________________
જ્ઞાનબિન્દુનું પરિશીલન અહિંસાનો નિર્ણય ન થઈ શકે. હિંસા ખરેખર તો પ્રમાદમાં - અયતનામાં-અસંયમમાં જ છે, પછી ભલેને કોઈ જીવનો ઘાતન મણ થતો હોય તેવી જ રીતે જો અપ્રમાદ - યતના-સંયમ સુરક્ષિત હોય તો જીવઘાત દેખાતો હોય તો પણ વસ્તુતઃ અહિંસા જ છે.
ઉપર્યુક્ત વિવેચન ઉપરથી અહિંસા સંબંધી જૈન ઊહાપોહની નીચે જણાવેલી ક્રમિક ભૂમિકાઓ ફલિત થાય છે ?
(1) પ્રાણનો નાશ હિંસારૂપ હોવાથી તેને રોકવો એ જ અહિંસા છે.
(2) જીવનધારણની સમસ્યામાંથી ફલિત થયું કે જીવનના-ખાસ કરીને સંયમી જીવનના - માટે અનિવાર્ય સમજવામાં આવતી પ્રવૃત્તિઓ કરતા રહેવાથી જો જીવઘાત થઈ પણ જાય તો પણ પ્રમાદ ન હોય તો તે જીવઘાત હિંસારૂપ ન હોતાં અહિંસા જ છે.
(3) જો સંપૂર્ણપણે અહિંસક રહેવું હોય તો વસ્તુતઃ અને સૌપ્રથમ ચિત્તગત લેશ (પ્રમાદ)નો જ ત્યાગ કરવો જોઈએ. જો તે થયો તો અહિંસા સિદ્ધ થઈ ગઈ. અહિંસાનો બાહ્ય પ્રવૃત્તિઓ સાથે કોઈ નિયત સંબંધ નથી. તેનો નિયત સંબંધ માનસિક પ્રવૃત્તિઓ સાથે છે.
(4) વૈયક્તિકયા સામૂહિક જીવનમાં એવાં પણ અપવાદનાં સ્થાનો આવે છે જ્યારે હિંસા કેવળ અહિંસા જ નથી પરંતુ વધારામાં તે ગુણવર્ધક પણ બની જાય છે. આવાં આપવાદિક સ્થાનોમાં જો કહેવાતી હિંસાથી ડરીને તેનું આચરણ ન કરવામાં આવે તો ઊલટું દોષ લાગે.
ઉપર હિંસા-અહિંસા સંબંધી જે વિચાર ક્યાં દર્શાવ્યા છે તેની પૂરેપૂરી શાસ્ત્રીય સામગ્રી ઉપાધ્યાયજીને પ્રાપ્ત હતી, તેથી જ તેમણે વાક્યાર્થવિચાર’ના પ્રસંગમાં જેનસમ્મત - ખાસ કરીને સાધુજીવનસમ્મત - અહિંસાને લઈને ઉત્સર્ગ-અપવાદભાવની ચર્ચા કરી છે. ઉપાધ્યાયજીએ જેનશાસ્ત્રમાં મળતા અપવાદોનો નિર્દેશ કરીને સ્પષ્ટ કહ્યું છે કે આ અપવાદો દેખાતા ભલે અહિંસાવિરોધી હોય તેમ છતાં તેમનું મૂલ્ય ઔત્સર્ગિક અહિંસાબરાબર જ છે. અપવાદ અનેક દર્શાવવામાં આવ્યા છે, અને દેશ-કાલ અનુસાર નવા અપવાદોની પણ સૃષ્ટિ થઈ શકે છે, તેમ છતાં બધા અપવાદોનો આત્મા મુખ્યપણે બે તત્ત્વોમાં સમાઈ જાય છે. તે બેમાં એક તત્ત્વ તો છે ગીતાર્થત્વનું એટલે કે પરિણતરશાસ્ત્રજ્ઞાનનું અને બીજું તત્ત્વ છે કૃતયોગિત્વનું અર્થાત્ ચિત્તસામ્યયા સ્થિતપ્રજ્ઞત્વનું.
ઉપાધ્યાયજીએ દર્શાવેલી, જેને અહિંસાના ઉત્સર્ગ-અપવાદની આ ચર્ચા બરાબર અક્ષરશઃ મીમાંસા અને સ્મૃતિની અહિંસા સંબંધી ઉત્સર્ગ-અપવાદની વિચારસરણને મળતી છે. અંતર હોય તો એટલું જ કે જ્યાં જન વિચારસરણિ સાધુ યા પૂર્ણત્યાગીના જીવનને લક્ષ્યમાં રાખીને પ્રતિષ્ઠિત થઈ છે ત્યાં મીમાંસક અને સ્માર્તાની વિચારસરણિ ગૃહસ્થ, ત્યાગી બધાના જીવનને કેન્દ્રસ્થાનમાં રાખીને પ્રચલિત થઈ છે. બન્નેનું સામ્ય આવું છે1. જૈન
2. વૈદિક 1. અત્રેપન સંતવા
1. મરિંચા સર્વપૂતનિ. 2. સાધુજીવનની અશક્યતાનો પ્રશ્ન 2. ચારે આશ્રમના બધા પ્રકારના
અધિકારીઓના જીવનની તથા તત્સંબંધી કર્તવ્યોની અશક્યતાનો પ્રશ્ન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org