________________
ભારતીય દર્શનોમાં મોક્ષવિચાર પામે છે પછી તે તેમાંથી ટ્યુત થતું નથી. આ અર્થમાં નિર્વાણને અય્યત અને નિત્ય ગણવામાં આવે છે.
રૂપાદિ પાંચ સ્કંધો જ સંસારી અવસ્થામાં એક ચિત્તનો બીજા ચિત્તથી ભેદ કરે છે અને વ્યક્તિત્વ બક્ષે છે. આ વ્યક્તિત્વને માટે “પુગલ’ શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. રૂપ આદિ પાંચ કંધો જ ચિત્તનું વ્યક્તિત્વ છે, મહોરું (mask) છે. તેમનાથી અતિરિક્ત વ્યક્તિત્વ છે જ નહિ. આ સમજાવવા માટે જ નાગસેને રથનું પ્રસિદ્ધ દષ્ટાન્ત આપ્યું છે. રથના એક એક અવયવને લઈનાગસેન પૂછે છે, “આ રથ છે”?-દરેક વખતે મિલિન્દ “ના” કહે છે. છેવટે કોઈ અવયવ કે શું બચતું નથી ત્યારે નાગસેન પૂછે છે કે તો પછી રથ ક્યાં? ચક્ર આદિ અવયવોથી અતિરિક્ત રથ નામની કોઈ અવયવી વસ્તુ નથી. અવયવોથી ભિન્ન અવયવી નામની કોઈ વસ્તુને બૌદ્ધો સ્વીકારતા નથી એ અહીં ધ્યાનમાં રાખીએ. આંધો પોતે જ વ્યક્તિત્વ છે. આ વ્યક્તિત્વને જ પુગલ કહેવામાં આવે છે. નિર્વાણમાં પાંચ સ્કંધોનો અભાવ થતાં વ્યક્તિત્વનો અર્થાત્ પુદ્ગલનો અભાવ થાય છે. પરંતુ એનો અર્થ એ નહિ કે ચિત્તનો અભાવ થઈ જાય છે. વ્યક્તિત્વવિહીન ચિત્ત તો નિર્વાણમાં રહે છે જ. અર્થાત્, નિર્વાણમાં બધાં ચિત્તો તદ્દન એકસરખાં જ હોય છે. તેમની વચ્ચે કોઈ પણ પ્રકારનો ભેદ હોતો નથી. દીપનિર્વાણનું દષ્ટાન્ત આ પુગલનિર્વાણને સમજાવે છે. તેલ ખૂટી જતાં કે વાટ સળગી જતાં દીવો જેમ હોલવાઈ જાય છે, તેનો ઉચ્છેદ થાય છે, તેમ પાંચ ધોનો અભાવ થતાં વ્યક્તિત્વનો (પુદ્ગલનો) નાશ થાય છે. ‘આત્મા’ શબ્દ ચિત્ત અને પુદ્ગલ બંનેને માટે વપરાયો હોવાથી નિર્વાણમાં ચિત્તનો અભાવ થઈ જાય છે એવી ગેરસમજ ઊભી થઈ છે.
કેટલાકના મતે દીપનિર્વાણનું દષ્ટાન્ત, મુક્ત થયેલું ચિત્ત ક્યાં જાય છે એવા પ્રશ્નનો પોતાનો ઉત્તર સમજાવવા બૌદ્ધોએ આપેલ છે. દીવો બુઝાઈ જતાં ક્યાં જાય છે? પૂર્વમાં, ઉત્તરમાં, ઉપર, નીચે, દક્ષિણમાં, ઇત્યાદિ? આવો પ્રશ્ન પૂછી બૌદ્ધો સૂચવવા માગે છે કે મુક્ત થયેલું ચિત્ત ક્યાં જાય છે એ પ્રશ્ન પૂછવો યોગ્ય નથી. તે અમુક જગ્યાએ જઈને રહે છે એમ કહેવું ઉચિત નથી. સિદ્ધશિલા જેવી કલ્પનાને બૌદ્ધો યોગ્ય ગણતા નથી.
બૌદ્ધોએ નિર્વાણના બે પ્રકાર માન્યા છે . સોપધિશેષ અને નિરુપધિશેષ. સોપધિરોષમાં રાગાદિનો નાશ થઈ જાય છે પણ પંચસ્કંધો રહે છે. અહીં ચિત્તનું પુદ્ગલ અર્થાત્ વ્યક્તિત્વ નિરાસ્રવ (રાગાદિ દોષરહિત) હોય છે. આને જીવન્મુક્તિ ગણી શકાય. નિરુપધિશેષમાં પાંચ ધોનો પણ અભાવ થઈ જાય છે. અહીં ચિત્તનું પુગલ અર્થાત્ વ્યક્તિત્વ પણ નાશ પામે છે. કેવળ ચિત્ત જ રહે છે. આને વિદેહમુક્તિ ગણી શકાય.'
બૌદ્ધોનું ચિત્ત ક્ષણિક છે, તો પછી તેના મોક્ષની વાત કરવાનો શો અર્થ ? આનો ઉત્તર એ છે કે ચિત્ત ક્ષણિક હોવા છતાં એવાં ચિત્તોની એક હારમાળાને ( = સન્તતિને),
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org