SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મ અને પુનર્જન્મ ૪૫ (૮) ઉપશમના – કર્મની ઉપશમનાવસ્થામાં, ઉઠિત કર્મને ભસ્મચ્છન્ન અગ્નિની જેમ દખાવી શાંત કરી દેવામાં આવે છે. આ ઉપરામન પણ આત્માના પ્રયત્નવિરોષથી થાય છે. ( ૯ ) નિધત્તિ – કર્મની નિધત્તિ અવસ્થામાં, ઉદીરણા અને સંક્રમણની સંભાવનાનો અભાવ હોય છે. (૧૦) નિકાચના – કર્મની નિકાચના અવસ્થામાં ઉદીરણા અને સંક્રમણ ઉપરાંત ઉર્તના અને અપવર્તનાની સંભાવનાનો પણ બિલકુલ અભાવ હોય છે. ઉદીરણા, સંક્રમણ, ઉર્તના, અપવર્તના અને ઉપરામના કર્મ ઉપર પુરુષનું આધિપત્ય છે એમ સ્પષ્ટપણે દર્શાવે છે, પુરુષ કર્મનો ગુલામ નથી. જૈન કર્મસિદ્ધાન્તમાં પુરુષસ્વાતંત્ર્ય (freedom of will) અને ઉઘમને ઘણો અવકાશ છે. મુનિશ્રી ન્યાયવિજયજી તેમના જૈનદર્શનમાં (પૃ. ૩૫૩) લખે છે, ‘‘કર્મશાસ્ત્ર પણ કર્મનો ઉદય થવામાં સમુચિત ઉદ્યમનો અવકાશ માને છે, તેમ જ કર્મના ઉદયને દુર્બલ બનાવવામાં પણ યોગ્ય ઉદ્યમને આવકારે છે.’’ ઉપાધ્યાય યશોવિજયજી ૨૬મી દ્વાત્રિંશિકામાં શ્લોક ૨૪માં પુરુષપ્રયત્નની અને પુરુષસ્વાતંત્ર્યની સર્વોપરિતા સ્વીકારે છે અને સ્પષ્ટપણે કહે છે કે નિકાચિત ગણાતા કર્મને પણ પુરુષ તપ અને સાધનાથી ક્ષીણ કરી શકે છે. કર્મ ઉદયમાં આવે ત્યારે તેના ફળને સમતાથી ભોગવવા કે આસક્તિ-વિહ્વળતાથી ભોગવવા પુરુષ સ્વતંત્ર છે. ‘‘કર્મ ઉદયમાં આવે ત્યારે તેને સમતાથી-સમભાવથી ભોગવી લેવામાં ડહાપણ છે. એમ ભોગવી લેવાથી એ કર્મ ખતમ થતાં નવાં દુ:ખદ કર્યો મૂકી જતું નથી. પણ જ્યારે કર્મનાં સુખભોગરૂપ ફળ આસક્તિથી અને દુ:ખભોગરૂપ ફળ દુર્ધ્યાનથી ભોગવવામાં આવે ત્યારે એ પ્રકારે ભોગવવાના પરિણામે બીજા નવા કર્મબન્ધો જડાઈ જાય છે. અતઃ સુખભોગના ઉદયકાળે સુખભોગમાં નહિ રંગાતા એટલે કે અનાસક્તપણે સમભાવથી એ ઉઠિત કર્મને ભોગવી લેવાથી અને દુઃખની હાલતમાં હિંમતથી મનને શાન્તિમાં રાખી દુઃખને ( એ ઉદિત અસાતાવેદનીય કર્મને) ભોગવી લેવાથી એ ઉદયાગત કર્મ એવી રીતે ક્ષીણ થઈ જાય છે કે જેના અનુસંધાનમાં નવાં અશુભ કર્મો બંધાવા પામતા નથી. કર્મયોગથી ભોગસામગ્રી ઉપસ્થિત થઈ, પણ એમાં મોહવિકારને વશ થવું કે ન થવું એ આત્માની પોતાની સત્તાની વાત છે.’’ (ન્યાયવિજયજીકૃત જૈનદર્શન પૃ. ૩૪૮). બધાં જ કર્મોનો ક્ષય તે મોક્ષ છે. આના માટે પ્રથમ તો આવતાં કર્મોને અટકાવી દેવાં જોઈએ (સંવર) અને લાગેલાં કર્મોને ખેરવી નાખવાં જોઈએ (નિર્જરા).પ સંવરના ઉપાય તરીકે જૈનો વ્રત, ગુપ્તિ, સમિતિ, ધર્મ, અનુપ્રેક્ષા, પરીષહજય, ચારિત્ર અને તપ ગણાવે છે”. હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહમાંથી વિરતિ એ વ્રત છે.” મન-વચન-કાયાની પ્રવૃત્તિનો સમ્યક્ નિગ્રહ એ ગુપ્તિ છે. વિવેક્શીલ પ્રવૃત્તિ એ સમિતિ છે. ક્ષમા, મૃદુતા, ઋજુતા, શૌય, સંયમ, સત્ય, તપ, ત્યાગ, આચિન્ય અને બ્રહ્મચર્યરૂપ દશવિધ ધર્મ છે. શાંતભાવે પરીષહોને સહન કરવા એ પરીષહજય છે. સમભાવ આદિ ચરિત્ર છે. વસ્તુસ્થિતિનું કલ્યાણપ્રેરક ચિંતન એ અનુપ્રેક્ષા છે. નિર્જરાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001201
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherJagruti Dilip Sheth Dr
Publication Year1998
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy