________________
: ૯૨ :
નિહ્નવવાદ: ખુશીથી પધારો. અહીં નજીકમાં જ ઉતરવાની સર્વ વ્યવસ્થા કરેલ છે. પધારો. હું પણ સાથે આવું છું. ” અધિકારીએ પિતાની ફરજ સફળ થયાને સંતોષ વ્યક્ત કરતાં કહ્યું. અશ્વમિત્ર વગેરે ઉતરવાને સ્થાનકે પધાર્યા.
( ૧૧ ) આર્યમહાગિરિજી મહારાજને મળેલા સમાચાર અને એકતાનો આનંદ
રાજગૃહીના નગરશેઠ મિથિલા નગરીએ ગયા ને પૂ. આચાર્ય મહારાજને સમાચાર પહોંચાડ્યા. આવશ્યક વગેરે કરીને ત્યાંના નગરશેઠની સાથે રાત્રિના સમયે નીરાંત પૂ. આચાર્ય મહારાજશ્રી પાસે ગયા. વન્દના, સુખશાતા વગેરે પૂછી કરી રાજગૃહીમાં બનેલ સર્વ હકીકત જણાવીને કહ્યું કે “ સાહેબ ! બહુ સમય થયા એ તરફ ક્ષેત્રસ્પર્શના નથી કરી. આપશ્રીના વાવેલ બીજકને અવારનવાર સિંચન કરવાની જરૂર છે, તો તે તરફ પધારે.”
આ ચાતુર્માસ તે અહિ છે. ચાતુર્માસ બાદ ક્ષેત્રસ્પર્શના હશે, તે તે તરફ વિહરવા ભાવના છે. આ વખતે તો અશ્વ મિત્ર ત્યાં ચાતુર્માસ રહેશે. તેનાથી પણ જાગૃતિ સારી આવશે. તે માર્ગ પર આવી ગયા તે ઘણું સારું થયું. જે ઠેકાણે ન આવ્યું હોત તો તેની સર્વ શક્તિનો દુર્વ્યય થાત ને સમાજના ભાગલા પડત એ જુદા. ખંડરક્ષક શ્રાવકે યુક્તિ ઠીક અજમાવી. ” આર્ય મહાગિરિજી મહારાજે જણાવ્યું.
જી, ગમે તેમ તોયે એ આપની કેળવણી પામેલ શ્રાવક છે ને ! ગામ તેને લઈને શોભે છે. સંઘના કેટલાએ કાયે તેને લઈને સરલ રીતે પતી જાય છે. સમાજમાં, પ્રજામાં, અધિકારી વર્ગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org