________________
અહિંસાના સ્વરૂપનો વિચાર તથા વિકાસ સંબંધી વ્યાખ્યામાં કોઈ તાત્ત્વિકમતભેદ નથી ત્યારે પહેલેથી જ બન્નેમાં પારસ્પરિક ખંડનમંડન શા કારણે શરૂ થયું અને ચાલતું રહ્યું? - આ એક પ્રશ્ન છે. આ પ્રશ્નનો જવાબ જ્યારે આપણે બને પરંપરાઓના સાહિત્યને ધ્યાનથી વાંચીએ છીએ ત્યારે મળી જાય છે. ખંડનમંડનનાં અનેક કારણોમાંથી પ્રધાન કારણ તો એ જ છે કે જેના પરંપરાએ નવોટિક અહિંસાની સૂક્ષ્મ વ્યાખ્યાને અમલમાં લાવવા માટે બાહ્ય પ્રવૃત્તિનું જે વિરોષ નિયત્રણ કર્યું તે બૌદ્ધ પરંપરાએ ન . જીવનસંબંધી બાહ્ય પ્રવૃત્તિઓના અતિ નિયત્રણ અને મધ્યમમાર્ગીય શૈથિલ્ય વચ્ચેના પ્રબળ ભેદમાંથી જ બૌદ્ધ અને જૈન પરંપરાઓ પારસ્પરિક ખંડનમંડનમાં પ્રવૃત્ત થઈ. આ ખંડનમંડનનો પણ જૈન વાલ્મયના અહિંસા સંબંધી ઊહાપોહમાં ખાસ્સો હિસ્સો છે, જેના કેટલાક નમૂના જ્ઞાનબિન્દુનાં ટિપ્પણોમાં આપવામાં આવેલાં જેન અને બૌદ્ધ અવતરણો દ્વારા જાણી શકાય છે. જ્યારે આપણે બન્ને પરંપરાઓનાં ખંડનમંડનને તટસ્થ ભાવથી દેખીએ છીએ ત્યારે નિઃસંકોચ કહેવું પડે છે કે બહુધા બન્નેએ એકબીજીને ખોટી રીતે જ સમજી છે. આનું એક ઉદાહરણ મઝિમનિકાય'નું ઉપપલિસુત્ત છે અને બીજું ઉદાહરણ સુત્રક્તાંગનું (1.1.2.24-32; 2.6.26-28) છે.
જેમ જેમ જૈન સાધુસંઘનો વિસ્તાર થતો ગયો અને જુદા જુદા દેશ તથા કાલમાં નવી નવી પરિસ્થિતિઓના કારણે નવા નવા પ્રશ્નો ઊભા થતા ગયા તેમ તેમ જૈન તત્ત્વચિન્તકોએ અહિંસાની વ્યાખ્યા અને વિશ્લેષણમાંથી એક સ્પષ્ટ નવો વિચાર પ્રકટ કર્યો. તે એ કે જો અપ્રમત્તભાવથી કોઈ જીવવિરાધના અર્થાત્ હિંસા થઈ જાય યા કરવી પડે તો તે માત્ર અહિંસાકોટિની અને તેથી જ નિર્દોષ જ નથી પણ ગુણ(નિર્જરા)વર્ધક પણ છે. આ વિચાર અનુસાર, સાધુ પૂર્ણ અહિંસાનો સ્વીકાર કર્યા પછી પણ જો સંયત જીવનની પુષ્ટિ નિમિત્તે વિવિધ પ્રકારની હિંસારૂપ સમજવામાં આવતી પ્રવૃત્તિઓ કરે તો તે સંયમવિકાસમાં એક ડગલું આગળ વધે છે. આ જ જેને પરિભાષા અનુસાર નિશ્ચય અહિંસા છે. જે ત્યાગી બિલકુલ વસ્ત્ર આદિ રાખવાના વિરોધી હતા તે મર્યાદિતરૂપમાં વસ્ત્ર આદિ ઉપકરણ (સાધન) રાખનારા સાધુઓને જ્યારે હિંસાના નામે ઠપકો આપવા લાગ્યા ત્યારે વસ્ત્રાદિના સમર્થક ત્યાગીઓએ પેલા નિશ્ચય સિદ્ધાન્તનો આશ્રય લઈને જવાબ આપ્યો કે કેવળ સંયમના ધારણ અને નિર્વાહને માટે જ, શરીરની જેમ મર્યાદિત ઉપકરણ આદિ રાખવાં એ અહિંસાના બાધક નથી. જેના સાધુસંઘની આ જાતની પારસ્પરિક આચારભેદમૂલક ચર્ચા દ્વારા પણ અહિંસાના ઊહાપોહમાં બહુવિકાસ દેખાય છે, જે ઓઘનિર્યુક્તિ આદિમાં સ્પષ્ટ છે. ક્યારેક ક્યારેક અહિંસાની ચર્ચા શુષ્ક તર્ક જેવી થયેલી જણાય. એક વ્યક્તિ પ્રશ્નકરે છે કે જો વસ્ત્ર રાખવું જ હોય તો તે ફાડ્યા વિના અખંડ જ કેમ ન રાખવામાં આવે કેમ કે તેને ફાડવામાં જે સૂક્ષ્મ અણુઓ ઊડરો તે જીવઘાતક જરૂર બનશે. આ પ્રશ્નનો જવાબ પણ એ જ ઢંગથી આપવામાં આવ્યો છે. જવાબ આપનાર કહે છે કે જો વસ્ત્ર ફાડવાથી ફેલાતા સૂક્ષ્મ અણુઓ દ્વારા જીવઘાત થાય છે તો તમે એમને વસ્ત્ર ફાડવામાંથી રોકવા જે કંઈ કહો છો તેમાં પણ જીવઘાત થાય છે ને? - ઇત્યાદિ. અસ્તુ, જે હોય તે, પરંતુ આપણે જિનભદ્રગણિની સ્પષ્ટ વાણીમાં જેનપરંપરાસમ્મત અહિંસાનું પૂર્ણ સ્વરૂપ પામીએ છીએ. તે કહે છે કે સ્થાન સજીવ હો યા નિર્જીવ, તેમાં કોઈ જીવ ઘાતક થઈ જતો હોય યા કોઈ અઘાતક જ જોવામાં આવતો હોય, પરંતુ એટલા માત્રથી હિંસા યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org