________________
ભારતીય તત્ત્વજ્ઞાન આની સામે શાન્તરક્ષિત બે વિકલ્પો ઉપસ્થિત કરે છે - શું પ્રકૃતિ-ઈશ્વરનું જોડું જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહારનું કારણ બનવામાં પોતાનાથી ભિન્ન કોઈ વસ્તુની (= પરરૂપની) અપેક્ષા રાખે છે કે સ્વરૂપથી જ તે જગતનાં ઉત્પત્તિ, સ્થિતિ અને સંહારનું કારણ બને છે? પ્રથમ વિકલ્પ સંભવતો નથી. પ્રકૃતિ-ઈશ્વરના જોડાથી ભિન્ન જે વસ્તુની અપેક્ષા હશે તે પણ તે બે પ્રકૃતિ-ઈશ્વરની જેમ પ્રમુખ બની જશે. પરિણામે ઉભયકારણતાવાદને બદલે અપેક્ષિત અન્ય વસ્તુ(પરરૂપ)ને લઈને ત્રિતયકારણવાદરૂપ સિદ્ધાન્ત સ્થાપિત થશે. ફલતઃ આ વિકલ્પમાં સિદ્ધાન્તવ્યાઘાતદોષ છે. બીજો વિકલ્પ પણ ઘટતો નથી. ઈશ્વર અને પ્રકૃતિ સ્વરૂપતઃ નિત્ય છે, તથા સદા કાર્ય કરવાના સ્વભાવવાળા જ છે. તેથી જગતની ઉત્પત્તિ માટેનો વ્યાપાર કરતા હોય ત્યારે જગતનાં સ્થિતિ અને નાશ માટેનો વ્યાપાર કરવામાંથી પ્રકૃતિ-ઈશ્વર ઉભય કેવી રીતે વિરમી શકે? - હવે સેશ્વરસાંખ્ય (યોગદર્શન) પ્રકૃતિ-ઈશ્વરનું જોડું એક કાર્ય (સર્જન) કરે છે ત્યારે તેનામાં બીજાં બે કાર્યો (સ્થિતિ-સંહાર) કરવાનું પણ સામર્થ્ય હોય છે એ વિકલ્પ છોડી બીજો વિકલ્પ સ્વીકારે છે કે તે જોવું એક કાર્ય કરે છે ત્યારે તેનામાં બીજાં બે કાર્યો કરવાનું સામર્થ્ય હોતું નથી. તે કહે છે કે જ્યારે પ્રકૃતિ-ઈશ્વરનું જોડું સૃષ્ટિનું સર્જન કરે છે ત્યારે તેનામાં સૃષ્ટિની સ્થિતિ કે સંહાર કરવાનું સામર્થ્ય હોતું નથી. તેથી સૃષ્ટિની ઉત્પત્તિના સમયે જ સૃષ્ટિના સંહારની તથા સૃષ્ટિના નાશના સમયે જ સૃષ્ટિની ઉત્પત્તિની આપત્તિનું નિરાકરણ થઈ જાય છે.
શાન્તરક્ષિત જણાવે છે કે સૃષ્ટિને ઉત્પન્ન કરતી વખતે પ્રકૃતિ-ઈશ્વરનું જોડું સૃષ્ટિના સ્થાપક તથા સંહારક સામર્થ્યથી રહિત હોય તો સૃષ્ટિની સ્થિતિ તથા નાશ કદી સંભવશે નહિ, કારણકે નિત્ય સ્વભાવવાળા તે જડાનું તે અસામર્થ્ય સદા રહેશે, જેમ સામર્થ્યરહિત આકાશકુસુમ કાર્યસંપાદન કદી કરતું નથી તેમ સ્થાપક-નાશક સામર્થ્યથી રહિત પ્રકૃતિઈશ્વરનું જોડું પણ સૃષ્ટિનાં સ્થિતિ અને સંહાર કદીય કરી શકશે નહિ.
સેશ્વરસાંખ્ય પોતાના બચાવમાં કહે છે કે પ્રકૃતિ-ઈશ્વરના જોડામાં સર્જન કરવાની શક્તિ, સ્થિતિ કરવાની શક્તિ અને સંહાર કરવાની શક્તિ સદા હોય છે પરંતુ પ્રકૃતિમાં
જ્યારે તે તે શક્તિ ઉત્કટ રૂપ ધારણ કરે છે ત્યારે તે તે ઉત્કટ શક્તિની સાથે જોડાઈ ઈશ્વર સર્જન, સ્થિતિ અને સંહાર તે તે સમયે કમથી કરે છે. સર્વદા ત્રણે શક્તિની ઉત્કટતા પ્રકૃતિમાં હોતી નથી. - શાન્તરક્ષિત સેશ્વરસાંખ્યવાદીને પ્રશ્ન કરે છે કે પ્રકૃતિની શક્તિનું ઉત્કટ રૂપ નિત્ય અને સ્વતંત્ર છે કે ઈશ્વર-પ્રકૃતિ એનું કારણ છે કે પછી અન્ય કારણોથી શક્તિની ઉત્કટતાનો આવિર્ભાવ થાય છે. પ્રથમ વિકલ્પ ઘટતો નથી. જો શક્તિનું ઉત્કટ રૂપ નિત્ય અને સ્વતન્ત્ર હોય તો તેનું કાર્ય સદા થયા જ કરે. વળી, શક્તિનું ઉત્કટ રૂપ સેશ્વર સાંખ્યમતે નિત્ય અને સ્વતન્ન સ્વીકારાયું નથી, કારણ કે સેશ્વરસાંખ્યમતમાં પણ કોઈ શક્તિનું ઉત્કટ રૂપ થવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org