________________
271
વિગઈ અને મહાવિગઈ માટે આવા પ્રકારના દૂધનો ત્યાગ કરવો ઉચિત છે, પરંતુ ભારતમાં આવું થવાની સંભાવના ઘણી ઓછી છે.
જૈન શાસ્ત્રોમાં વિગઈ વિભાગમાં સામાન્ય રીતે ગાય, ભેંસ, બકરી, ઊંટડી અને ઘેટીના દૂધને વિગઈ તરીકે બતાવ્યા છે. આ પાંચ પ્રકારના દૂધને જ વિગઈ કહેવામાં આવે છે. અન્ય કોઈપણ પશુના દૂધને વિગઈ તરીકે બતાવવામાં આવ્યું નથી. - દૂધમાં કેસીન નામનું પ્રોટીન (80%) છે અને તે હોજરીમાં ઉત્પન્ન થતા હાઇડ્રોક્લોરિક (HCL) ઍસીડ/તેજાબ તથા રેનિન નામના પાચકરસથી સુપાચ્ય છે. દૂધમાં રહેલી ચરબી પણ સુપાચ્ય છે. સાથે સાથે લેક્ટોઝ(Lactose) નામનું કાર્બોહાઈડ્રેટ પણ છે. દૂધમાં સોડિયમ, ફોસ્ફરસ, સલ્ફર, મેગ્નેશિયમ, કેશ્યમ, લોહ વગેરે ખનીજ તત્વો પણ છે. સાથે સાથે લોહ ઘણા ઓછા પ્રમાણમાં છે, છતાં તેની ગુણવત્તા ઉત્તમ પ્રકારની હોવાથી, તે લોહીમાં જલ્દીથી ભળી જાય છે. 2. દહી દૂધમાંથી દહીં બનાવવામાં આવે છે. જૈન ધર્મગ્રંથોમાં દહીંના ચાર પ્રકાર બતાવ્યા છે. ગાય, ભેંસ બકરી અને ઘેટીના દૂધને જમાવવાથી દહીં બને છે. ઊંટડીના દૂધમાંથી દહીં બની શકતું નથી, માટે દૂધના પાંચ પ્રકાર હોવા છતાં દહીંના ફક્ત ચાર જ પ્રકાર છે.? દહીં ભક્ષ્ય કે અભક્ષ્ય? કેટલાક કહે છે કે જ્યારે દૂધ બગડી જાય અર્થાત્ ચલિત રસ થઈ જાય ત્યારે દહીં બને છે. તો કેટલાક કહે છે કે બેક્ટરિયા વગર દહીં બનતું જ નથી. પ્રયોગશાળામાં સૂક્ષ્મ દર્શક યંત્ર દ્વારા દહીમાં ઘણા સજીવ બેક્ટરિયા જોવામાં આવ્યા છે, માટે હિંસા - અહિંસાની દૃષ્ટિએ પણ દહીં અભક્ષ્ય છે.
જે મનુષ્ય એમ માને છે કે દહીં ચલિતરસ અથવા બગડેલું દૂધ જ છે, તો તેની આ માન્યતા નિશ્ચિત ભ્રમ જ છે. દૂધનું બગડી જવું અને દહીં બનાવવું, બંને પ્રક્રિયામાં ઘણું અંતર છે. હવામાન અથવા વાતાવરણના તાપમાનના કારણે, દૂધમાં દહીં નાખ્યા વગર જ દૂધ બગડી જાય છે, ત્યારે તેના વર્ણ, ગંધ, રસ વગેરે દહીં જેવા હોતા જ નથી. તેમાં બેક્ટરિયાને બદલે બીજી જ જાતના જીવાણુ પેદા થાય છે. જ્યારે દૂધમાં દહીં નાખવાથી દહીંના બેક્ટરિયા જેને લેક્ટોબેસિલસ કહેવામાં આવે છે, તે દૂધને દહીંમાં રૂપાંતરિત કરે છે. દૂધમાં જે લેક્ટોજ નામનું કાર્બોહાઈડ્રેટ છે, તેને આપણા શરીરમાં ઉત્પન્ન થયેલ લેક્ટોજ નામનો પાચક રસ લેક્ટિક એસિડમાં રૂપાંતરિત કરે છે. જેમના શરીરમાં લેકટોજ પેદા નથી થતો અથવા તો ઓછો પેદા થાય છે, તેના માટે દૂધને બદલે દહીં ખાવું ઉત્તમ છે. દૂધ પચવામાં ભારે છે, જ્યારે દહીં હલકું છે. માટે દહીં ચલિતરસ છે અથવા બગડેલું દૂધ છે એવું કહેવું પોતાની બુદ્ધિનું કેવળ પ્રદર્શન જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org