________________
૧૧૨
ભારતીય તત્વજ્ઞાન કર્મ છે જ નહિ, તેનું કારણ તો ઈશ્વરેચ્છા છે, એમ સ્વીકારવું. ઈશ્વર અમુક જીવોને દુઃખ ઇચ્છે છે તેનું કારણ શું? બે ઉત્તર આપી શકાય-એક તો તેનું કારણ અગમ્ય છે અને બીજો એ કે જીવોના પરિપાક માટે તેમના જ હિતાર્થે દુઃખમાં તપવું જરૂરી હોઈ ઈશ્વર તેમનું દુઃખ ઇચ્છે છે. ઈશ્વર બધા જ જીવોનું કલ્યાણ જ ઇચ્છે છે પણ કલ્યાણ કરવા માટે તે જુદા જુદા ઉપાયો યોજે છે, ઇચ્છે છે.
(૩) મધ્ય અને ઈશ્વર - માધ્વ મત અદ્વૈતવાદી નથી. પોતાના પુસ્તક “ભારતીય તત્ત્વવિદ્યામાં પંડિત સુખલાલજી લખે છે : “એનું (મધ્વનું) તત્ત્વજ્ઞાન જોતાં તો એમ જ લાગે છે કે તેના ઉપર મુખ્યપણે પ્રભાવ ન્યાયવૈશેષિક તત્ત્વજ્ઞાનનો છે... મધ્યપરંપરા ઈશ્વરને સૃષ્ટિના કર્તા, સંહર્તા તરીકે વર્ણવે છે અને પ્રાણીઓના ધર્માધર્મને અનુસરી સૃષ્ટિ નિર્માણ કરે છે એમ પણ કહે છે. આ રીતે જોતાં, જેમ ચાયવૈશેષિક પરંપરા ઈશ્વરને પ્રાણિકર્મસાપેક્ષા કર્તા માને છે, તેમ મધ્યપરંપરા પણ માને છે.'
પંડિતજીએ ઈશ્વરવિષયક માધ્વ મતનું ન્યાયશેષિક (ઉત્તરકાલીન) મત સાથે સામ્ય દર્શાવ્યું, તે સાચું છે. હવે માધ્ધ ઈશ્વરવાદની વિશેષતાઓ પ્રતિ ધ્યાન આપીએ. - મધ્ય અનુસાર વીસ દ્રવ્યો છે. તે વીસમાં પરમાત્મા (ઈશ્વર), જીવ અને પ્રકૃતિ એ ત્રણ દ્રવ્યોને ગણાવવામાં આવ્યાં છે. તે ત્રણ દ્રવ્યો એકબીજાથી ભિન્ન અને પૃથફ છે. નિર્ગુણ બ્રહ્મનો સ્વીકાર નથી. બ્રહ્મ સગુણ જ છે. તે ઈશ્વર છે, પરમાત્મા છે. તે વિષ્ણુ છે. તે નિત્યમુક્ત અને એક છે. તે અનન્ત કલ્યાણગુણોથી પરિપૂર્ણ છે. તેનામાં રહેલા કલ્યાણગુણોમાંનો પ્રત્યેક કલ્યાણગુણ નિરવધિક અને નિરતિશય છે. તે ઉત્પત્તિ, સ્થિતિ, સંહાર, નિયમન, જ્ઞાન, આવરણ, બંધ અને મોક્ષ આ આઠનો કર્તા છે. તે જીવ અને પ્રકૃતિથી વિલક્ષણ છે. જ્ઞાન, આનન્દ આદિ કલ્યાણગુણો જ તેનું શરીર છે. તે સર્વસ્વતત્ર છે. તે એક હોવા છતાં અનેક અવતાર લે છે. તેના બધા અવતારો પરિપૂર્ણ છે. સ્વરૂપ, કરચરણ આદિ અવયવો તેમ જ જ્ઞાન, આનન્દ આદિ કલ્યાણગુણોની દષ્ટિએ મત્સ્ય આદિ તેના અવતારો તેનાથી અત્યન્ત અભિન્ન છે. તેનામાં અઘટિતઘટનાપટીયસી અચિન્ય શક્તિ છે. તેના વડે તે વિચિત્ર કાર્યોનું સંપાદન કરે છે. તેનાથી ગુણમાં કંઈક ન્યૂન, નિત્યમુક્તા, દિવ્યશરીરધારિણી લક્ષ્મી તેની ભાર્યા તેનાથી ભિન્ન અને તેને અધીન છે. ૦૫ જીવો અનેક છે. ઈશ્વર જીવથી ભિન્ન અને પૃથક હોવા છતાં તે જીવનો નિયામક છે. જીવના બંધ-મોક્ષનો કર્તા છે. ઈશ્વરના નૈસર્ગિક અનુગ્રહ વિના પરત– જીવ સાધારણ કાર્યોનું સંપાદન પણ કરી શકતો નથી, તો મુક્તિના સંપાદનની તો વાત જ ક્યાં રહી? ભક્તિ મોક્ષનું સાધન છે. ધ્યાન પણ ભક્તિનું જ રૂપ છે, કારણ કે ઈતર વિષયોના તિરસ્કારપૂર્વક ઈશ્વરવિષયક અખંડ સ્મૃતિ પોતે જ ધ્યાન છે. ભક્તિના ઉદય પછી પરમ ઈશ્વરાનુગ્રહનો ઉદય થાય છે અને ઈશ્વરાનુગ્રહથી મોક્ષ થાય છે. મોક્ષમાં જીવો
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org