________________
ભારતીય તત્વજ્ઞાન નથી. આમ અહીં તે કશાનું દર્શન ન કરતો હોવા છતાં દ્રષ્ટા છે. સાંખ્યયોગ પુરુષબહુત્વવાદી હોઈ આવા મુક્ત પુરુષો અનેક છે.* મુક્ત પુરુષોને રહેવાનું કોઈ નિયત સ્થાન સાંખ્યયોગે જણાવ્યું નથી. આનું કારણ એ હોઈ શકે કે તેમને મતે પુરુષ વિભુ યા સર્વગત છે. પુરુષને જ્ઞાન હોતું નથી કારણ કે એ તો ચિત્તનો ધર્મ છે. ન્યાય-વૈશેષિક મતે મોક્ષ
ન્યાય-વૈશેષિક મતે પણ આત્યન્તિક દુઃખનિવૃત્તિ મોક્ષ છે. આપણે જોઈ ગયા કે આ દાર્શનિકો ચિત્તને માનતા નથી. પરંતુ ચિત્તના જ્ઞાન, દુઃખ વગેરે ધર્મો પુરુષમાં માને છે. આમ દુ:ખ પુરુષનો ધર્મ છે, ગુણ છે. જ્ઞાન, સુખ, દુઃખ વગેરે ગુણો અનિત્ય છે. તેઓ ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. અનિત્ય ગુણો ધરાવનાર પુરુષ કૂટસ્થનિત્યકેમ હોઈ શકે? તે માટે ન્યાય-વૈશેષિકોએ અનિત્ય ગુણોને પુરુષથી અત્યંત ભિન્ન માન્યા છે. છતાં તે ઉત્પન્ન થઈ પુરુષમાં સમવાય સંબંધથી રહે છે. તેથી દુઃખ એ પુરુષનું સ્વરૂપ નથી પણ આવો ગુણ છે. દુઃખની ઉત્પત્તિ થતી તદ્દન બંધ કરી દેવામાં આવે તો પુરુષમાં સમવાયસંબંધથી રહેતા દુઃખનો અભાવ થઈ જાય. આ જ મોક્ષ છે.
સાંખ્યના ચિત્તના જે ધર્મો છે તે વૈશેષિકના પુરુષના વિશેષ ગુણો છે. આ ગુણો નવ છે - જ્ઞાન, સુખ, દુઃખ, ઇચ્છા, દ્વેષ, પ્રયત્ન, ધર્મ, અધર્મ અને સંસ્કાર. આ નવેય ગુણોનો અત્યન્ત ઉચ્છેદ મોક્ષ છે. આત્માના આ વિશેષ ગુણોનો અત્યન્ત ઉચ્છેદ થવાથી આત્માનો પોતાનો ઉચ્છેદ થતો નથી, કારણ કે દ્રવ્યરૂપ આત્મા નિર્વિકાર, કૂટનિત્ય છે અને તેનો તેના વિશેષગુણોથી અત્યન્ત ભેદ છે. આત્માના બધા વિશેષગુણોનો જ્યારે અત્યન્ત ઉચ્છેદ થાય છે ત્યારે તેનું સ્વસ્વરૂપમાં અવસ્થાન થાય છે. પરંતુ આત્માનું સ્વરૂપ શું? ન્યાય-વૈશેષિકોએ કહ્યું નથી પણ તેમના આત્માનું
સ્વરૂપ પણ સાંખ્યના પુરુષનું જ સ્વરૂપ – દર્શન – છે તે હોય. ન્યાય-વૈશેષિકોનો આત્મા - ચેતન છે. તેમને મતે જ્ઞાનયોગ્યતા જ આત્મસ્વરૂપ છે, જે મોક્ષમાં પણ હોય છે જ.
- ઉપરની ચર્ચા ઉપરથી ફલિત થયું કે મોક્ષમાં આત્માને જ્ઞાન પણ નથી કે સુખ પણ નથી. (અને દર્શનની વાત તો ક્યાંય ન્યાય-વૈશેષિકોએ કરી જ નથી.) ન્યાયવૈશેષિકોના આવા મોક્ષની કટ આલોચના વિરોધીઓએ કરી છે. તેઓ કહે છે કે મુક્તિમાં આત્મા સુખ અને સંવેદનથી રહિત થઈ જતો હોય તો એની અને જડ પથ્થરની વચ્ચે શું અંતર રહ્યું ? મુક્ત આત્મા અને જડ પથ્થર બંને સુખ અને જ્ઞાનથી રહિત છે. જો મુક્ત આત્મા જડ પથ્થર જેવો જ હોય તો પછી તે દુઃખમુક્ત છે એમ કહેવાનો શો અર્થ ?૧૫ આના ઉત્તરમાં ન્યાય-વૈશેષિકો જણાવે છે કે કોઈ બુદ્ધિમાન માણસને એનું કહેતો સાંભળ્યો નથી કે પથ્થર દુઃખમાંથી મુક્ત થયો. દુઃખનિવૃત્તિનો પ્રશ્ન તેની જ બાબતમાં ઊઠે છે જેની બાબતમાં દુઃખોત્પત્તિ શક્ય હોય. પથ્થરમાં દુઃખોત્પત્તિ શક્ય જ નથી. તેથી મુક્ત આત્માને પથ્થર સાથે સરખાવવો યોગ્ય નથી. વળી, વિરોધીઓ
Jain Education International
For. Private & Personal Use Only
www.jainelibrary.org