________________
ચતુર્થ નિહ્નવ આય અશ્વમિત્ર:
: ૮૫ : એટલે શ્રી સંઘે તેમને વિનતિ કરી કે-“આપનું કથન યથાર્થ છે. આપ અને પૂ. ગુરુમહારાજશ્રી વચ્ચે વૈમનસ્ય નહિં પણ વિચારભેદ છે, ને તે કારણે આપે જુદે વિહાર કર્યો છે. પરંતુ એ વિચારભેદ દૂર થાય ને આપ બને પૂજ્ય એકમત થાઓ તે જૈન શાસનની શોભા ઘણું સારી થાય. અવિછિન્ન પ્રભાવશાલિ-ત્રિકાલાબાધિત શ્રી વીતરાગ શાસનમાં સહજ પણ સંકલેશ શોભે નહિં. આ મતભેદ દૂર કરવાને આપ જે ઉપાય સૂચવે તેની યોજના કરવાને અમે સર્વ તૈયાર છીએ.”
જુઓ, આ જુદાપણું કાંઈ ક્રોધથી કે માનથી નથી થયું. આમાં ન મત ચલાવવાની અભિલાષા પણ નથી, કે ક્રોધ, માન છેડી દેવાથી સમજી જવાય અને વૈમનસ્ય શમી જાય. શાસ્ત્રના અર્થ કરવામાંથી આ પ્રસંગ બન્યા છે. હવે અમે બનેમાંથી કોઈપણ એક પિતાના અર્થનો ત્યાગ ન કરે ત્યાં સુધી આ જુદાઈ કેમ મટે?” આર્ય અશ્વમિત્રે કહ્યું.
આપ ફરમાવો તે પૂ. ગુરુમહારાજશ્રીને વિનતિ કરીને અમે અહીં બેલાવી લાવીએ, આપ ફરી અર્થ સમજવા પ્રયત્ન કરે. આપને ત્યાં પધારવું હોય તો અમે બધા સાથે આવીએ ને પૂ. ગુરુમહારાજશ્રીને મતફેર ટાળી દેવા વિનવીએ. આપ આપનું કથન ફરી તેઓશ્રીને સમજાવે. પણ તેમાં નિકાલ લાવવાની ભાવના પ્રધાન જોઈએ.” શ્રી સંઘે કહ્યું. - “આ અર્થની વિચારણે ઘણા સમય સુધી ચાલી છે. હવે ફરી ફરી એનું એ ઉથલાવવાથી શું? પૂ. ગુરુમહારાજશ્રીને કરેલ અર્થ મને નથી બેસતો. મારે અર્થ તેઓશ્રીને મિથ્યા લાગે છે. હવે હું મન વગર તેઓશ્રી જે અર્થ કરે છે તેમાં હા-એ-હા કરું તો આ સર્વ શમી જાય. પણ વગર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org