________________
१४
ભારતીય તત્ત્વજ્ઞાન કેવલ્ય પામેલા ઘણા કેવલીઓ (મુક્તો) છે. તે બંધનો છેદી મુક્ત બન્યા છે. ઈશ્વરનો બંધનો સાથે ભૂતકાળમાંય સંબંધ ન હતો અને ભવિષ્યમાં પણ થવાનો નથી. કેવલીને તો પહેલાં બંધન હતું પરંતુ ઈશ્વરની બાબતમાં એવું નથી. “ઈશ્વર તો સદા મુક્ત છે, નિત્યમુક્ત છે. આમ કેવલથી ઈશ્વરનો ભેદ છે.
ઈશ્વરનો ઉત્કર્ષ શાશ્વત છે, નિત્ય છે. તે ત્રણેય કાળ સર્વજ્ઞ છે. આનો અર્થ એ કે તે ત્રણેયકાળ પ્રકૃષ્ટ સત્ત્વ અર્થાત્ શુદ્ધ નિરાવરણ ચિત્ત ધારણ કરે છે. તે સર્વજ્ઞ છે તેનું પ્રમાણ શું? શાસ્ત્ર. શાસ્ત્ર પ્રમાણ છે એમ શા ઉપરથી કહો છો? કારણ કે તે સર્વશે રચેલાં છે. આમ સર્વશની સિદ્ધિ શાસ્ત્રથી અને શાસ્ત્રપ્રામાણ્યની સિદ્ધિ સર્વકતૃત્વથી માનતાં તો પરસ્પર સાપેક્ષતા અને અન્યોન્યાશ્રયદોષ નહિ આવે? અહીં અન્યોન્યાશ્રય દોષરૂપ નથી કારણ કે શાસ્ત્ર અને સર્વજ્ઞત્વ વચ્ચેનો સંબંધ અનાદિ છે. અંકુર અને બીજ વચ્ચેનો અન્યોન્યાશ્રય કે પરસ્પરસાપેક્ષતા દોષરૂપ નથી કારણ કે તે અનાદિ છે." - ઈશ્વરનું ઐશ્વર્ય અનુપમ છે, તારતમ્યરહિત છે. બીજાનું એશ્વર્ય તેનાથી ચઢિયાતું નથી. જે એશ્વર્ય બીજા બધાના એશ્વર્યથી ચઢિયાતું છે તે એશ્વર્ય જ ઈશ્વરનું છે. તેથી ઐશ્વર્યની પરાકાષ્ટા જ્યાં છે તે ઈશ્વર છે. તેના ઐશ્વર્ય જેવું બીજું ઐશ્વર્ય નથી.”કેમ? જો બે ઐશ્વર્ય તુલ્ય હોય તો એક વસ્તુની બાબતમાં એક “આ નવું થાઓ” અને બીજું આ પુરાણું થાઓ એમ એક સાથે પરસ્પરવિરોધી વસ્તુઓ ઇચ્છતાં એકની ઇચ્છા પાર પડે અને બીજાની પાર પડે નહિ; આને પરિણામે બીજા એશ્વર્યને ઊતરતું ગણવું પડે અને તો પછી બે ઐશ્વર્ય તુલ્ય ક્યાં રહ્યાં? તેથી જેનું ઐશ્વર્ય અનુપમ અને તરતમભાવરહિત છે તે ઈશ્વર છે. આ ઉપરથી ફલિત થાય છે કે ઈશ્વર એક જ છે. આ જગતમાં એક વ્યક્તિને અમુક જ્ઞાન હોય છે, બીજીને વધારે હોય છે, ત્રીજીને તેથીય વધુ હોય છે. આમ, જગતમાં જ્ઞાનનું ઓછાવધતાપણું જણાય છે. આવું જ્ઞાન - તરતમભાવવાળું જ્ઞાન - સર્વજ્ઞતાનું બીજ (=કારણ= જ્ઞાપક કારણ) છે, કારણ કે જ્યાં તરતમતા હોય ત્યાં પરાકાષ્ઠા પણ હોય જ, તરતમતા પરાકાષ્ઠાને સિદ્ધ કરે છે. જ્ઞાન વધતું વધતું જે વ્યક્તિમાં પરાકાષ્ઠાને પામે છે તે વ્યક્તિ સર્વજ્ઞ કહેવાય છે. ઈશ્વર સર્વજ્ઞ છે.
સર્વજ્ઞ ઈશ્વરને પોતાનો કોઈ સ્વાર્થ સાધવાનો નથી. તેનું પ્રયોજન ભૂતાનુગ્રહ યા જીવોનો ઉદ્ધાર છે. જ્ઞાન અને ધર્મનો ઉપદેશ કરીને સંસારી પુરુષોનો હું ઉદ્ધાર કરીશ એવો સર્વજ્ઞ ઈશ્વરનો સંકલ્પ હોય છે."
પહેલાંના ગુરુઓ કાલવિશિષ્ટ છે. જેની પાસે અવચ્છેદક યા વિશેષક તરીકે કાલ આવતો નથી તે ઈશ્વર પહેલાંના કાલવિશિષ્ટ ગુરુઓનો પણ ગુરુ છે."
આમ ભાષ્યકારે ઈશ્વરને નિત્યમુક્ત અને પરિણામે લોકોત્તર બનાવી દીધો. અને પ્રકૃષ્ટ ઐશ્વર્યને આધારે તેને એક જ માન્યો. કેવલી (મુક્ત)થી ઈશ્વરનો ભેદ કરવા ઈશ્વરને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org