________________
Fe
જ્ઞાનબિન્દુનું પરિશીલન છે તેમને પણ હવે એક રીતે જૈન પરંપરામાં સ્થાન મળ્યું જે વાદકથા અને પરાર્થાનુમાનની દૃષ્ટિએ બહુ ઉપયુક્ત છે. આ રીતે જૈન પરંપરામાં ન્યાય, સાંખ્ય અને વૈરોષિક ત્રણે દર્શનસમ્મત પ્રમાણવિભાગનો પ્રવેશ થયો. અહીં સિદ્ધસેનસ્વીકૃત આ ત્રિવિધપ્રમાણવિભાગની જૈન પરંપરામાં, આર્યરક્ષિતીય ચતુર્વિધપ્રમાણવિભાગની જેમ, ઉપેક્ષા જ થઈ કે તેનો વિરોષ આઠર થયો ? - આ પ્રશ્ન અવરય થાય છે જેના અંગે અમે આગળ ઉપર કંઈક કહીશું.
(6) છઠ્ઠી ભૂમિકા વિક્રમીય સાતમી શતાબ્દીમાં થયેલા જિનભદ્ર ગણીની છે. પ્રાચીન સમયથી કર્મશાસ્ત્ર તથા આગમની પરંપરા અનુસાર જે મતિ, શ્રુત આદિ પાંચ જ્ઞાનોનો વિચાર જૈન પરંપરામાં પ્રચલિત હતો અને જેના ઉપર નિર્યુક્તિકાર તથા પ્રાચીન અન્ય વ્યાખ્યાકારોએ તેમજ નંદી જેવા આગમના પ્રણેતાઓએ પોતપોતાની શક્તિ અને દૃષ્ટિ અનુસાર ઘણો બધો કોટિક્રમ પણ વધાર્યો હતો તે વિચારભૂમિકાનો આશ્રય લઈને ક્ષમાશ્રમણ જિનભદ્રે પોતાના વિશાલ ગ્રન્થ ‘વિશેષાવશ્યકભાષ્ય'માં પંચવિધ જ્ઞાનની આચૂડાંત સાંગોપાંગ મીમાંસા કરી અને તે આગમસમ્મત પંચવિધ જ્ઞાનો ઉપર તર્કદૃષ્ટિએ આગમપ્રણાલીનું સમર્થન કરનારો ગંભીર પ્રકાશ પાડ્યો. ‘તત્ત્વાર્થસૂત્ર’ પર વ્યાખ્યા લખતી વખતે પૂજ્યપાદ દેવનન્દી અને ભટ્ટારક અકલંકે પણ પંચવિધ જ્ઞાનના સમર્થનમાં મુખ્યપણે તર્કપ્રણાલીનું જ અવલંબન લીધું છે. ક્ષમાશ્રમણની આ વિકાસભૂમિકાને તર્કોપજીવી આગમભૂમિકા કહેવી જોઈએ કેમ કે તેમણે કોઈ પણ જૈન તાર્કિકથી ઓછી તાર્કિકતા નથી દેખાડી, તેમ છતાં તેમનું સઘળું તર્કબળ આગમિક સીમાઓના ઘેરામાં જ ઘેરાયેલું રહ્યું - જેમ કે કુમારિલ અને શંકરાચાર્યનું સઘળું તર્કબળ શ્રુતિની સીમાઓના ઘેરામાં જ સીમિત રહ્યું. ક્ષમાશ્રમણે પોતાના આ વિશિષ્ટ આવશ્યકભાષ્યમાં જ્ઞાનોના અંગે એટલી બધી વિચારસામગ્રી વ્યવસ્થિત કરી છે કે જે પછીના બધા શ્વેતામ્બર અન્ય પ્રણેતાઓના માટે મુખ્ય આધારભૂત બની છે. ઉપાધ્યાયજી તો જ્યારે પણ જે કોઈ પ્રણાલીથી જ્ઞાનોનું નિરૂપણ કરે છે ત્યારે જાણે કે ક્ષમાશ્રમણના વિશેષાવશ્યકભાષ્યને પોતાના મનમાં પૂર્ણપણે પ્રતિષ્ઠિત કરી લે છે.” પ્રસ્તુત જ્ઞાનબિન્દુમાં પણ ઉપાધ્યાયજીએ તે જ કર્યું છે.30
(7) સાતમી ભૂમિકા ભટ્ટ અકલંકની છે, જે વિક્રમીય આઠમી શતાબ્દીના વિદ્વાન છે. જ્ઞાનવિચારના વિકાસક્ષેત્રમાં ભટ્ટારક અકલંકનો પ્રયત્ન બહુમુખી છે. આ વિષયમાં તેમના ત્રણ પ્રયત્નો વિશેષ ઉલ્લેખયોગ્ય છે. પહેલો પ્રયત્ન તત્ત્વાર્થસૂત્રાવલંબી હોવાથી પ્રધાનપણે પરાશ્રિત છે. બીજો પ્રયત્ન સિદ્ધસેનીય ‘ન્યાયાવતાર’નો પ્રતિબિંબગ્રાહી કહી શકાય, તેમ છતાં તેમાં તેમની વિશિષ્ટ સ્વતન્ત્રતા સ્પષ્ટ છે. ત્રીજો પ્રયત્ન ‘લઘીયસ્રય’ અને ખાસ કરીને ‘પ્રમાણસંગ્રહ’માં છે, જેને એક્માત્ર તેમની પોતાની જ સૂઝ ગણવી ઠીક રહેશે. ઉમાસ્વાતિએ
28. વિશેષાવશ્યકભાષ્યમાં જ્ઞાનપદ્માધિકારે જ 840 ગાયાઓ જેટલો મોટો ભાગ રોકી રાખ્યો છે. કોટ્યાચાર્યની ટીકા અનુસાર વિશેષાવશ્યકભાષ્યની ફુલ ગાયાઓ4346 છે. 29. વાચકોને આ વાતની પ્રતીતિ ઉપાધ્યાયજીકૃત જૈનતર્કભાષાને તેનાં ટિપ્પણો સાથે જોવાથી થઈ જશે.
30. જુઓ જ્ઞાનબિન્દુની ટિપ્પણી પૃ. 61, 68-73 ઇત્યાદિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org