________________
ભારતીય દર્શનોમાં ઈશ્વર
૧૧૧ , (જેનું પરમરૂપ પ્રપત્તિ અર્થાત્ શરણાગતિ છે) દ્વારા ઈશ્વરને પ્રાપ્ત કરે છે. આશય એ છે કે ભક્તિયોગથી ઈશ્વર પ્રાપ્ત થાય છે, પરંતુ એ ભક્તિ માટે જરૂરી છે વિશુદ્ધ ચિત્ત અને ચિત્તવિશુદ્ધિ વિશુદ્ધ જ્ઞાન તથા કર્મ દ્વારા સાધ્ય છે. તેથી ઈશ્વરભક્તિ માટે જ્ઞાન અને કર્મનો સહકાર જરૂરી છે. ભક્ત પ્રતિ ઈશ્વરની અનુગ્રહશક્તિનો ઉદય ભક્તોની દીનદશાના નિરીક્ષણમાત્રથી આપોઆપ જ થાય છે. પ્રપત્તિ અને ઈશ્વરાનુગ્રહથી જીવનો મોક્ષ થાય છે. મોક્ષમાં તે ઈશ્વરસદશ બની જાય છે અને ઈશ્વરસાયુજ્ય પામે છે. ૯૯ મુક્ત જીવ સર્વજ્ઞ અને સત્યસંકલ્પ હોય છે પરંતુ સર્વકર્તૃત્વ ગુણ ધરાવતો નથી. “વૈકુંઠમાં ઈશ્વરના કિંકર બની રહેવું એ જ પરમ મુક્તિ છે.
ભક્તો ઉપર અનુગ્રહ કરવા માટે તથા જગતની રક્ષા કરવા માટે ઈશ્વર પાંચ રૂપો ધારણ કરે છે-અર્ચા, વિભવ, બૃહ, સૂક્ષ્મ અને અન્તર્યામી. પ્રતિમા વગેરે ઈશ્વરનું અર્થારૂપ છે. રામ આદિ અવતાર ઈશ્વરનું વિભવરૂપ છે. વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન તથા અનિરુદ્ધ આ ચાર ઈશ્વરનું વ્યુહરૂપ છે. અપહતપાખતા, હિજરતા, મૃત્યુરાહિત્ય, વિશોતા, અપિપાસિતા તથા સત્યકામતા આ છ ગુણોથી યુક્ત વાસુદેવ જ ઈશ્વરનું સૂક્ષ્મરૂપ છે. સકલ જીવોના નિયામક હોવું એ જ ઈશ્વરનું અન્તર્યામીરૂપ છે. ઈશ્વરના પાંચ રૂપોની આ કલ્પના રામાનુજે પ્રાચીન ભાગવત સંપ્રદાય યા સાત્વત મતમાંથી ગ્રહણ કરી છે.
ઈશ્વરને બ્રહ્મ અને પુરુષોત્તમ કહેવામાં આવે છે. જે બૃહત્વ ધરાવે છે તે બ્રહ્મ. બૃહત્વ એટલે સ્વરૂપમાં અને ગુણમાં અનવધિક અતિશયવાળા હોવું તે. આવા અતિશયવાળો ઈશ્વર (સર્વેશ્વર) છે. તેથી તે બ્રહ્મ છે. તે અસંખ્ય માંગલિક ગુણોનું નિધાન છે. તે જગતનું ઉપાદાન તથા નિમિત્તકારણ છે. તે જગતનો કર્તા છે પરંતુ જીવકર્મસાપેક્ષ કર્તા છે-જીવોનાં કર્મોને લક્ષમાં રાખી ઈશ્વર જગતનું નિર્માણ કરે છે.
રામાનુજની ઈશ્વર વિશેની માન્યતા મહદંશે ભાગવત, વૈષ્ણવ પુરાણોની ધાર્મિક્તાથી અત્યન્ત પ્રભાવિત છે.
પ્રપત્તિ અને ઈશ્વરાનુગ્રહ આગળ કર્મસિદ્ધાન્તનું બળ અત્યન્ત ક્ષીણ બને છે. વળી, જીવનો નિયના, અન્તર્યામી પ્રેરક ઈશ્વર છે. જીવોને કર્મો કરવા ઈશ્વર પ્રેરે છે. તો , પછી કર્મો માટે જીવને જવાબદાર કેવી રીતે ગણી શકાય અને કર્મોનાં ફળ જીવ શા માટે ભોગવે? જેમ શરીરસ્થ આત્મા શરીરને કર્મો કરવા પ્રેરે છે તેવી જ રીતે ઈશ્વર પોતાના શરીરભૂત જીવને કર્મોમાં પ્રેરે છે. એટલે જેમ શરીરકૃત કર્મનો ખરો કર્તા આત્મા જ ગણાય છે તેમ શરીરભૂત જીવે કરેલા કર્મનો ખરો કર્તા ઈશ્વર ન ગણાય? અને જેમ આત્મા કર્મનું ફળ ભોગવે છે તેમ ઈશ્વરે કર્મનું ફળ ન ભોગવવું પડે? આ આપત્તિમાંથી ઉગરવાનો એક માત્ર ઉપાય એ છે કે કર્મસિદ્ધાન્તને તદ્દન ખોટો ગણી તેનો ત્યાગ કરવો અને તેના સ્થાને ઈશ્વરેચ્છાને જ સ્થાપવી. જે ફળ જીવને મળે છે તેનું કારણ તેણે કરેલું
Jain Education International
For Private & Personal Use Only
• www.jainelibrary.org