________________
: ૧૦૦ :
નિહ્નવવાદ : જેમ અતિશય વરના ઉપતાપથી, તૃષાથી, દુઃખથી, અપમા નથી. અતિશય પોગલિક સુખાનુભવથી, કે તેવા કેઈપણ પ્રસંગથી આકુલ થયેલ માનવ પેતાની ચાલુ પ્રકૃતિ સમતાસમજ ગુમાવી બેસે છે અને અર્થનો અનર્થ કરે છે, તેમ ગંગાચાર્ય પણ તાપની આકુળતાથી એક વિપરીત વિચારણામાં ફસાઈ પડ્યા. તેમને તર્ક આવ્યું કે પ્રત્યક્ષ પ્રમાણથી બલવસ્તરે પ્રમાણ અન્ય કોઈ નથી. શાસ્ત્રનું કઈ પણ વિધાન પ્રત્યક્ષ વિરુદ્ધ ન હોવું જોઈએ. એક સમયે બે ઉપગ ન થઈ શકે' એ શાસ્ત્રનું કથન ભૂલભરેલ લાગે છે. શીતતા અને ઉષ્ણતા (કડી ને ગરમી ) એ બન્નેને અનુભવ મને અત્યારે એક સાથે જ થાય છે. શાસ્ત્રવચન આ પ્રત્યક્ષ અનુભવથી વિરુદ્ધ જાય છે. તે વચન ફેરફાર માંગે છે. નક્કી તે વિચારણીય છે. ઠીક ! અત્યારે શું? હું ગુરુમહારાજશ્રી પાસે જઉં છું. ત્યાં પૂછીને ખુલાસો કરીશ.
એ પ્રમાણે વિચારી ધીરે ધીરે નદી પાર પહોંચ્યા. ઇર્યાપથિક કરી. નદી ઉતરવાના પાપથી પ્રતિકમી આગળ ચાલ્યા ને અનુક્રમે ઉપાશ્રયે પહોંચ્યા.
ગુરુમહારાજ સાથે બે ઉપગ વિષે ચર્ચા–
આર્ય ધનગુપ્તસૂરિજી મહારાજ ઉપાશ્રયના વિશાળ ઓરડાની મધ્યમાં પાટ ઉપર વિરાજ્યા હતા. ગંગાચાર્યે તેઓશ્રીને દ્વાદશાવર્ત વન્દન વિધિપૂર્વક કર્યું, સુખશાતા પૂછી. સવારથી ઘોળાયા કરતા મનના વિચારોને ખુલાસે કરવા ગુરુમહારાજશ્રીને પૂછયું.
ગુરુજી ! એક સમયે બે ઉપગ ન હોય તેમાં શું હેતુ છે?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org