________________
ચતુર્થ નિભવ આર્ય અમિત્ર :
: ૮૩ : “અશ્વ ! દ્રવ્યાર્થિક દષ્ટિએ વિચારણા કરવાનું તને કેમ નથી સૂઝતું એ જ નથી સમજતું. પર્યાયાર્થિક દૃષ્ટિએ વસ્તુમાત્ર વિનશ્વર છે, પણ બીજી અપેક્ષાએ સ્થિર છે એ સમજવું જોઈએ. હજુ તારે કંઈ વિચાર કરે છે કે તું નિર્ણય ઉપર આવી ગયું છે ? મેં તને ઘણી વખત કહ્યું કે પ્રથમ તું અભ્યાસ પૂર્ણ કરી લે. અપ્રાસંગિક ને અસમંજસ યુક્તિઓ કરી ચિત્તને વિશકલિત ન કર. સ્થિર ચિત્ત અભ્યાસ પૂર્ણ થશે, એટલે તારી શંકાઓ આપોઆપ શમી જશે.” પૂ. ગુરુમહારાજશ્રીએ પુનઃ મને જણાવ્યું.
પૂજ્ય ! મારું મન સ્વસ્થ છે. પરમ્પરાએ સમજાવવામાં આવતા અર્થમાં બિલકુલ તર્ક કે દલીલ ન કરવા આપ પ્રતિબધ મૂકો છે તે ખેદજનક છે. બુદ્ધિના વિકાસને દબાવીને હા-એ-હા કરવી એ શું મહત્વની વાત છે ? આહંત આગમમાં યુક્તિને અવકાશ નથી, એમ પણ નથી. કસોટીએ ચડાવીને જે અર્થ ગ્રહણ કરવામાં આવે તે એ સરસ સમજાય છે ને સ્થિર થાય છે કે ફરી કદી પણ તેમાં શંકા કે ફેરફાર થતો નથી. ચાલુ વિષયમાં મારે હવે વિચાર કરવાને નથી, ને મારા વિચારોને હું વળગી રહું છું.” મેં મારો દૃઢ નિશ્ચય જણાવ્યું.
“અશ્વ ! તર્ક અને યુક્તિઓ એવી હોવી જોઈએ કે જેમાં સિદ્ધાન્તનો નાશ ન થતો હોય. સિદ્ધાન્ત પુષ્ટ થાય, એવી કોઈપણ દલીલ કરવામાં કે વિરોધ ન કરે. મનમાં ભ્રમથી
એક મિથ્યા સિદ્ધાન્ત સ્થિર થઈ ગયું હોય કે પછી ચાલુ 'સિદ્ધાન્તના ખંડન માટે ને તે મિથ્યા સિદ્ધાન્તના મંડન માટે
જે કંઈ યુક્તિ કે દલીલ કરવામાં આવે, તે સમજવા માટેની દલીલ ન કહેવાય, પણ તે વાદ કે વિતંડારૂપે પરિણામ પામે છે. છેલ્લા કેટલાક સમયથી તું બૌદ્ધ દર્શનનું અવલોકન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org