________________
પંચમ નિદ્ભવ આ ગંગાચાય :
: ૯ :
ગ`ગાચાર્યની પુખ્ત ઉંમર હતી. શરીર ઉપર વૃદ્ધાવસ્થાના આછાં આછાં ચિહ્નો જણાતા હતા. માથે ટાલ પડી ગઈ હતી. નીચી નજરે-દૃષ્ટિથી પથપ્રમાર્જન કરતા કરતા અનુક્રમે તેઓ ઉલ્લુકા નદીને તીરે આવી પહેાંચ્યા. નદીમાં અપ્લાયના જીવા સ્વચ્છન્દપણે કૂદી-રમી રહ્યા હતા. નાના મોટા મત્સ્ય-કચ્છપ વગેરે વિનાદ કરતા હતા. મન્દ મન્દ પવનની લહેરથી ઉર્દૂભવતાં નાના નાના તરગા ઊછળી રહ્યા હતા. આ સર્વ જોઈ ગ`ગાચાર્યનું હૃદય અનુક...પાથી આ થઇ ગયુ. તેમને લાગ્યું કે-એક પગ મૂકતાંની સાથે આ સર્વ અસ્તવ્યસ્ત થઈ જશે. અરે ! અસ`ખ્ય જીવેા ત્રસ્તાસ્ત બની જશે. છતાં અન્ય ઉપાય ન હતા એટલે આસ્તેથી-યતનાપૂર્વક એક પગ પાણીમાં સ્થાપન કર્યાં, ને પછી બીજો પગ મૂકયા. પછી પ્રથમ પગ ધીરેથી ઉપાડી અદ્ધર રાખી સર્વે જલ નીતરી જવા દીધું ને પછી તે પગ પાણીમાં આગળ સ્થાપન કર્યાં, ને બીજો પગ ઉપાડી પૂર્વવત્ સર્વ જળ નીતારી આગળ સ્થાપન કર્યાં. એ પ્રમાણે હળવે હળવે ક્રમપૂર્વક પન્યાસ કરતાં કરતાં તેએ મધ્ય નદીમાં પહોંચ્યાં. નદીનેા મધ્ય ભાગ ઊંડા હતા એટલે પગ પણ વધારે સમય ઊંચે રાખી પાણી નીતારવુ. પરંતુ, અધું પાણી નીતરવા માટે ગંગાચાર્ય ને પગ વિશેષ કાળ સુધી ઊંચે રાખવા પડતા. માથે સૂર્ય ક્ષણે ક્ષણે વિશેષ પ્રચ’ડ થતા જતેા ને આમ એક પગે તપશ્ચર્યાં કરતાં ગંગાચાર્ય પણ ક્ષણુભર આકુલ બની જતાં. એક ક્ષણે એ ઉપયાગ કેમ ન થાય એ વિચારણા ચિત્તમાંથી ખસતી જ ન હતી. નદીના મધ્ય ભાગની શીતલતા તેમના કમળ-સુકેામલ પાદતલને અનુકૂલ શીતપના અનુભવ કરાવતી હતી, અને સૂર્યની પ્રચંડતા પ્રતિકૂળ ઉષ્ણુ સ્પર્શનેા અનુભવ કરાવી મસ્તકના મધ્ય ભાગને અતિતમ કરતી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org