________________
ચતુર્વિધ વાકયાર્થના જ્ઞાનનો ઈતિહાસ વાક્ય. યજ્ઞ આદિ ધર્મોમાં પ્રાણિવધનું સમર્થન કરનારા મીમાંસકો પણ તે અહિંસાપ્રતિપાદક પ્રતિઘોષને પૂર્ણતઃ પ્રમાણરૂપ માનતા આવ્યા છે. તેથી જ તેમની સામે પણ અહિંસાના ક્ષેત્રમાં આ પ્રશ્ન તો આપોઆપ જ ઉપસ્થિત થઈ જતો હતો તથા સાંખ્ય આદિ અર્ધવૈદિક પરંપરાઓ પણ એવો પ્રશ્ન ઉપસ્થિત કરતી હતી કે જ્યારે હિંસાને નિષિદ્ધ અને એટલે જ અનિષ્ટજનની તમે મીમાંસકો પણ માનો છો ત્યારે યજ્ઞ આદિ પ્રસંગોમાં કરાતી હિંસા પણ હિંસા હોવાના કારણે અનિષ્ટજનક કેમ નહિ? અને જ્યારે હિંસા હોવાને કારણે યજ્ઞીય હિંસા પણ અનિષ્ટજનક સિદ્ધ થાય છે ત્યારે તેને ધર્મનું અર્થાત્ ઇષ્ટનું નિમિત્ત માનીને યજ્ઞ આદિ કર્મોમાં કેવી રીતે કર્તવ્ય માની શકાય? આ પ્રશ્નનો જવાબ આપ્યા વિના વ્યવહાર તથા શાસ્ત્રમાં કામ ચાલી જ રાકતું ન હતું. તેથી પ્રાચીન સમયથી યાજ્ઞિક વિદ્વાનો અહિંસાને પૂર્ણપણે ધર્મ માનતા હોવા છતાં પણ બહુજનસ્વીકૃત અને ચિરપ્રચલિત યજ્ઞ આદિ કર્મોમાં થતી હિંસાને ધર્મરૂપે અર્થાત્ કર્તવ્યરૂપે સમર્થન, અનિવાર્ય અપવાદના નામે, આપતા આવ્યા છે. મીમાંસકોની અહિંસાહિંસાના ઉત્સર્ગઅપવાદભાવવાળી ચર્ચાના પ્રકારો તથા તેનો ઈતિહાસ આપણને આજ પણ કુમારિલ તથા પ્રભાકરના ગ્રન્થોમાં વિસ્પષ્ટ અને મનોરંજક રૂપમાં જોવા મળે છે. આ બુદ્ધિપૂર્ણ ચર્ચા દ્વારા મીમાંસકોએ સાંખ્ય, જૈન, બૌદ્ધ આદિ સમક્ષ એ સ્થાપવાનો પ્રયત્ન કર્યો છે કે શાસ્ત્રવિહિત કર્મમાં કરવામાં આવતી હિંસા અવયકર્તવ્ય હોવાથી અનિષ્ટનું અર્થાત્ અધર્મનું નિમિત્ત બની શકતી નથી. મીમાંસકોનું અંતિમ તાત્પર્ય એ જ છે કે શાસ્ત્ર અર્થાત્ વેદ મુખ્ય પ્રમાણ છે અને યજ્ઞ આદિ વેદવિહિત છે. તેથી જ જે યજ્ઞ આદિ કર્મો કરવા ઇચ્છે યાજે વેદને માને છે તેના માટે વેદજ્ઞાનું પાલન જ પરમ ધર્મ છે, ભલે પછી તેના પાલનમાં કંઈ પણ કરવું પડે. મીમાંસકોનો આ તાત્પર્યનિર્ણય આજ પણ વૈદિક પરંપરામાં એક નકકર સિદ્ધાન્ત છે. સાંખ્ય આદિ જેવા યજ્ઞીય હિંસાના વિરોધી પણ વેદના પ્રામાયનો સર્વથા ત્યાગ ન કરવાના કારણે છેવટે મીમાંસકોના ઉક્ત તાત્પર્યાર્થનિર્ણયનો આત્યંતિક વિરોધ ન કરી રાક્યા. એવો વિરોધ છેવટ સુધી તે જ કરતા રહ્યા જેમણે વેદના પ્રામાણ્યનો સર્વથા ઈન્કાર કરી દીધો. આવા વિરોધીઓમાં જૈન પરંપરા મુખ્ય છે. જેના પરંપરાએ વેદના પ્રામાણ્યની સાથે વેદવિહિત હિંસાની ધર્પતાનો પણ સર્વતોભાવથી નિષેધ કર્યો. પરંતુ જેન પરંપરાનો પણ તેનો પોતાનો ઉદ્દેશ્ય છે જેની સિદ્ધિના માટે તેના અનુયાયી ગૃહસ્થ અને સાધુનું જીવન આવશ્યક છે. આ જીવનધારણમાંથી જૈન પરંપરાની સમક્ષ પણ એવા અનેક પ્રશ્નો વખતોવખત ઊભા થતા રહ્યા જેમનો અહિંસાના આત્યંતિક સિદ્ધાન્તની સાથે સમન્વય કરવો તેના માટે જરૂરી હતું. જેને પરંપરા વેદનાસ્થાને પોતાનાં આગમોને જ એક માત્ર પ્રમાણ માનતી આવી છે અને પોતાના ઉદ્દેયની સિદ્ધિ માટે સ્થાપિત તથા પ્રચારિત વિવિધ પ્રકારનાં ગૃહસ્થ અને સાધુજીવનોપયોગી કર્તવ્યોનું પાલન પણ કરતી આવી છે. તેથી જ છેવટે તેને માટે પણ તે સ્વીક્ત કર્તવ્યોમાં અનિવાર્યપણે થઈ જતી હિંસાનું સમર્થન પણ એક માત્ર આગમની આજ્ઞાના પાલનરૂપે જ કરવાનું પ્રાપ્ત થાય છે. જેને આચાર્યો આ દષ્ટિએ પોતાના આપવાદિક હિંસામાર્ગનું સમર્થન કરતા રહ્યા છે.
આચાર્ય હરિભદ્ર ચાર પ્રકારના વાક્યાર્થબોધને દર્શાવતી વખતે અહિંસાહિંસાના ઉત્સર્ગઅપવાદભાવનું જે સૂક્ષ્મ વિવેચન ક્યું છે તે પોતાના પૂર્વાચાર્યોની પરંપરાપ્રાપ્તસંપત્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org