________________
૧૪
ભારતીય તત્વજ્ઞાન જેમાં પૂર્યપૂર્વનાં ક્ષણિક ચિત્તો ઉત્તરઉત્તરનાં ક્ષણિક ચિત્તોનાં ઉપાદાનકારણો હોય છે, બૌદ્ધો માને છે. ચિત્તસન્નતિમાં પ્રવાહનિત્યતા છે. તેથી તેના મોક્ષની વાત કરવામાં કશું અનુચિત નથી. જે ચિત્તસગ્નતિ મળો દૂર કરી શુદ્ધ થાય છે તે જ સન્નતિ મુક્ત થાય છે, બીજી નહિ. ચિત્તસંતતિ અને ચિત્તદ્રવ્ય એ બેમાં કોઈ ખાસ ભેદ નથી.
બુદ્ધ નિર્વાણના ઉપાયો તરીકે શીલ, સમાધિ અને પ્રજ્ઞાને ગણાવ્યાં છે. વળી તેમણે આર્ય અષ્ટાંગિકમાર્ગ, સાત બોધિઅંગ, ચાર મિત્રી આદિ ભાવના (બ્રહ્મવિહાર) અને સમાધિને પણ નિર્વાણના ઉપાયો ગણાવ્યા છે. “બૌદ્ધો પણ કહે છે કે તૃષ્ણા જ દુઃખનું મૂળ છે અને કર્મબંધનું કારણ છે. જે તૃષ્ણારહિત બની પ્રવૃત્તિ કરે છે, તે દુઃખી થતો નથી અને કર્મ બાંધતો નથી. સાંખ્યયોગ દૃષ્ટિએ મોક્ષ
સાંખ્યયોગ મતે આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિભૌતિક દુઃખત્રયની આત્યંતિક નિવૃત્તિ મોક્ષ છે. સાંખ્ય યોગ ચિત્ત ઉપરવટ પુરુષ માને છે. તેથી પ્રશ્ન ઊઠે છે * કે મોક્ષ કોનો-ચિત્તનો કે પુરુષનો ? કેટલાક બંધ અને મોક્ષ ખરેખર ચિત્તના જ માને
છે. જ્યારે બીજા કેટલાક બંધ અને મોક્ષ પુરુષના માને છે. જેઓ બંધ અને મોક્ષ ચિત્તના માને છે તેઓ કહે છે : ચિત્તમાં પુરુષનું પ્રતિબિંબ પડે છે. પુરુષના પ્રકાશથી પ્રકાશિત ચિત્ત પોતે જ પુરૂષ છું એવું અભિમાન ધરાવે છે. આ ચિત્તનો અવિવેક (યા અજ્ઞાન) છે. ચિત્ત યોગસાધના દ્વારા વૃત્તિનિરોધ કરે છે અને ચિત્તમળોને દૂર કરી પોતાની શુદ્ધિ કરે છે. આવા ચિત્તમાં પુરુષનું સ્પષ્ટ અને વિશદ પ્રતિબિંબ પડે છે. હવે ચિત્તને પુરૂષના ખરા સ્વરૂપનું જ્ઞાન થાય છે અને પરિણામે પોતાનો પુરુષથી ભેદ સમજાય છે. આ છે વિવેકજ્ઞાન. વિવેકજ્ઞાનથી તે જાણે છે કે પુરુષ તો કૂટસ્થનિત્ય અને નિર્ગુણ છે, જ્યારે હું પરિણામી અને ગુણી છું. આવું વિવેકજ્ઞાન થતાં ચિત્ત પુરુષના પ્રતિબિંબને ઝીલવાનું બંધ કરી દે છે અને સંપૂર્ણ વૃત્તિનિરોધ કરી પુરુષ આગળ પોતે પ્રગટ થવાનું બંધ કરી દે છે. તેને હવે પુરુષ સાથે કોઈ સંબંધ રહેતો નથી, કારણ કે પુરુષ ચિત્તની વૃત્તિઓનો જ દ્રષ્ટા છે. પરંતુ વૃત્તિઓનો સંપૂર્ણ નિરોધ થતાં પુરુષ પોતે દ્રષ્ટાસ્વરૂપ હોવા છતાં તેનો ચિત્ત સાથેનો દ્રષ્ટાપણાનો સંબંધ પૂરો થઈ જાય છે. ચિત્ત કેવળ બની જાય છે. પુરુષનું પ્રતિબિંબ ચિત્તમાં પડતું નથી. છેવટે ચિત્તનો પોતાની મૂળ પ્રકૃતિમાં લય થઈ જાય છે. આ ચિત્તલય જ મોક્ષ છે. ચિત્તમાં પુરુષના પ્રતિબિંબનો અર્થ સમજવાનો છે ચિત્તનું પુરુષાકારે પરિણમન. ચિત્ત તે તે વિષયના આકારે પરિણમી તેને જાણે છે.
જેઓ ચિત્તનો મોક્ષ માને છે તેઓ પુરુષમાં ચિત્તના પ્રતિબિંબની વાત કરતા નથી. જેઓ પુરુષનો મોક્ષ માને છે તેઓ પુરુષમાં ચિત્તનું પ્રતિબિંબ સ્વીકારે છે. આ પ્રતિબિંબ દુર્પણમાં મુખપ્રતિબિંબ જેવું છે, પરિણામરૂપ નથી. તેમ છતાં જેઓ પુરુષમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org