________________
૧૧૩
ભારતીય દર્શનોમાં ઈશ્વર ઈશ્વર વિષ્ણુને પામી તેના દેહને સંશ્રિત રહેવા છતાં આનન્દ આદિ ગુણોની અનુભૂતિ તરતમભાવે કરે છે. મુક્ત જીવો ઈશ્વર સાથે પરમ સામ્ય પામવા છતાં ઈશ્વર સાથે એક બની જતા નથી. “મોક્ષમાં જીવ સાયુજ્ય પામે છે અર્થાત્ ઈશ્વરમાં પ્રવેશ કરી ઈશ્વરશરીર વડે આનન્દભોગ કરે છે. પ્રકૃતિ સર્વ જડ પદાર્થોનું (જગતનું) મૂળ ઉપાદાનકારણ છે. ઈશ્વર જગતનું નિમિત્તકારણ છે. જીવોનાં પૂર્વકૃત કર્મોને ધ્યાનમાં રાખી ઈશ્વર પ્રકૃતિમાંથી જગતનું સર્જન કરે છે. જગતનાં સર્જન-સંહાર ઈશ્વરની લીલા છે. ૧૦
માધ્ધ ઈશ્વરવાદની સમીક્ષામાં બે શબ્દો કહેવા જરૂરી છે. જીવ અત્યન્ત ઈશ્વરપરતત્ર છે. ઈશ્વર જીવનો નિયામક છે. જીવને સર્વ કર્મોમાં તે જ પ્રેરે છે. એટલે જીવોનાં સર્વ કર્મોનો કર્તા તે જ કરે છે. તેના અનુગ્રહ વિના કોઈ પણ કાર્યનું સંપાદન જીવ કરી શકતો નથી. જીવના બધ-મોક્ષનો કર્તા પણ તે જ છે. આમ ઈશ્વરેચ્છા જ સર્વોપરિ છે. તેનું જ એકચક્રી શાસન છે. ઈશ્વરની ઇચ્છા વિના એક પાંદડું પણ હલતું નથી.’ ઈશ્વરની ઇચ્છા વિના જીવ ઈશ્વરની ભક્તિ-ઉપાસના પણ કરી શકે નહિ. ઈશ્વરે પોતે કોના ઉપર અનુગ્રહ કરવો તે પણ ઈશ્વરેચ્છાને જ અધીન છે. આવા ઈશ્વરવાદ આગળ કર્મફલનો કાર્યકારણભાવ (કર્મસિદ્ધાન્ત) અત્યન્ત નિર્વીય અને તદ્દન નિરર્થક બની જાય છે. ફળનું કારણ કર્મ નથી પણ ઈશ્વરેચ્છા જ છે. આવો ઈશ્વરવાદ માનનારે બિલકુલ ખટકો રાખ્યા વિના કહી દેવું જોઈએ કે ઈશ્વર જીવકર્મનિરપેક્ષ જ જગન્નિર્માણ કરે છે. નિષ્ફરતા વગેરે દોષોને ઈશ્વરમાં આવતાં અટકાવવા ઈશ્વરનું જીવકર્મસાપેક્ષ જગત્કર્તુત્વ માનવાનો વિચાર ઈશ્વરની જે પ્રકારની સર્વોપરિતા આ ઈશ્વરવાદ સ્વીકારે છે તેની સાથે તદ્દન અસંગત અને વિરોધી છે. જીવગત સ્વતંત્ર ઇચ્છાશક્તિ (freedom of choice), સ્વપુરુષાર્થ (efforts), સ્વસુધારણા (self-reform, self-development), નૈતિક જવાબદારી (moral responsibility) જેવી કોઈ પણ વસ્તુનું સ્થાન આ ઈશ્વરવાદમાં સંભવે જ નહિ. તેમનું પણ સ્થાન છે એમ માનવું અજ્ઞાનતા છે. દાર્શનિક વૈચારિકતા ઉપર પૌરાણિક ધાર્મિકતાના પ્રબળ પ્રભાવનું ઘોતક આ બધું છે.
(૪) નિમ્બાર્ક અને ઈશ્વર નિમ્બાર્ક રામાનુજની જેમ ત્રિત્વવાદી છે. તે પણ બ્રહ્મ (ઈશ્વર), ચિત્ અને અચિત્ર ત્રણ તત્ત્વો માને છે. તેમની વચ્ચે તે ભેદભેદનો સંબંધ માને છે. તેમની વચ્ચે સર્વથા તાદામ્ય (અભેદ) નથી, કારણ કે એવો સંબંધ માનવાથી તેમના સ્વભાવ અને ગુણોના ભેદનો ખુલાસો કરવો અશક્ય બની જાય. વળી, તેમની વચ્ચે સર્વથા ભેદ માનીએ તો ઈશ્વરને જીવ(ચિતુ) અને જડ જગત(અચિત)થી તદ્દન ભિન્ન માનવો પડે અને પરિણામે ઈશ્વરનું આનન્ય જોખમાય. એટલે તેમની વચ્ચે અમુક દષ્ટિએ ભેદ અને અમુક દષ્ટિએ અભેદ એમ ભેદભેદનો સંબંધ છે. ભેદનો અર્થ એ છે કે જીવ અને જડની પૃથફ સત્તા તો છે પરંતુ તે ઈશ્વરને અધીન છે, અર્થાત્ “પરત~ સત્તાભાવ છે. અભેદનો અર્થ એ છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org