SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય દર્શનોમાં ઈશ્વર સંભવતો નથી. ઈશ્વર અને પ્રકૃતિ બંને નિત્યતત્ત્વો છે. એમનામાં વિકાર કદી પણ ઉત્પન્ન થઈ શકે જ નહિ. તેથી બંનેમાં પરસ્પર અતિશયનું આધાન અસંભવ છે. બીજો વિકલ્પ પણ ઘટતો નથી. બંને નિત્ય તત્ત્વો છે. તેથી બંને સાથે મળી એક કાર્યનું સંપાદન કરે છે એમ માનતાં બધાં કાર્યોની ઉત્પત્તિ એક કાળમાં જ અર્થાત્ યુગપતું થઈ જશે, કારણ કે કારણ હોતાં કાર્ય અવશ્ય થાય છે. પ્રકૃતિ અને ઈશ્વર બને નિત્ય હોઈ સદા કારણરૂપે ઉપસ્થિત જ છે. એમાં કોઈ પ્રતિબધ કદીદેખાતો નથી. પરંતુ તે બંને સર્વકાળે વિદ્યમાન જ છે. તેથી એક જ કાળમાં બધાં કાર્યોને તેઓ અવશ્ય ઉત્પન્ન કરશે. આ ઉપરથી એ સ્પષ્ટરૂપથી ફલિત થાય છે કે ઉપર્યુક્ત બંને વિકલ્પો દોષાવિષ્ટ હોઈ ઈશ્વર અને પ્રકૃતિની પરસ્પર સહકારિતા કોઈ રીતે સંભવતી નથી. આમ યોગદર્શનનો પ્રકૃતિ-ઈશ્વર ઉભયકારણતાવાદ ખંડિત થઈ જાય છે. સેશ્વરસાંખ્યવાદી આની સામે જણાવે છે કે ઉપાદાનભૂત પ્રકૃતિના સ્વભાવગત ત્રણ દ્રવ્યરૂ૫ ગુણો છે - સત્ત્વ, રજસ્ અને તમસ્. જ્યારે રજસ્ ઉભૂત થાય છે ત્યારે તેની સાથે જોડાઈ ઈશ્વર સર્ગનો હેતુ બને છે અર્થાત્ સૃષ્ટિ ઉત્પન્ન કરે છે, કારણ કે રજસ્ પ્રવૃત્તિશીલ છે. જ્યારે સત્ત્વ ઉદ્દભૂત થાય છે ત્યારે તેની સાથે જોડાઈ ઈશ્વર સર્ગની સ્થિતિનો હેતુ બને છે અર્થાત્ સૃષ્ટિની રક્ષા કરે છે, કારણ કે સત્ત્વ સ્થિતિશીલ છે. અને જ્યારે તમર્ ઉદ્ભૂત થાય છે ત્યારે તેની સાથે જોડાઈ ઈશ્વર સર્વસૃષ્ટિના પ્રલયનું કારણ બને છે અર્થાત્ સમગ્ર જગતનો પ્રલય કરે છે, કારણ કે તમસ્ અવર્ણસ્મક છે. આમ પ્રકૃતિ અને ઈશ્વર કમથી જ સર્જન, સ્થિતિ અને સંહારરૂપ કાર્યો કરે છે. પ્રકૃતિ અને ઈશ્વર સાથે મળી સર્જન કરે છે, પછી સ્થિતિ કરે છે અને પછી સંહાર કરે છે. આમ સાથે મળી એક કાર્ય કરવા રૂપ પરસ્પર સહકારિતા એમનામાં ઘટે છે.* અહીં શાન્તરક્ષિત પૂછે છે કે પ્રકૃતિ-ઈશ્વરનું જોડું જ્યારે એક કાર્ય (સર્જન) કરે છે ત્યારે તેનામાં બીજાં કાર્યો( સ્થિતિસંહાર) કરવાનું સામર્થ્ય હોય છે કે નહિ? જો હોય, તો બીજાં બે કાર્યો પણ ત્યારે જ કરે. સમર્થ કાલક્ષેપન કરે. આમ એક કાર્ય હોતાં બાકીનાં બીજાં બે કાર્યો પણ તે જ વખતે હોવાની આપત્તિ આવે. આ રીતે, સૃષ્ટિની ઉત્પત્તિના સમયે જ તેની સ્થિતિ અને સંહાર પણ થશે. તથા સર્વ જગતના સંહાર વખતે જ જગતની ઉત્પત્તિ અને સ્થિતિ પણ થશે, તેમ જ સૃષ્ટિના સ્થિતિકાળે જ સૃષ્ટિની ઉત્પત્તિ સાથે જ સૃષ્ટિનો નાશ પણ થશે. આનું કારણ એ કે સમર્થ કારણ હોતાં કાર્ય અવશ્ય થાય છે. સૃષ્ટિનો સંહાર કરવા સમર્થ એવું પ્રકૃતિ-ઈશ્વરનું જોડું સૃષ્ટિના સર્જન સમયે વિદ્યમાન જ છે, તો પછી તે જ સમયે સૃષ્ટિનો સંહાર કેમ ન થાય? સેશ્વરસાંગ (યોગદર્શન) ખુલાસો કરતાં કહે છે કે પ્રકૃતિ-ઈશ્વરનું જોડું જ્યારે જગતનું સર્જન કરે છે ત્યારે જ તેનાં સ્થિતિ-નાશ કરતું નથી કારણ કે સ્થિતિ-નાશ માટે તે જોડાને રૂપાન્તરની અપેક્ષા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001201
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherJagruti Dilip Sheth Dr
Publication Year1998
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy