________________
ભારતીય દર્શનોમાં ઈશ્વર નિયમુક્ત બનાવવાની જરૂર નથી, કારણ કે બીજી રીતે તેનો ભેદ સ્વીકૃત જ છે. કેવલીને ચિત્ત જ હોતું નથી, તો પ્રકૃષ્ટ ચિત્ત (સત્ત્વ) ક્યાંથી હોય અને તદાધારિત પ્રકૃષ્ટ ઐશ્વર્ય પણ ક્યાંથી હોય ? જ્યારે આ બધું ઈશ્વરમાં છે. એકથી વધુ વ્યક્તિઓમાં શુદ્ધ નિરાવરણ પ્રકૃષ્ટ ચિત્ત સંભવે છે, તો પછી એથી વધુ વ્યક્તિઓમાં પ્રકૃષ્ટ એશ્વર્ય કેમ ન સંભવે? પ્રાકૃષ્ટ ઐશ્વર્ય ઈશ્વરની અનેકતાનું વિરોધી નથી.
આ બધું છતાં ભાગ્યકારે ઈશ્વરને જગફ્તત્વ બચ્યું નથી. વળી ભાખ્યકારી અનુસાર તેની પ્રવૃત્તિ જ્ઞાનધર્મનો ઉપદેશ આપી જીવોનો ઉદ્ધાર કરવા અર્થે જ છે. આમ ભાષ્યકારના મતે પણ મોક્ષમાર્ગોપદેષ્ઠત્વ જ તેનું મહત્ત્વનું લક્ષણ છે. - યોગદર્શનના ઈશ્વરના પ્રશ્ન બાબતે તત્ત્વશારદીકાર વાચસ્પતિ અને વાર્તિકકાર વિજ્ઞાનભિક્ષુ ભાષ્યકાર વ્યાસથી કેટલા આગળવધે છે તેનો વિચાર હવે કરીએ. ભાષ્યારે જણાવ્યું છે કે ઈશ્વરના શાશ્વતિક ઉત્કર્ષનું કારણ છે પ્રકૃષ્ટ સત્ત્વ (ચિત્ત). આમ હોય તો ઈશ્વરની સાથે યુક્ત પ્રકૃણ સત્ત્વરૂપ ચિત્ત ત્રણેય કાળે હોવું જોઈએ. પરંતુ આમ માનવામાં વાચસ્પતિને મુશ્કેલી જણાય છે. એટલે તે પ્રલયકાળે ઈશ્વરના ચિત્તને પ્રકૃતિમાં લય પામતું માને છે. તો પછી સૃષ્ટિની શરૂઆતમાં તે પાછું ઈશ્વર સાથે કેવી રીતે જોડાઈ જાય છે? તેને ઈશ્વર સાથે જોડનાર શું છે? પ્રલયની શરૂઆતમાં ઈશ્વરે કરેલો સંકલ્પ કે સૃષ્ટિની શરૂઆતમાં હું તે ચિત્તયુક્ત બનું. આ સંકલ્પની વાસના તે ચિત્તમાં પ્રલય દરમ્યાન હોય છે. આ ચિત્તગત વાસના સૃષ્ટિની શરૂઆતમાં જાગે છે અને પરિણામે તે ચિત્ત ઈશ્વર સાથે જોડાય છે. જો ચિત્તને કોઈ પણ વખત પ્રકૃતિમાં લય પામતું ન માનવામાં આવે તો તેને પ્રકૃતિનું કાર્ય ગણી શકાય નહિ અને પરિણામે તેનો પ્રકૃતિતત્ત્વમાં સમાવેશ ન થઈ શકે. તેમ જ તે પુરુષતત્ત્વ તો નથી જ. આમ તે એક સ્વતંત્રતત્ત્વ બની જાય. આ તો યોગદર્શનને ઈષ્ટ નથી.“વાર્તિકકાર ભિક્ષુ વાચસ્પતિથી ઊલટો મત ધરાવે છે તેમ જ વાચસ્પતિના મતનું ખંડન કરે છે. તે પ્રલયકાળેય ઈશ્વરના ચિત્તનો પ્રકૃતિમાં લય સ્વીકારતા નથી. જો પ્રલયકાળે ચિત્તનો પ્રકૃતિમાં લય માનીએ તો સૃષ્ટિની શરૂઆતમાં ઈશ્વર સાથે તેનો સંયોગ થતો માનવો પડે. પરંતુ પુરુષ અને પ્રકૃતિના સંયોગનું કારણ તો અવિદ્યા છે. એટલે વાચસ્પતિનો મત સ્વીકારતાં ઈશ્વરમાં અવિદ્યાની આપત્તિ આવે. યોગદર્શન ઈશ્વરમાં અવિદ્યા વગેરે લેશો તો માનતું જ નથી. વળી, વાચસ્પતિ ઈશ્વરચિત્તમાં વાસના(સંસ્કાર) માની તેના ઈશ્વર સાથેના પુનઃ જોડાણને સમજાવે છે તે પણ બરાબર નથી કારણ કે ઈશ્વરચિત્તમાં ક્લેશ, કર્મ અને વિપાકની સાથે આશયનો(વાસનાનો) પણ નિષેધ યોગદર્શને ર્યો છે.”
વાચસ્પતિએ તો કર્મફલવ્યવસ્થાનું કામ પણ યોગના ઈશ્વરને સોંપ્યું હોય તેમ જણાય છે. તે ઈશ્વરને કર્મોના અધિષ્ઠાતા તરીકે સ્વીકારે છે. કર્મોના અધિષ્ઠાતા તરીકે ઈશ્વર શું કરે છે? સ્વકર્મનું યોગ્ય ફળ જીવને મળે એટલા માટે તે પ્રક્રિયામાં જે અંતરાયો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org