________________
નિવવાદ :
: ૯૮ :
એક જ ઉપયાગ કરાવી શકે છે. ‘સ્વમાનો પુત્તમઃ' અગ્નિ ઉષ્ણુ કેમ છે? શીતલ શા માટે નથી? ત્યાં કહેવું પડે છે કે તે તેના સ્વભાવ છે. સ્વભાવ સામે ખીનું કાંઇ કહી શકાય નહિં. મનના આવા સ્વભાવને મળતુ ઉદાહરણ શરીરમાં પણ મળી શકે છે. શરીરમાં બળ-શક્તિ સર્વત્ર છે, છતાં એક વખતે એક અવયવમાં મળને ઉપયોગ થતા હાય છે ત્યારે બીજા અવયવ બળહીન જેવા ગણાય છે-કામ આપતા નથી. તેથી જ એકી સાથે-એકી વખતે કાગળના ત્રણ ટુકડા થઈ શકતા નથી. જે પ્રમાણે શરીરમાં શક્તિ સર્વત્ર હાવા છતાં બળા સ’ચાર-ઉપયાગ એક સમયે એક સ્થળે થાય છે તે પ્રમાણે શરીરમાં મન સર્વત્ર છે છતાં એક સમયે એક જ જ્ઞાન કરાવી શકે છે.
આય ગંગાચાર્યે એ રીતે સમાધાન વિચાર્યું, પણ તેમનું હૃદય તે સમાધાન સારી રીતે ગ્રહણ કરી શક્યું નહિં. તેમને તર્ક થયા જ કરતા કે સાધન મળે તે એક સાથે અનેક જ્ઞાન કેમ ન થાય?
( ૩ ) ઉલ્લુકા નદીના પ્રવાહમાં મનેાવિજ્ઞાન
પ્રાતઃકાળથી શરુ કરેલ મનેાવિચારણા લગભગ મધ્યાહ્ન થવા આવ્યું છતાં પૂરી ન થઇ. સૂર્ય આકાશના મધ્ય ભાગમાં પહેાંચવાની તૈયારીમાં હતા તે સમયે આ ગંગાચાર્ય ગુરુમહારાજશ્રીને વન્દન કરવા ચાલ્યા. મન્દ મન્ત્ર ગતિથી તેઓ ચાલ્યા જતા હતા, પણ માનસિક વિચારણા તે એકદમ ત્વરિત ગતિથી ગતિ કરતી હતી. વિચારપ્રવાહ જ એવે છે કે વહેત થયા બાદ રાકવા અશક્યપ્રાયઃ અને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org