SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદર્શનનાં વૈજ્ઞાનિક રહસ્યો સામાન્ય રીતે એવી માન્યતા પ્રવર્તે છે કે દહીં બેક્ટેરિયા વગર બનતું નથી માટે દહીં ખાવું ન જોઈએ. પરંતુ બેક્ટેરિયા ઘણા પ્રકારના હોય છે. માઇક્રોબાયોલૉજી(સૂક્ષ્મ જીવાણુ વિજ્ઞાન)ના અભ્યાસથી એમ જણાય છે, કે અમુક પ્રકારના બેક્ટેરિયા જે દૂધ વગેરેમાં હોય છે, તે ક્યારેય કોઈપણ પ્રકારના ઉપાયથી મરતા નથી, પછી ભલે ને દૂધને અડધા કલાક સુધી ઉકાળ્યા કર્યું હોય, કારણ કે આવા પ્રકારના બેક્ટેરિયા પોતાની આજુબાજુનું તાપમાન વધતાંની સાથે જ પોતાની ચારે બાજુ એક સુરક્ષા કવચ (spore) બનાવી લે છે અને જયાં સુધી આજુબાજુનું વાતાવરણ પોતાને અનુકૂળ નથી થતું ત્યાં સુધી સુરક્ષા કવચમાં સુષુપ્ત રહે છે. 272 દૂધમાંથી દહીં બનાવનાર બેક્ટેરિયા પણ વિશિષ્ટ પ્રકારના હોય છે. આપણા શરીરમાં પણ ઘણી જાતના બેક્ટેરિયા અને જીવાણુઓ-કીટાણુઓ છે. દહીંને બદલે દૂધ લઈએ તોપણ એ દૂધ જ્યારે પેટમાં જાય છે, ત્યારે ત્યાં હાઇડ્રોક્લોરિક ઍસિડ એમાં ભળવાથી દહીંમાં રૂપાંતર પામે છે, માટે જ આપણે માનવું જોઈએ કે દહીંમાં બેક્ટેરિયા હોવા છતાં તેનો ભોજનમાં ઉપયોગ કરી શકાય છે, કારણ કે તેઓના જીવનને અનુકૂળ પર્યાવરણ આપણા શરીરમાં હોય છે, માટે તેઓનું મૃત્યુ થતું નથી. એટલા માટે જ દહીંનો જૈન ધર્મશાસ્ત્રોમાં નિષેધ કરવામાં આવ્યો નથી, પરંતુ તે જ દહીં બે રાત્રિ પસાર થઈ ગયા પછી અભક્ષ્ય બની જાય છે, કારણ કે તેમાં દહીં બનાવનારા બેક્ટેરિયાની વૃદ્ધિ પુષ્કળ પ્રમાણમાં થઈ ગઈ હોય છે અને તે સિવાય બીજા પણ જીવાણુઓની ઉત્પત્તિનો સંભવ હોય છે. વૈજ્ઞાનિક દૃષ્ટિએ બધા જ ખાદ્ય પદાર્થો ઓછાવત્તે અંશે જીવાણુ - કીટાણુ અને બેક્ટેરિયાથી યુક્ત હોય છે, એટલે કોઈપણ પદાર્થ આપણા માટે ભક્ષ્ય બની શકતો નથી, પરંતુ બેક્ટેરિયા હોવાથી જ બધા પદાર્થ અખાદ્ય બની જતા નથી. અહીં બીજી પણ એક વાત બતાવવી જરૂરી છે કે અડદ, મગ, ચોળા ચણા, મેથી વગેરે કઠોળ, જેમાંથી તેલ નીકળતું નથી એવી દ્વિદળ વનસ્પતિ સાથે કાચા દૂધ-દહીં (ગોરસ) અભક્ષ્ય છે, પરંતુ જેમાંથી તેલ નીકળી શકે છે, તેવી દ્વિદળ વનસ્પતિ તલ, મગફળી, ચારોળી, બદામ વગેરે સાથે કાચું દૂધ-દહીં ભક્ષ્ય છે. વિદળ-વિષયક ગાથા આ પ્રમાણે છે. -: जंमि उ पिलिज्जते, नेहो न हु होइ बिंति तं विदलं । विदलं विहु उप्पने नेहजुअं होइ नो विदलं ॥ 1 ॥ मुग्ग मासाइपभिई विदलं कच्चमि गोरसे पडइ । ता तस जीवप्पत्ति भणति दहिए वि दुदिणुवरिं ।। 2 ।। (आनंदसुंदर) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001200
Book TitleJain Darshanna Vaigyanik Rahasyo
Original Sutra AuthorN/A
AuthorNandighoshvijay
PublisherBharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
Publication Year2000
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Science
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy