SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ - ભારતીય તત્વજ્ઞાન તે બંનેની ઈશ્વરથી સ્વતંત્ર સત્તા નથી, અર્થાત્ “સ્વતન્નસત્તાભાવ છે. આમ ‘ભેદ અને ‘અભેદ' અર્થાત્ દ્વત’ અને ‘અત’ બને સાચા છે. ૧૫ નિમ્બાર્ક અનુસાર બ્રહ્મ સગુણ જ છે. અને તે જ ઈશ્વર છે. પંડિત સુખલાલજી તેમના પુસ્તક ભારતીય તત્ત્વવિદ્યામાં લખે છેઃ “ નિમ્બાર્ક પણ બ્રહ્મતત્ત્વની ઈશ્વરરૂપે સ્થાપના કરી તેને જ વિષ્ણુ કહે છે. એ પણ પારમાર્થિક ભેદભેદ યાદ્વૈતાદ્વૈતવાદી છે. એને મને પણ પરમ બ્રહ્મ વિષ્ણુ જ વાસ્તવિક ચરાચર જગતનું ઉપાદાન અને નિમિત્તકારણ છે. એ પણ પોતાની સ્થાપનામાં મુખ્યપણે આગમપ્રમાણનો આધાર લે છે. અને પ્રાણિકર્મસાપેક્ષ જ સૃષ્ટિ સ્વીકારે છે.’ આ દર્શાવે છે કે જીવ અને જગત બંને ઈશ્વરનો પરિણામ છે અને તેથી તે બંને ઈશ્વરથી ભિન્નભિન્ન છે. - ઈશ્વર સર્વ શ્રેય ગુણોથી રહિત છે (નિર્ગુણ પદનો આ અર્થ છે). તે સર્વ કલ્યાણગુણોનો ભંડાર છે. ૧૩ આ ગુણો અનન્ત છે. પ્રત્યેક ગુણ નિરતિશય અને અનન્ત છે. નિમ્બાર્ક આ ગુણોને બે શ્રેણીમાં વિભક્ત કરે છે. એક શ્રેણીમાં સર્વજ્ઞત્વ, સર્વશક્તિમત્ત્વ, જગન્નિર્માતૃત્વ, કર્મફલદાતૃત્વ, મોક્ષદાતૃત્વ, સર્વવ્યાપિત, નિયંતૃત્વ, કઠોરત્વ, વગેરે ગુણોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે ગુણો જગતનાં સર્જન, સ્થિતિ, સંહાર, નિયમન માટે જરૂરી છે. બીજી શ્રેણીમાં સૌર્ય, આનન્દ, કરણા, કોમલતા, વગેરે ગુણોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે ગુણો ભક્તોને માટે પ્રીતિ અને આનન્દનો આકર છે. જીવો અનન્ત છે. જીવ નિયમ્ય છે, ઈશ્વર નિયન્તા છે. જીવ સદા ઈશ્વરને અધીન છે, મુક્તદશામાં પણ તે ઈશ્વરને અધીન જ હોય છે. ઈશ્વર જીવ સાથે જેવો ઇચ્છે તેવો વ્યવહાર કરી શકે છે. જીવ પોતાનાં સર્વકાર્યો માટે ઈશ્વરાધીન છે – ત્યાં સુધી કે જીવનું કર્મકર્તૃત્વ પણ જીવની પોતાની જ ઇચ્છાને અધીન નથી. નિયન્તા ઈશ્વર પોતાની જા ઇચ્છા અનુસાર જીવમાં કર્તુત્વ ઉત્પન્ન કરે છે. એટલે જ કૃતિ કહે છે કે ઈશ્વર મનુષ્યોનાં હૃદયમાં પ્રવેશી એમનું શાસન કરે છે. વિમૂઢ જીવ જ પોતાને કર્તા માને છે. જીવ પોતાના જ્ઞાન અને ભોગની પ્રાપ્તિ માટે પણ ઈશ્વરાશ્રિત છે. જીવ ઈશ્વરનો અંશ છે. અંશનો અર્થ અવયવ યા ભાગ નથી પરંતુ શક્તિ છે. ઈશ્વર સર્વશક્તિમાન છે અને જીવ તેની એક શક્તિ છે. ઈશ્વરની કૃપાથી જ જીવને સાચા સ્વરૂપનું જ્ઞાન થાય છે. ૧૫મુક્તિનો ઉપાય શરણાગતિ (પ્રપત્તિ) છે. પ્રપન્ન થતાં જ જીવ ઉપર ઈશ્વરનો અનુગ્રહ થાય છે. અનુગ્રહ થતાં જ ઈશ્વર પ્રતિ રાગાત્મિકા ભક્તિ ઉદય પામે છે. આ પ્રેમા ભક્તિનું ફળ છે ઈશ્વરનો સાક્ષાત્કાર. મોક્ષમાં ઈશ્વર સાથે મળી જીવ એકાકાર બનવા છતાં પોતાનું અલગ વ્યક્તિત્વ જાળવી રાખે છે. ઈશ્વર અને જીવ વચ્ચે ભેડાભેદ સંબંધ સ્વાભાવિક છે અને બદ્ધ તેમ જ મુક્ત બંને જીવદશાઓમાં આ સંબંધ નિયત છે. ૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001201
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherJagruti Dilip Sheth Dr
Publication Year1998
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy