________________
: ૮૪:
નિવવાદ: કરતે હતો. તે વિચારોની છાયા તારા મનમાં હજુ રમી રહી છે. એટલે સર્વ વિચારો તું તે તરફ ખેંચી જા છે. જે તું તારા વિચારોનું પરિવર્તન કરવા ઈછતે હે તે ઠીક ! નહિં તે આ પ્રમાણે વિભિન્ન વિચારે સમુદાયમાં સાથે રહી શકાશે નહિં, મૂંગાયેલી મતિમાં તું પિતે સત્ય નિર્ણય ન કરી શકે ત્યાં સુધી ચાલુ પરમ્પરાગત અર્થને વળગી રહેવા જેટલી ઈચ્છા હોય અને પિતાની મતિમાં વિભ્રમ છે એમ સમજાતું હોય તે જ સાથે રહી શકાય. સવાર સુધીમાં એક નિર્ણય પર આવી, સાથે રહેવું હોય તે આગ્રહ છેડી દઈને “મિચ્છામિ દુક્કડદઈ સાથે રહેજે, નહિં તે અહીંથી જ્યાં જવું હોય ત્યાં વિહાર કરી જજે.” પૂ. ગુરુમહારાજશ્રીએ વિચારનું પરિવર્તન ન થાય ત્યાં સુધી સાથે નહિં રહેવા છેવટે જણાવ્યું.
મહારાજ સાહેબ! મેં ખૂબ મનન કર્યું છે. મારી મતિમાં ભ્રમ કે મૂંઝવણ નથી, અને અત્યારે હું મારા વિચારો ફેરવી શકું તેમ નથી. આપશ્રી સાથે રાખવા અનિચ્છા દર્શાવે છો તો હું વિહાર માટે વ્યવસ્થા કરી જુદે વિહાર કરવા અભિલાષા રાખું છું. અન્ય કંઈ કટુ કથન થયું હોય તેની ક્ષમા યાચું છું. આપશ્રી તથા હું ભવિષ્યમાં એક વિચાર પર આવીએ એમ ઈચ્છું છું.” મેં પણ આખરે એ પ્રમાણે જણાવી દીધું.
એ પ્રસંગ પછી તુરત અમે વિહાર કર્યો ને અનુક્રમે અહિં આવ્યા.
શ્રી સંઘ સાથે વાર્તાલાપ અને અશ્વામિત્રને આગળ વિહાર–
આર્ય અશ્વામિત્ર શ્રી સંઘને પિતાનું નિવેદન સંભળાવ્યું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org