SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦ જ્ઞાનબિન્દુનું પરિશીલન તો છે જ પરંતુ તેમાં તેમના સમય સુધીની વિકસિત મીમાંસારશૈલીની પણ કંઈ ને કંઈ અસર છે. આ રીતે એક બાજુ ચાર વાક્યાર્થબોધના બહાને તેમણે ઉપદેશપદમાં મીમાંસાની વિકસિત રશૈલીનો જૈન દૃષ્ટિ અનુસાર સંગ્રહ કર્યો તો બીજી બાજુ તેમણે બૌદ્ધ પરિભાષાને પણ ‘ષોડરાક’માં32 અપનાવવાનો સૌપ્રથમ પ્રયત્ન કર્યો. ધર્મકીર્તિના ‘પ્રમાણવાર્તિક’થી પણ પહેલેથી બૌદ્ધ પરંપરામાં વિચારવિકાસની ક્રમપ્રાપ્ત ત્રણ ભૂમિકાઓને દર્શાવનારા શ્રુતમય, ચિન્તામય અને ભાવનામય એવા ત્રણ રાખ્તો બૌદ્ધ વાડ્મયમાં પ્રસિદ્ધ રહ્યા છે. અમે જ્યાં સુધી જાણી રાખ્યા છીએ તેને આધારે કહી શકીએ છીએ કે આચાર્ય હરિભદ્રે જ તે ત્રણ બૌદ્ધપ્રસિદ્ધ રાખ્ખોને લઈને તેમની વ્યાખ્યામાં વાકચાર્યબોધના પ્રકારોને સમાવવાનો સૌપ્રથમ પ્રયત્ન કર્યો. તેમણે ષોડરાકમાં પરિભાષાઓ તો બૌદ્ધની લીધી પરંતુ તેમની વ્યાખ્યા પોતાની દૃષ્ટિ અનુસાર કરી; અને શ્રુતમયને વાકચાર્યજ્ઞાનરૂપે, ચિન્તામયને મહાવાકચાર્યજ્ઞાનરૂપે અને ભાવનામયને ઐઠમ્પર્યાર્થજ્ઞાનરૂપે ઘટાવ્યા. સ્વામી વિધાનન્દે તે જ બૌદ્ધ પરિભાષાઓનું ‘તત્ત્વાર્થસ્લોકવાર્તિક’માં ખંડન33 કર્યું જ્યારે હરિભદ્રે તે પરિભાષાઓને પોતાની રીતે જૈન વાડ્મયમાં અપનાવી લીધી. ઉપાધ્યાયજીએ જ્ઞાનબિન્દુમાં હરિભદ્રે વર્ણવેલા ચાર પ્રકારના વાક્યાર્થખોધ - જેનો પ્રાચીન ઇતિહાસ નિયુક્તિના અનુગમમાં તથા પ્રાચીન વૈદિક પરંપરા આદિમાં પણ મળે છે - ઉપર પોતાની પારગામીનૈયાયિક દૃષ્ટિએ બહુ જ માર્મિક પ્રકાશ પાડ્યો છે અને સ્થાપિત કર્યું છે કે આ બધો વાક્યાર્થબોધ એક દીર્ધ શ્રુતોપયોગરૂપ છે જે મતિઉપયોગથી જુદો છે. ઉપાધ્યાયજીએ જ્ઞાનબિન્દુમાં જે વાક્યાર્થવિચાર સંક્ષેપમાં દર્શાવ્યો છે તે જ તેમણે પોતાની ‘ઉપદેશરહસ્ય’ નામની બીજી કૃતિમાં વિસ્તારથી પણ ‘ઉપદેરાપદ’ના સારરૂપે નિરૂપિત કર્યો છે જે જ્ઞાનબિન્દુના સંસ્કૃત ટિપ્પણમાં ઉદ્ધૃત કરવામાં આવેલ છે. (જુઓ જ્ઞાનબિન્દુ, ટિપ્પણ પૃ. 74 પંક્તિ27થી). (4) અહિંસાના સ્વરૂપનો વિચાર તથા વિકાસ [21] ઉપાધ્યાયજીએ ચતુર્વિધ વાચાર્યનો વિચાર કરતી વખતે જ્ઞાનબિન્દુમાં જૈન પરંપરાના એક માત્ર અને પરમ સિદ્ધાન્ત અહિંસાને લઈને, ઉત્સર્ગઅપવાદભાવની જૈન શાસ્ત્રોમાં પરાપૂર્વથી ચાલી આવતી ચર્ચા ચાલુ રાખી છે અને તેના ઉપપાદનમાં તેમણે પોતાના ન્યાય-મીમાંસા આદિ દર્શનાન્તરના ગંભીર અભ્યાસનો ઉપયોગ કર્યો છે. તે ચર્ચા અને ઉપપાદનને યથાસંભવ વિરોષ સમજાવવા માટે જ્ઞાનબિન્દુના ટિપ્પણમાં (પૃ. 79 પંક્તિ 11થી) જે વિસ્તૃત અવતરણસંગ્રહ કરવામાં આવ્યો છે તેના આધારે અહીં અહિંસા સંબંધી કેટલાક ઐતિહાસિક તથા તાત્ત્વિક મુદ્દાઓ પર પ્રકારા પાડવામાં આવે છે. અહિંસાનો સિદ્ધાન્ત આર્ય પરંપરામાં બહુ જ પ્રાચીન છે અને તેનો આદર બધી આર્યશાખાઓમાં એકસરખો રહ્યો છે, તેમ છતાં પ્રજાજીવનના વિસ્તારની સાથે સાથે તથા વિભિન્ન ધાર્મિક પરંપરાઓના વિકાસની સાથે સાથે તે સિદ્ધાન્તના વિચાર અને વ્યવહારમાં 32. ષોડશક, 1.10. 33. જુઓ તત્ત્વાર્થસ્લોકવાર્તિક, પૃ. 21. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001199
Book TitleNirgranthasampraday Jaintarkbhasha Gyanbinduparishilan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Nagin J Shah
PublisherJagruti Dilip Sheth Dr
Publication Year2006
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Philosophy
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy