________________
ભારતીય દર્શનોમાં મોક્ષવિચાર
૧૫
ચિત્તનું પ્રતિબિંબ નથી સ્વીકારતા તેઓ માને છે કે આવું પ્રતિબિંબ પણ પુરુષમાં માનીએ તો ફૂટસ્થનિત્ય પુરુષની બે અવસ્થાઓ માનવી પડે અને પરિણામે પુરુષના ફૂટસ્થનિત્યત્વને હાનિ થાય..
કોઈને પ્રશ્ન થાય કે ચિત્તના મોક્ષની વાતમાં દુ:ખમુક્તિ ક્યાં આવી ? એનો ઉત્તર આ પ્રમાણે છે : દુ:ખ એ ચિત્તની વૃત્તિ છે. દુ: ખરૂપ ચિત્તવૃત્તિ ઉદ્ભવવાનું કારણ રાગ આદિ ક્લેશો છે. ક્લેશો પણ ચિત્તવૃત્તિઓ છે. રાગ આદિ ક્લેશોરૂપ ચિત્તવૃત્તિઓનો નિરોધ થતાં દુઃખરૂપ ચિત્તવૃત્તિઓનો નિરોધ થઈ જાય છે. વિવેકાનરૂપ ચિત્તવૃત્તિથી અવિવેકજ્ઞાનરૂપ ચિત્તવૃત્તિનો નિરોધ થઈ જાય છે. અવિવેકજ્ઞાનરૂપ ચિત્તવૃત્તિનો નિરોધ થતાં રાગ આદિ ક્લેશરૂપ ચિત્તવૃત્તિઓનો નિરોધ થાય છે અને ક્લેશરૂપ ચિત્તવૃત્તિઓનો નિરોધ થતાં દુઃ ખરૂપ ચિત્તવૃત્તિઓનો નિરોધ થઈ જાય છે.૫૪
૫૫
વિવેકી ચિત્તને ક્લેશ કે દુ:ખ હોતાં નથી. વિવેકી ચિત્તને પુનર્ભવ નથી. આ જીવન્મુક્તિ છે. તેનાં પ્રારબ્ધ કર્મો ભોગવાઈ જતાં વિવેકી ચિત્ત કર્મમુક્ત થાય છે અને તેનો પ્રકૃતિમાં લય થાય છે. આ વિદેહમુક્તિ છે. આમ ક્રમથી અજ્ઞાનમુક્તિ, ક્લેશમુક્તિ, દુ:ખમુક્તિ અને કર્મમુક્તિ થાય છે.૫૦
૫૬
જેઓ પુરુષની મુક્તિની વાત કરે છે તેઓ આ પ્રમાણે જણાવે છે : પરિણામી ચિત્તની વૃત્તિઓનું પ્રતિબિંબ પુરુષમાં પડે છે. પુરુષગત ચિત્તવૃત્તિના પ્રતિબિંબનો અર્થ પુરુષનું ચિત્તવૃત્તિના આકારે પરિણમન નથી પરંતુ કેવળ પ્રતિબિંબ જ છે. તેથી પુરુષની ફ્રૂટસ્થનિત્યતાને કંઈ વાંધો આવતો નથી. ચિત્તની સ્વ-પુરુષના અવિવેકરૂપ ચિત્તવૃત્તિ, સુખાકાર બે દુઃખાકાર ચિત્તવૃત્તિ પુરુષમાં પ્રતિબિંબિત થાય છે. આમ પુરુષમાં પ્રતિબિંબાત્મક અવિવેક અને દુ:ખ છે. જ્યારે ચિત્તમાં વિવેકજ્ઞાનરૂપી વૃત્તિ જાગે છે ત્યારે ક્રમથી રાગાદિ ક્લેશોરૂપ ચિત્તવૃત્તિઓ અને દુઃખરૂપ ચિત્તવૃત્તિઓ ચિત્તમાં ઊઠતી નથી. પરિણામે પુરુષમાં પણ પ્રતિબિંબાત્મક વિવેકજ્ઞાન જાગે છે અને તેથી ક્રમરા: પ્રતિબિંબાત્મક ક્લેશરૂપ ચિત્તવૃત્તિઓ અને દુઃ ખરૂપ ચિત્તવૃત્તિઓ દૂર થાય છે. આમ પુરુષ પ્રતિબિંબાત્મક દુઃખમાંથી મુક્ત થાય છે.પ છેવટે જ્યારે ચિત્ત વિવેકજ્ઞાનરૂપ વૃત્તિનોય નિરોધ કરી સર્વે વૃત્તિઓનો નિરોધ સાધે છે ત્યારે ચિત્તનું પ્રતિબિંબ પુરુષમાં પડતું બંધ થઈ જાય છે, કારણ કે વૃત્તિરહિત ચિત્તનું પ્રતિબિંબ પુરુષમાં પડી શકતું નથી. આમ પુરુષ સાવ કેવળ બની જાય છે અને કૈવલ્ય પામ્યો એમ કહેવાય છે.
..
આમ ચિત્તનો યા ગુણોનો પોતાના મૂળ કારણમાં લય એ કૈવલ્ય છે; અથવા સ્વસ્વરૂપમાં પ્રતિષ્ઠિત ચિતિશક્તિ એ કૈવલ્ય છે.૬૧
મોક્ષમાં ચિત્તનો તો લય થઈ ગયો હોય છે. કેવળ પુરુષ જ હોય છે. પુરુષને સુખ હોતું નથી, કારણ કે હવે સુખરૂપ ચિત્તવૃત્તિનું પુરુષમાં પ્રતિબિંબ અસંભવ છે. બીજું, પુરુષ દ્રષ્ટા છે પરંતુ તેના દર્શનના વિષયભૂત ચિત્તવૃત્તિનો અભાવ હોઈ પુરુષને કશાનું દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org