________________
ગ્રન્થનું બાહ્ય સ્વરૂપવિષય મીમાંસક આદિ દર્શનસમ્મત અનેક પ્રમાણોનો સમાવેશ મતિ અને શ્રુતમાં થાય છે એવું કેવળ સામાન્ય કથન ક્યું હતું, અને પૂજ્યપાદે પણ એવું જ સામાન્યથનર્યું હતું. પરંતુ અકલેકે એનાથી આગળ જઈને વિશેષ વિશ્લેષણ દ્વારા “રાજવાર્તિક'માં એ દેખાડ્યું કે દનાન્તરીય પેલાં બધાં પ્રમાણો કેવી રીતે અનક્ષર અને અક્ષર શ્રુતમાં સમાવેશ પામી શકે છે. રાજવાર્તિક સ્ત્રાવલંબી હોવાથી તેમાં આટલું જ વિશદીકરણ પર્યાપ્ત છે, પરંતુ તેમને જ્યારે ધર્મકીર્તિના પ્રમાણવિનિશ્ચય’નું અનુકરણ કરતો સ્વતંત્ર ન્યાયવિનિશ્ચય ગ્રન્યરચવો પડ્યો ત્યારે તેમને પરાર્થાનુમાન તથા વાદગોષ્ટીને લક્ષ્યમાં રાખીને વિચાર કરવો પડ્યો. તે વખતે તેમણે સિદ્ધસેનસ્વીતવૈશેષિક-સાંખ્યસમ્મત ત્રિવિધ પ્રમાણવિભાગની પ્રણાલીનું અવલંબન લઈને પોતાના સારા વિચારો “ન્યાયવિનિશ્ચય'માં નિબદ્ધ કર્યા. આમ એક રીતે અકલંકનો આચાયવિનિશ્ચય” સિદ્ધસેનીય ‘ચાયવતારનું સ્વત—વિસ્તૃત વિશદીકરણ જ માત્રનથી પરંતુ અનેક અંશોમાં પૂરક પણ છે. આ રીતે જેન પરંપરામાંન્યાયાવતારના સૌપ્રથમ સમર્થક અકલંક જ છે.
આટલું હોવા છતાં પણ અકલંક સમક્ષ કેટલાક પ્રશ્નો એવા હતા કે જે તેમની પાસેથી જવાબ ઇચ્છતા હતા. પહેલો પ્રશ્ન એ હતો કે જ્યારે આપ મીમાંસકાદિસમ્મત અનુમાન વગેરે વિવિધ પ્રમાણોનો ચુતમાં સમાવેશ કરો છો ત્યારે ઉમાસ્વાતિના આ કથનની સાથે વિરોધ થાય છે કે તે પ્રમાણો મતિ અને શ્રુત બેમાં સમાવેશ પામે છે. બીજો પ્રશ્ન તેમની સમક્ષ એ હતો કે મતિના પર્યાયરૂપે જે સ્મૃતિ, સંજ્ઞા, ચિત્તા જેવા શબ્દો નિર્યુક્તિકાળથી પ્રચલિત છે અને જેમને ઉમાસ્વાતિએ પણ મૂળ સૂત્રમાં સંગૃહીતર્યા છે તેમનું કોઈ વિશિષ્ટ તાત્પર્ય કે કોઈ વિશિષ્ટ ઉપયોગ છે કે નહિ? તે ઉપરાંત તેમની સમક્ષ ખાસ પ્રશ્ન આ પણ હતો કે જ્યારે બધા જૈનાચાર્યો પોતાના પ્રાચીન પંચવિધજ્ઞાનવિભાગમાં દર્શનાન્તરસમ્મત પ્રમાણોનો તથા તેમનાં નામોનો સમાવેશ કરતા આવ્યા છે ત્યારે શું જૈન પરંપરામાં પણ તે પ્રમાણોની કોઈ દાર્શનિક પરિભાષાઓ યા દાર્શનિક લક્ષણો છે કે નહિ? જો છે તો તે શું છે? વળી એ પણ જણાવો કે તે બધાં પ્રમાણલક્ષણો યા બધી પ્રમાણપરિભાષાઓ કેવળદનાન્તરમાંથી ઉધાર લીધેલી છે કે પ્રાચીન જૈન ગ્રન્થોમાં તેમનું કોઈ મૂળ પણ છે? તે ઉપરાંત અકલંકને એક બહુ મોટો પ્રશ્ન આ પણ પરેશાન કરતો જણાય છે કે તમારી જેન તાર્કિકોની પૂરી પ્રમાણપ્રણાલી કોઈ સ્વતંત્ર સ્થાન ધરાવે છે કે નહિ? જો સ્વતન્દ્રસ્થાન ધરાવતી હોય તો તેનું સર્વાગીણ નિરૂપણ કરો. આ અને આવા જ બીજા પ્રશ્નોના જવાબ અકલકે થોડામાં ‘લઘીયત્રય'માં આપ્યા છે પરંતુ ‘પ્રમાણસંગ્રહમાં તે બહુ સ્પષ્ટ છે. જૈનતાર્કિકોની સામે દર્શનાન્તરની દષ્ટિએ ઉપસ્થિત થતી
31. જુઓ તત્ત્વાર્થભાષ્ય, 1.12. 32. જુઓ સર્વાર્થસિદ્ધિ, 1.10. 33. જુઓ રાજવાર્તિક, 1.20.15. 34. અકલંકે ન્યાયવિનિશ્ચયને ત્રણ પ્રસ્તાવોમાં વિભક્ત કર્યો છે. પ્રત્યક્ષ, અનુમાન અને
પ્રવચન. તેના ઉપરથી એટલું તો સ્પષ્ટ થઈ જાય છે કે તેમને પ્રમાણના આ ત્રણ ભેદ મુખ્યપણે ન્યાયવિનિશ્ચયની રચનાના સમયે ઇષ્ટ હશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org