SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય દર્શનોમાં ઈશ્વર ૬૩ ‘ાતેનાનવછેવ’ નું ‘મુળાનાં પરિણામ મસમાપ્તિઃ’ (૪.૩૨) સાથે સમીકરણ કરીએ છીએ. તે બંને વસ્તુ એક જ છે.૩૬ હવે પ્રસ્તુત સૂત્રનો અર્થ આમ થશે-તે (-ઈશ્વર) (ક્લેશ અને કર્મોનો નાશ કરીને) જન્મ-મરણના ચક્રથી ઉપર ઊઠચો હોઈ (જેઓ હજુ જન્મ-મરણના ચક્રમાં ફસાયેલા છે તે) વૃદ્ધોનો પણ આધ્યાત્મિક ગુરુ બન્યો છે. ઉપર આપેલું સમીકરણ સૂચવે છે કે પતંજલિને માટે કાલ એ પરિણામમ સિવાય બીજું કંઈ નથી. તેથી જેને પરિણામક્રમનો સ્પર્શ નથી તેને કાલનો પણ સ્પર્શ નથી કે કાલથી મર્યાદીકૃત નથી. કાલાનવચ્છેદ અથવા પરિણામમસમાપ્તિ એ ક્લેશરાહિત્યનું અર્થાત્ વીતરાગતાનું ફળ છે. ક્લેશરાહિત્ય એ પરમ આધ્યાત્મિકતા સિવાય બીજું કંઈ નથી. તેથી જે પરમ આધ્યાત્મિકતા પામ્યો છે તે જ વૃદ્ધોનો પણ આધ્યાત્મિક ગુરુ બની શકે છે. કાલાનવચ્છેદ અથવા પરિણામમસમાપ્તિ દ્વારા સૂચિત પરમ આધ્યાત્મિકતા જ વૃદ્ધોના પણ આધ્યાત્મિક ગુરુ બનવા તેને લાયક બનાવે છે. જેમણે પોતે સંસારસાગર પાર કર્યો છે તેઓ જ બીજાઓને સંસારસાગર કેવી રીતે પાર કરવો એ દર્શાવી શકે, ઉપદેશી શકે. જેમણે જન્મ-મરણનું ચક્ર અટકાવી દીધું છે તેઓ જ બીજાઓને ઉપદેશી શકે કે તે ચક્રને અટકાવવા શું કરવું જોઈએ. તેના સિવાય બીજો કોઈ ઉપદેશા બની શકે નહિ. અમારા અર્થઘટન મુજબ પતંજલિને મતે ઈશ્વર ધર્મમેઘસમાધિ પ્રાપ્ત કરી અનન્તજ્ઞાન અને સર્વને જાણવાની શક્તિ સંપાદન કરનાર તેમ જ પુનર્જન્મમાંથી મુક્ત થનાર વિવેકીથી ભિન્ન નથી. આપણે જોયું તેમ, પતંજલિ અનુસાર આ વિવેકી ક્લેશો, કર્મો, વિપાક અને આશયોથી અસ્પૃષ્ટ છે. આમ પતંજલિ ‘ઈશ્વર’પદથી તે વ્યક્તિને જણાવવા માગે છે જેને વ્યાસ જીવન્મુક્ત કહે છે. અમે પુનઃ દઢતાપૂર્વક જણાવવા માંગીએ છીએ કે પતંજલિના યોગસૂત્રોને ધારે આથી વિશેષ આગળ જવાનો આપણને પ્રામાણિક અધિકાર નથી. પતંજલિ અનુસાર ઈશ્વર ન તો નિત્યમુક્ત છે કે ન તો જગત્કર્તા છે. ઈશ્વર તો સાધનાથી ક્લેશમુક્ત બનેલો અને જીવોના ઉદ્ધાર માટે ક્લેશમુક્તિનો અને તે દ્વારા દુઃખમુક્તિનો માર્ગ દર્શાવનાર, ઉપદેશનાર જીવન્મુક્ત જ છે. 30 હવે આપણે યોગભાષ્યકારને અનુસરી ઈશ્વરનું નિરૂપણ કરીશું. ક્લેશ વગેરે ખરેખર ચિત્તમાં હોય છે પરંતુ પુરુષ ઉપર તેમનો આરોપ કરવામાં આવે છે કારણ કે તે તેમનાં ફળોનો ભોક્તા છે. (ઉદાહરણાર્થ, જય અને પરાજય ખરેખર યોદ્ધાના થાય છે પણ તેમનો આરોપ રાજામાં કરવામાં આવે છે, કારણ કે જય-પરાજયનું ફળ રાજા ભોગવે છે.) જેને આવા ભોગ સાથે સંબંધ નથી તે ઈશ્વર છે. આમ બદ્ધ પુરુષોથી ઈશ્વરનો ભેદ છે. ૩૮ Jain Education International For Private & Persortal Use Only www.jainelibrary.org
SR No.001201
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherJagruti Dilip Sheth Dr
Publication Year1998
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy