________________
અહિંસાના સ્વરૂપનો વિચાર તથા વિકાસ પણ અનેમુખી વિકાસ થયેલો જોવા મળે છે. અહિંસાવિષયક વિચારના મુખ્ય બે સ્રોત પ્રાચીન કાળથી જ આર્ય પરંપરામાં વહેવા લાગ્યા હોય એવું જણાય છે. એક સ્ત્રોત તો મુખ્યપણે શ્રમણ જીવનના આશ્રયથી વહેવા લાગ્યો જ્યારે બીજો સ્રોત બ્રાહ્મણ પરંપરાના ચતુર્વિધ આશ્રમના જીવનવિચારના સહારે પ્રવાહિત થયો. અહિંસાના તાત્ત્વિક વિચારમાં ઉક્ત બને સ્રોતોમાં કોઈ મતભેદ દેખાતો નથી, પરંતુ તેના વ્યાવહારિક પાસા યા જીવનગત ઉપયોગના વિષયમાં ઉક્ત બે સ્રોતોમાં જ નહિ પરંતુ પ્રત્યેક શ્રમણ અને બ્રાહ્મણ સ્રોતની નાનીમોટી અવાન્તર શાખાઓમાં પણ વિવિધ પ્રકારના મતભેદો અને પરસ્પર વિરોધો જોવામાં આવે છે. તાત્ત્વિક રૂપે અહિંસા બધાને એકસરખી માન્ય હોવા છતાં પણ તેના વ્યાવહારિક ઉપયોગમાં તથા તદનુસારી વ્યાખ્યાઓમાંજે મતભેદ અને વિરોધ દેખાય છે તેનું પ્રધાન કારણ જીવનદષ્ટિનો ભેદ છે. શ્રમણ પરંપરાની જીવનદષ્ટિ પ્રધાનપણે વૈયક્તિક અને આધ્યાત્મિક રહી છે જ્યારે બ્રાહ્મણ પરંપરાની જીવનદષ્ટિ પ્રધાનપણે સામાજિક યા લોકસંગ્રાહક રહી છે. પહેલીમાં લોકસંગ્રહ ત્યાં સુધી ઇષ્ટ છે જ્યાં સુધી તે આધ્યાત્મિકતાનો વિરોધી ન હોય. જ્યાં તેનો આધ્યાત્મિકતા સાથે વિરોધ દેખાય ત્યાં પહેલી દષ્ટિ લોકસંગ્રહ પ્રતિ ઉદાસીન રહેશે યા તેનો વિરોધ કરશે, જ્યારે બીજી દષ્ટિમાં લોકસંગ્રહ એટલા વિશાલ પ્રમાણમાં કરવામાં આવ્યો છે કે તેમાં આધ્યાત્મિકતા અને ભૌતિકતા પરસ્પર ટકરાતી નથી.
શ્રમણ પરંપરાની અહિંસા સંબંધી વિચારધારાનો એક પ્રવાહ પોતાના વિશિષ્ટ રૂપમાં વહેતા હતો જે કાલક્રમે આગળ જઈને દીર્ધ તપસ્વી ભગવાન મહાવીરના જીવનમાં ઉદાત્ત રૂપમાં વ્યક્ત થયો. આપણે તે પ્રકટીકરણને ‘આચારાંગ’, ‘સૂત્રકૃતાંગ આદિ પ્રાચીન જૈન આગમોમાં સ્પષ્ટ દેખીએ છીએ. અહિંસા ધર્મની પ્રતિષ્ઠાતો આત્મૌપજ્યની દષ્ટિમાંથી જ થઈ હતી, પરંતુ ઉક્ત આગમોમાં તેનું નિરૂપણ અને વિશ્લેષણ આ પ્રમાણે થયું છે -
(1) દુઃખ અને ભયનું કારણ હોવાથી હિંસામાત્ર વર્જ્ય છે, આ અહિંસાસિદ્ધાન્તની ઉપપત્તિ છે.
(2) હિંસાનો અર્થ જો કે પ્રાણનાશ કરવો યાદુઃખદેવું છે તેમ છતાં હિંસાજન્ય દોષનો મૂલાધાર તો માત્ર પ્રમાદ અર્થાત્ રાગદ્વેષાદિ જ છે. જો પ્રમાદ યા આસક્તિ ન હોય તો કેવળ પ્રાણનાર હિંસાની કોટિમાં આવી શકતો નથી. આ અહિંસાનું વિશ્લેષણ છે.
(3) વધ્યજીવોનું કદ, તેમની સંખ્યા તથા તેમની ઇન્દ્રિય આદિ સંપત્તિનાતારતમ્ય ઉપર હિંસાના દોષનું તારતમ્ય આધાર રાખતું નથી પરંતુ હિંસા કરનારના પરિણામ યા વૃત્તિની તીવ્રતામન્દતા, સજ્ઞાનતાઅજ્ઞાનતા યા બલપ્રયોગની ન્યૂનાધિકતા ઉપર આધાર રાખે છે, એવો કોટકમ છે.
ઉપર્યુક્ત ત્રણે વાતો ભગવાન મહાવીરના વિચાર તથા આચારમાંથી ફલિત થઈને આગમોમાં ગ્રથિત થઈ છે. કોઈ એક વ્યક્તિ યા વ્યક્તિસમૂહ ગમે તેટલો આધ્યાત્મિક કેમ ન હોય પરંતુ તે જ્યારે સંયમલક્ષી જીવનધારણનો પણ પ્રશ્ન વિચારે છે ત્યારે તેમાંથી ઉપર્યુક્ત વિશ્લેષણ તથા કટિકમ આપોઆપ જ ફલિત થઈ જાય છે. આ દષ્ટિએ જોઈએ તો કહેવું પડે કે આગળ ઉપર રચાયેલા જૈન વાલ્મમાં અહિંસા વિશે જે વિશેષ ઊહાપોહ થયો છે તેનો મૂળ આધાર તો પ્રાચીન આગમોમાં પહેલેથી જ રહેલો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org