર્યો.
“ ગુરુજી ! અનુભવથી આ૫ મનને એ સ્વભાવ માનવા કહે છે, પણ એથી વિપરીત અનુભવ થતો હોય ત્યારે શું? વળી એક ઇન્દ્રિયથી જ્ઞાન થતું હોય છે ત્યારે બીજી ઇન્દ્રિયોને વિષયે મળે તો તેનો અનુભવ પ્રકટ કેમ નથી જણાતો? તેને ઉત્તર મેં આ પ્રમાણે વિચારેલ છે. દરેક વિષયેનું જ્ઞાન તે તે ઇનિદ્રા કરાવે જ છે પણ તેમાં જે ઇન્દ્રિય પ્રબળ હોય તેનું જ્ઞાન સ્પષ્ટ અને પ્રબળ થાય છે. જે જ્ઞાન સબળ હોય છે તેમાં બીજા નિર્બળ જ્ઞાનો દબાઈ જાય છે એટલે અનુભવમાં આવતા નથી. સૂર્યનો ઉદય હોય ત્યારે તારાઓ નથી હોતા એમ નહિં, પણ સૂર્યની પ્રભામાં તે અંજાઈ ગયા હોવાથી દેખી શકાતા નથી, તે પ્રમાણે કઈ એક જ્ઞાનમાં ઢંકાઈ ગયેલ બીજા જ્ઞાન વ્યક્તપણે અનુભવી શકાતા ન હોય તેથી તેનું અસ્તિત્વ જ નથી એમ કેમ મનાય ? જે એક સાથે બધી ઈન્દ્રિય જાગૃત હોય તો તે સર્વથી થતાં જ્ઞાનો સમબળ હોવાથી સર્વને અનુભવ થઈ શકે ને એ પ્રમાણે તે એક સમયે બે ઉપયોગ કે તેથી વધારે પણ ઉપગે માનવા યુક્ત છે. ” ગંગાચાર્યે દલીલ કરી.
એક સમયે બે ઉપગ થતા જ નથી એ સર્વનો અનુ
Jain Education International
For Private & Personal Use Only For Private a
www.jainelibrary.org