________________
જૈનદર્શનની દૃષ્ટિએ આઈન્સ્ટાઈનના વિશિષ્ટ.. 2,00,000 = 5,00,000 કિમી/સે. થતો નથી અને પ્રકાશિત પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં 3,00,000-2,00,000 = 1,00,000 કિમી/સે. થતો નથી.
અને આઇન્સ્ટાઇનની આ માન્યતા તદન સત્ય જ છે, છતાં જ્યારે પ્રકાશિત પદાર્થનો વેગ, પ્રકાશના વેગ કરતાં વધી જાય છે, ત્યારે પ્રકાશનો વેગ પણ પ્રકાશિત પદાર્થના વેગ જેટલો જ ગણવો જોઈએ, અને તે સંજ્ઞામાં નીચે પ્રમાણે દર્શાવી શકાય.
C = પ્રકાશનો વેગ 3,00,000 કિમી/સે. V = પ્રકાશિત પદાર્થનો વેગ, V+ C = C, જો V<C, હોય તો, પરંતુ V>c હોય તો એ + C = Vથાય. અને આ પરિસ્થિતિમાં જેમ જેમvની કિંમત એટલે કે પ્રકાશિત પદાર્થનો વેગ વધતો જશે, તેમ તેમ પ્રકાશનો વેગ પણ વધતો જશે, મતલબ કે પ્રકાશનો વેગ અચળ રહેશે નહિ. અવાજના વેગ ઉપર અવાજ ઉત્પન્ન કરનાર પદાર્થના વેગની અસર અત્યારે વર્તમાન જગતમાં સુપરસોનિક વિમાનોનું અસ્તિત્વ ચાલુ છે, જમ્બો જેટ અને યુદ્ધનાં વિમાનો અત્યારે ધ્વનિ કરતાં વધુ વેગથી ઊડે છે અને કેટલાંક વિમાનો તો અવાજ કરતાં પણ ત્રણ ગણી, ચાર ગણી ઝડપે ઊડે છે ત્યારે તે સુપરસોનિક વિમાનો ધ્વનિપટલ કઈ રીતે ભેદે છે, તે જોઈએ.
જયારે વિમાન ઊડવાની શરૂઆત કરે છે, તે પહેલાં વિમાન સ્થિર હોય છે. તે સ્થિતિમાં તેની ઝડપ શૂન્ય હોય છે, પછી તેના એન્જિનો વડે બળ મેળવીને વિમાનની ઝડપ વધે છે. હવે જ્યાં સુધી વિમાનનો વેગ, ધ્વનિના વેગ કરતાં ઓછો હોય ત્યાં સુધી, આગળ અવાજનાં મોજાં અને તેની પાછળ વિમાન, એ રીતે બંનેની ગતિ થાય છે.
જ્યારે ધ્વનિના વેગ જેટલો જ વેગ વિમાનનો થઈ જાય છે ત્યારે અવાજ ઉત્પન્ન કરનાર એન્જિન અને ધ્વનિ, બંને સાથે સાથે ગતિ કરે છે અને વિમાનની આગળ જ વિમાનના એન્જિને ઉત્પન્ન કરેલ અવાજના બધા જ તરંગો ભેગા થઈ જાય છે અને આ ભેગા થયેલા ધ્વનિ તરંગો ધ્વનિની એક અદશ્ય-અભેદ્ય દીવાલ બનાવી દે છે. પણ
જ્યારે વિમાન અવાજ કરતાં સહેજ પણ વધુ વેગ મેળવી લે છે, ત્યારે તે વિમાન પોતાની આગળ બનેલ ધ્વનિ તરંગોની અદશ્ય દીવાલને તોડી નાખે છે. આ સમયે પ્રચંડ ધડાકો થાય છે. ત્યાર પછી તે જ વિમાનના મુસાફરો, તે જ વિમાનનો અવાજ સાંભળી શકતા નથી કારણ કે વિમાનના અવાજ કરતાં વિમાનનો વેગ વધુ હોવાથી વિમાન આગળ જાય છે, અને તેનો ધ્વનિ પાછળ રહી જાય છે. આથી તે ધ્વનિ વિમાનના મુસાફરોના કાન સુધી પહોંચી શક્તો નથી.
આ હકીકત બતાવે છે કે અવાજના વેગ કરતાં, ધ્વનિ ઉત્પન્ન કરનાર પદાર્થનો વેગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org