________________
ભારતીય દર્શનોમાં મોક્ષવિચાર આક્ષેપ કરે છે કે જો મુક્ત પુરુષને કંઈ જ્ઞાન ન હોય અને તેને કંઈ સુખ ન હોય તો તેની અવસ્થા મૂર્છાવસ્થા જેવી ગણાય અને મૂછવસ્થાને કોઈ નથી ઇચ્છતું, તો તેને કોણ ઈચ્છે ? આના ઉત્તરમાં ન્યાય-વૈશેષિક જણાવે છે કે બુદ્ધિમાન મનુષ્ય કદીય મૂછવસ્થા નથી ઇચ્છતો એમ માનવું બરાબર નથી. અસહ્ય વેદનાથી કંટાળી બુદ્ધિમાન મનુષ્ય પણ મૂછવસ્થા ઇચ્છે છે અને કેટલીક વાર તો આત્મહત્યા કરવા પણ તત્પર થાય છે. વળી, ન્યાય-વૈશેષિક ચિંતકો કહે છે કે સુખ અને દુઃખનિવૃત્તિ બંનેય ઈષ્ટ છે, પુરુષાર્થ છે, પરંતુ બુદ્ધિમાન વ્યક્તિને તે બેમાંથી દુઃખનિવૃત્તિ જ વધુ પ્રિય છે કારણ કે તે જાણે છે કે કેવળ સુખ પામવું અશક્ય છે, સુખ દુઃખાનુષક્ત જ હોય છે. ન્યાય-વૈશેષિકના આ પ્રસ્થાપિત સિદ્ધાંત વિરુદ્ધ નવમી શતાબ્દીના ભાવસર્વજ્ઞ નામના નૈયાયિકે મોક્ષમાં નિત્ય સુખ અને તેના સંવેદનની સ્થાપના કરી છે.*
જો પુરુષનું સ્વરૂપ દર્શન હોય તો ન્યાય-વૈશેષિકોએ દર્શનની વાત કેમ ક્યાંય કરી નથી? આપણે જાણીએ છીએ કે પુરુષના દર્શનનો વિષય ચિત્તવૃત્તિઓ છે. ચિત્તને ન માનવાથી ચિત્તવૃત્તિઓનો અભાવ છે. તેથી ન્યાય-વૈશેષિકોના પુરુષને દર્શનના વિષયનો સદંતર સર્વકાળે અભાવ છે. એટલે ન્યાય-વૈશેષિકોએ દર્શનની વાત કરી લાગતી નથી. ચિત્તને ન માનવા છતાં વૃત્તિઓ તો ન્યાય-વૈશેષિકોએ માની છે, અલબત્ત તે પુરુષગત છે. પુરુષમાં સમવાયસંબંધથી રહેતી વૃત્તિઓનું દર્શન પુરુષ કરે છે એમ માનવામાં ન્યાય-વૈશેષિકોને શી આપત્તિ છે? કોઈ આપત્તિ જણાતી નથી. અલબત્ત, તેમ માનતાં તેમણે જ્ઞાન કદી અસંવિદિત રહેતું નથી એમ માનવું પડે, જ્ઞાન સંવિદિત જ ઉત્પન્ન થાય
છે એમ માનવું પડે - જે એમને ઈષ્ટ નથી. કદાચ એ કારણે દર્શનને તેમણે સ્વીકાર્યું જ ન . હોય એમ બને.
અનાત્મ દેહ વગેરેમાં આત્મબુદ્ધિ મિથ્યાજ્ઞાન છે.” અનાત્મ દેહ વગેરેમાં અનાત્મબુદ્ધિ અને આત્મામાં આત્મબુદ્ધિ તત્ત્વજ્ઞાન છે." તત્ત્વજ્ઞાનથી મિથ્યાજ્ઞાન દૂર થાય છે. મિથ્યાજ્ઞાન દૂર થતાં અનાત્મ શરીર વગેરે પ્રત્યેનો મોહ – રાગ દૂર થાય છે. અર્થાત્ મિથ્યાજ્ઞાન દૂર થતાં રાગ વગેરે દોષો દૂર થાય છે. રાગ વગેરે દોષો દૂર થતાં વ્યક્તિની પ્રવૃત્તિ નિર્દોષ બની જાય છે. આવી રાગાદિદોષરહિત પ્રવૃત્તિ પુનર્ભવનું કારણ નથી. દોષરહિત પ્રવૃત્તિ કરનારનો પુનર્ભવ અટકી જાય છે. પ્રવૃત્તિ દોષરહિત હોવાથી નવાં કર્મો બંધાતાં નથી. તેથી જે રાગ વગેરે દોષોથી મુક્ત થઈ ગયો હોય છે તે વિહરતો હોવા છતાં મુક્ત છે - જીવન્મુક્ત છે. આ અવસ્થાને અપરામુક્તિ કહેવામાં આવે છે.
જે રાગ વગેરે દોષોથી મુક્ત થયો હોય છે તેનો પુનર્ભવ અટકી ગયો હોવા છતાં અને તે નવાં કર્મો બાંધતો ન હોવા છતાં તેનાં પૂર્વકૃત કર્મોનાં બધાં ફળ ભોગવાઈન જાય ત્યાં સુધી તેને છેલ્લા જન્મમાં જીવવાનું હોય છે.૫ અનન્ત જન્મોમાં કરેલાં કર્મો એક જન્મમાં કેવી રીતે ભોગવાઈ જાય એવી શંકા અહીં કોઈને થાય. આ શંકાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org