SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૯ ભારતીય દર્શનોમાં ઈશ્વર અને કોઈ શક્તિનું અનુદ્દભૂત રહેવું ક્યારેક થાય છે અને ક્યારેક થતું નથી. આમ નિયતાધિક અને કદાચિક હોવાને કારણે શક્તિનું ઉત્કટ રૂપ નિત્ય અને સ્વતનહોતાં સકારણ જ થતું હશે. બીજો વિકલ્પ પણ સંભવતો નથી. પ્રકૃતિ અને ઈશ્વર બંને નિત્ય છે અને તે બંનેને શક્તિના ઉત્કટ રૂપનું કારણ માનતાં કારણ અનવરત સદા ઉપસ્થિત રહેતું હોવાથી કાર્ય અર્થાત્ શક્તિનું ઉત્કટ રૂપ પણ અનવરત સદા થતું જ રહે. પરિણામે પૂર્વોક્ત ત્રણે શક્તિઓના ઉત્કટ રૂપોનું યોગપદ્ય આવી પડે અને છેવટે જગતનાં સર્ગ-સ્થિતિસંહારનું પણ યોગપદ્ય આવી પડે. પ્રકૃતિ-ઈશ્વર ઉભયકારણવાદી સેશ્વરસાંખ્ય સ્વસિદ્ધાન્તની રક્ષા કાજે ત્રીજો વિકલ્પ તો સ્વીકારી જ ન શકે. પ્રકૃતિ અને ઈશ્વરથી અન્ય તત્ત્વને શક્તિની ઉત્કટતા ઉત્પન્ન કરનારું કારણ માનતાં પ્રકૃતિ અને ઈશ્વર ઉપરાંત ત્રીજું મૂળતત્ત્વ સેશ્વરસાંખે સ્વીકારવું પડે, જે તેને ઈષ્ટ નથી. ઉપરાંત, શક્તિનું ઉત્કટ રૂપ પોતે જ પોતાને ઉત્પન્ન કરે છે (સ્વતઃ ઉત્પત્તિ) એમ માનતાં શક્તિનું ઉત્કટ રૂ૫ અહેતુક બની જાય તેમ જ તેમ માનવામાં એક જ ક્રિયામાં કર્તા અને કર્મ બંને એક હોવાની આપત્તિ આવે (કતૃકર્મવિરોધદોષ આવે) ગમે તેટલી ધારદાર છરી હોય પણ તે પોતે પોતાને કાપી ન શકે. જો શક્તિનું ઉત્કટ રૂપ પોતાની ઉત્પત્તિ માટે બીજાની અપેક્ષા રાખે છે એમ માનો તો તે ઉત્કટ રૂપકાદાચિક બની જાય અને તેનું કારણ નિત્ય પ્રકૃતિ-ઈશ્વર ન જ હોય અને પ્રકૃતિ-ઈશ્વરથી અન્ય કારણ માનવું ઇષ્ટ નથી. ન્યાયશેષિકદર્શનમાં ઈશ્વરની વિભાવના (૧) શું કણાદ ઈશ્વર(God)ના અસ્તિત્વમાં માને છે ? કણાદનાં સૂત્રોમાં ઈશ્વરનો સ્પષ્ટ ઉલ્લેખ નથી. તેથી સાંખ્યકારિકા પરની યુક્તિદીપિકાટીકાના કર્તા (ઈ.સ.ની છઠ્ઠી સાતમી શતાબ્દી) સ્પષ્ટપણે જણાવે છે કે સૂત્રકાર કણાદના મતે ઈશ્વરનું અસ્તિત્વ નથી. વળી, વૈશેષિકસૂત્રો ઈશ્વરને સ્વીકારતા નથી એ હકીકતને વિસ્તારથી પુરવાર કરી તે જણાવે છે કે પાશુપત ભક્તોએ પાછળથી વિશેષિકદનમાં ઈશ્વરની વિભાવનાને દાખલ કરી છે. ભારતીય દર્શનોના આધુનિક વિદ્વાન ગાળું માને છે કે વૈશેષિકસૂત્રો મૂળે ઈશ્વરને સ્વીકારતા નથી. પરંતુ ઉત્તરકાલીન ન્યાયવશેષિકદર્શનમાં ઈશ્વરનું જે મહત્ત્વનું સ્થાન છે તેને દષ્ટિમાં રાખી સંસ્કૃત ટીકાકારો વૈશેષિકસૂત્રોમાં ઈશ્વરના અસ્તિત્વનો ગર્ભિત સ્વીકાર શોધવાનો ખોટો પ્રયાસ કરે છે. નીચેનાં પ્રારંભનાં બે સૂત્રો લોઃ યત યુનિયસિદ્ધિઃ સ ધ ા તવનાત્ માનયિસ્થ પ્રામાખ્યમ્ વૈ.પૂ. ૧..૨-૩. આ બે સૂત્રોનો સીધો અને સ્પષ્ટ અર્થ છે-“જેના વડે અભ્યદય અને નિઃશ્રેયસ સિદ્ધ થાય છે તે ધર્મ છે. વેદ ધર્મનું પ્રતિપાદન કરતો હોવાથી પ્રમાણ છે. પરંતુ ટીકાકારોએ તવના” નો અર્થ ર્યો છે-“મહેશ્વરનું વચન હોવાથી.’ પરંતુ આ અર્થઘટન બરાબર લાગતું નથી. આ અંગે પ્રા. એસ. એન. દાસગુપ્તાનું નિરીક્ષણ આ પ્રમાણે છે : “The Sutra tadvacanad amnāyasya prāmānyam' has Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001201
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherJagruti Dilip Sheth Dr
Publication Year1998
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy