SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનબિન્દુનું પરિશીલન બધી સમસ્યાઓનો ઉકેલ અકલકે સૌપ્રથમ સ્વતન્તભાવે ક્ય જણાય છે. તેથી તેમનો આ પ્રયત્ન તદ્દન મૌલિક છે. ઉપરના સંક્ષિપ્ત વર્ણન ઉપરથી એ સ્પષ્ટ જાણી શકાય છે કે આઠમી-નવમી શતાબ્દી સુધીમાં જૈન પરંપરાએ જ્ઞાન સંબંધી વિચારક્ષેત્રમાં સ્વદર્શનાભ્યાસના માર્ગે અને દર્શનાન્તરાભ્યાસના માર્ગે કેવા કેવા પ્રકારનો વિકાસ સાધ્યો. અત્યાર સુધીમાં દર્શનાન્તરીય આવશ્યક પરિભાષાઓનું જૈન પરંપરામાં આત્મસાકરણ તથા નવીન સ્વપરિભાષાઓનું નિર્માણ પર્યાપ્તપણે થઈ ચૂક્યું હતું. તેમાં જલ્પ આદિ ક્યા દ્વારા પરમતોનું નિરસન પણ ઠીક ઠીક થઈ ચૂક્યું હતું અને પહેલાંના કાળમાં ન ચર્ચાયેલાં એવાં અનેક પ્રમેયોની ચર્ચા પણ થઈ ચૂકી હતી. એક પાકી દાર્શનિક ભૂમિકા ઉપર આગળના હજાર વર્ષોમાં જેન તાર્કિકોએ બહુ મોટા મોટા ચર્ચાજટિલ ગ્રો રચ્યા જેમનો ઈતિહાસ અહીં પ્રસ્તુત નથી. તેમ છતાં પ્રસ્તુત જ્ઞાનબિવિષયક ઉપાધ્યાયજીનો પ્રયત્ન બરાબર સમજી શકાય એ હેતુથી વચ્ચેના સમયના જૈનતાર્કિકોની પ્રવૃત્તિની દિશા સંક્ષેપમાં જાણવી જરૂરી છે. ' આઠમા-નવમી શતાબ્દી પછી જ્ઞાનના પ્રદેશમાં મુખ્યપણે બે દિશાઓમાં પ્રયત્ન થતા જોવા મળે છે. એક પ્રયત્ન એવો છે જે ક્ષમાશ્રમણ જિનભદ્ર વિકસાવેલી ભૂમિકાનો આશ્રય લઈને ચાલે છે; તે આચાર્ય હરિભદ્રની ધર્મસંગ્રહણી’ આદિ કૃતિઓમાં જોવામાં આવે છે. બીજો પ્રયત્ન અકલેકે વિકસાવેલી ભૂમિકાનું અવલંબન લઈને શરૂ થયો. આ પ્રયત્નમાં કેવળ અકલંકના વિદ્યાશિષ્ય-પ્રશિષ્ય વિદ્યાનન્દ, માણિક્યનન્દી, અનન્તવીર્ય, પ્રભાચન્દ્ર, વાદિરાજ આદિ દિગમ્બર આચાર્યો જ ન ઝૂક્યા પરંતુ અભયદેવ, વાદિદેવસૂરિ, હેમચન્દ્રાચાર્ય આદિ અનેક શ્વેતામ્બર આચાર્યોએ પણ અકલંકીય તાર્કિક ભૂમિકાને વિસ્તૃત કરી. આ તર્કપ્રધાન જેન યુગે જેન માનસમાં એક એવું પરિવર્તન પેદા કર્યું જે પૂર્વકાલીન રૂઢિબદ્ધતાને જોતાં આશ્ચર્યજનક કહી શકાય. સંભવતઃ સિદ્ધસેન દિવાકરના તદ્દન નવીન સુચનોના કારણે તેમના વિરુદ્ધ જૈન પરંપરામાં જે પૂર્વગ્રહ હતો તે દસમી શતાબ્દીથી સ્પષ્ટપણે ઘટવા અને દૂર થવા લાગ્યો. આપણે જોઈએ છીએ કે સિદ્ધસેનની કૃતિરૂપ જે ન્યાયાવતાર પર - જે ખરેખર જેન પરંપરાનો એક નાનો પણ મૌલિક ગ્રન્થ છે - લગભગ ચાર શતાબ્દીઓ સુધી કોઈએ ટીકા આદિની રચના કરી ન હતી તે ન્યાયાવતાર તરફ જૈન વિદ્વાનોનું ધ્યાન હવે ગયું. સિદ્ધર્ષિએ દસમી શતાબ્દીમાં તેના ઉપર વ્યાખ્યા લખીને તેની પ્રતિષ્ઠા વધારી અને અગિયારમી રાતાબ્દીમાં વાદિવેતાલરાન્તિસૂરિએ તેને તે સ્થાન આપ્યુંભર્તુહરિએ ‘વ્યાકરણમહાભાષ્યને, કુમારિલે ‘શાબરભાષ્યને, ધમકીર્તિએ ‘પ્રમાણસમુચ્ચયને અને વિદ્યાનન્દ તત્ત્વાર્થસૂત્ર'ને આપ્યું. શાન્તિસૂરિએન્યાયાવતારની પ્રથમ કારિકા પર સટીક પદ્યબદ્ધવાર્તિક' રચ્યું અને સાથે સાથે જ તેમાં તેમણે જ્યાં ત્યાં અકલંકના વિચારોનું ખંડન પણ ક્યું. આ શાસ્ત્રરચનાપ્રચુર યુગમાં ન્યાયાવતારે બીજા પણ એક જૈનતાર્કિનું ધ્યાન પોતાના તરફ ખેચ્યું. અગિયારમી શતાબ્દીના જિનેશ્વરસૂરિએન્યાયાવતારની પહેલી જ કારિકાને લઈને તેના ઉપર એક પદ્યબદ્ધ‘પ્રમાલક્ષણ નામનો ગ્રન્થ રચ્યો અને તેની વ્યાખ્યા પણ તેમણે પોતે જ લખી. આ પ્રયત્ન દિદ્ભાગના પ્રમાણસમુચ્ચય'ની પ્રથમ કારિકા ઉપર ધર્મકીર્તિએ લખેલ સટીક 35. જૈનતર્કવાર્તિક, પૃ. 132. તથા જુઓચાયકુમુદચન્દ્ર, પ્રથમ ભાગ, પ્રસ્તાવના, પૃ. 82. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001199
Book TitleNirgranthasampraday Jaintarkbhasha Gyanbinduparishilan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Nagin J Shah
PublisherJagruti Dilip Sheth Dr
Publication Year2006
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Philosophy
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy