________________
ચતુર્થ નિતવ આર્ય અશ્વમિત્ર:
: ૯૧ :
કહેવાય. વ્યવહારને નિષેધી નિશ્ચયને જ અનુસરવું એ મિથ્યાત્વ છે, માટે આપણે કેવળ ક્ષણિકવાદનો ત્યાગ કરીએ તે અનુચિત નથી.” અમિત્રે વિચારમગ્ન થતાં કહ્યું.
જી, આપનું કથન યથાર્થ છે. કેવળ ક્ષણિકવાદ એ જૈન દર્શનમાં આપણી નવીન કલ્પના છે. વ્યવહાર–નૈગમની દલીલે
જ્યારે આપણી સમક્ષ આવે ત્યારે જુદી જુદી દિશાએ ગ્રહણ કરી પ્રક્ષકારોને સમજાવવા પડે છે. કેવળ પ્રતિભાને વિજય એ સત્યવસ્તુનો વિજય નથી એમ તે લાગે જ છે. અત્યાર સુધીમાં નહિં સ્થિર થયેલ તે વાદને ત્યાગ કરવાથી જૈન શાસન અખંડ અને એક વિચારણાવાળું છે તે સિદ્ધ થશે. પૂ. ગુરુમહારાજશ્રીને પણ આનંદ થશે, ને આપણને ગામે ગામ જે અડચણ નડે છે તે સર્વ શમી જશે.” સુભદ્રવિજયજીએ જણાવ્યું.
શ્રાદ્ધવર્ય ! તમારું કહેવું ઠીક છે. અમે કેવળ ક્ષણિકવાદને આજથી ત્યાગ કરીએ છીએ. અત્યાર સુધીમાં તે વાદ માટે જે કંઈ આગમ વિરુદ્ધ બોલાયું હોય તે સર્વનું મિચ્છામિદુક્કડં દઈ આલોચનાપૂર્વક સુધારીએ છીએ.” આર્ય અશ્વમિત્રે મતના ત્યાગપૂર્વક કહ્યું.
“ મહારાજ સાહેબ ! આપશ્રીની સરલતાથી આજ મને અપૂર્વ ઉલ્લાસ થયો છે. હું આપશ્રીને સેવક હતો તે જ છું. આપશ્રી પ્રત્યે અત્યારે જે કંઈ અવિનીત આચરણ થયું હોય તેનું “મિચ્છામિદુક્કડ' માગું છું; ક્ષમા ચાહું છું. આ તે મેં સાંભળ્યું હતું કે આપશ્રી વિચારભેદને કારણે જુદે મત ચલાવે છે, તેથી આમ કરવું પડયું. સર્વજ્ઞ વીતરાગ પ્રભુના શાસનમાં એક જ વિચારણું હોય. એ તે જેઓને પિતાના ઘરનું કહેવું છે, તેઓમાં મતભેદ ને પક્ષાપક્ષી હોય. આપ નિઃસ્પૃહ મુનિઓમાં એ સહજ પણ ન શોભે. હવે આપશ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org