________________
ગ્રન્થનું બાહ્ય સ્વરૂપ—વિષય
(3) કેવલજ્ઞાન અને કેવલદર્શનનો વાસ્તવિક અભેદ21 (4) શ્રદ્ધાનરૂપ દર્શનનો જ્ઞાનથી અભેદ 22
આચાર મુદ્દાઓને રજૂ કરીને સિદ્ધસેને જ્ઞાનના ભેદ-પ્રભેદોની પ્રાચીન રેખા ઉપર તાર્કિક વિચારનો નવો પ્રકારા નાખ્યો છે જેને કોઈ પણ, પુરાતન રૂઢ સંસ્કારો તથા શાસ્ત્રોના પ્રચલિત વ્યાખ્યાનના કારણે, પૂરી રીતે સમજી શક્યું નહિ. જૈન વિચારકોમાં સિદ્ધસેનના વિચારો પ્રત્યે પ્રતિક્રિયા શરૂ થઈ. અનેક વિદ્વાન તો તેમનો પ્રકટ વિરોધ કરવા લાગ્યા3, અને કેટલાક વિદ્વાન આ વિષયમાં ઉદાસીન જ રહ્યા. ક્ષમાશ્રમણ જિનભદ્રગણીએ બહુ જોરદાર વિરોધ કર્યો, તો પણ આપણે જોઈએ છીએ કે આ વિરોધ કેવળ કેવલજ્ઞાન અને કેવલદર્શનના અભેદવાળા મુદ્દા ઉપર જ થયો છે. બાકીના મુદ્દાઓ ઉપર કાં તો કોઈએ વિચાર જ ન કર્યો કાં તો બધાએ ઉપેક્ષા ધારણ કરી લીધી. પરંતુ જ્યારે આપણે પ્રસ્તુત જ્ઞાનબિન્દુમાં તે મુદ્દાઓ ઉપર ઉપાધ્યાયજીનો ઊહાપોહ જોઈએ છીએ ત્યારે આપણે કહેવું પડે છે કે એટલા પ્રાચીન યુગમાં પણ સિદ્ધસેનની તે તાર્કિકતા અને સૂક્ષ્મ દષ્ટિ એ જૈન સાહિત્યને અદ્ભુત પ્રદાન છે. દિવાકરે આ ચાર મુદ્દાઓ ઉપર પોતાના વિચાર ‘નિશ્ચયદ્વાત્રિંશિકા’ તથા ‘સન્મતિપ્રકરણ’માં પ્રકટ કર્યા છે. તેમણે જ્ઞાનના વિચારક્ષેત્રમાં વળી એક વધુ નવું પ્રસ્થાન શરૂ કર્યું. સંભવતઃ દિવાકરના પહેલાં જૈન પરંપરામાં કોઈ ન્યાય વિષયનો - અર્થાત્ પરાર્થાનુમાન અને તત્સંબંધી પદાર્થનિરૂપક - વિશિષ્ટ ગ્રન્થ હતો નહિ. જ્યારે દિવાકરજીએ અભાવની પૂર્તિ કરવા માટે ‘ન્યાયાવતાર’ની રચના કરી ત્યારે તેમણે જૈન પરંપરામાં પ્રમાણવિભાગ ઉપર નવેસરથી પુનર્વિચાર પ્રગટ ર્યો. આર્યરક્ષિતસ્વીકૃત ન્યાયદર્શનીય ચતુર્વિધપ્રમાણવિભાગને જૈન પરંપરામાં ગૌણ સ્થાન આપીને, નિર્યુક્તિકારસ્વીકૃત દ્વિવિધપ્રમાણવિભાગને પ્રધાનતા આપનાર વાચકના પ્રયત્નનો ઉલ્લેખ અમે ઉપર કરી ચૂક્યા છીએ. સિદ્ધસેને પણ તે દ્વિવિધપ્રમાણવિભાગની24 ભૂમિકા ઉપર ‘ન્યાયાવતાર’ની રચના કરી અને તે પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રમાણઢય દ્વારા ત્રણ પ્રમાણોને જૈન પરંપરામાં સૌપ્રથમ સ્થાન આપ્યું, જે તેમના પહેલાં ઘણા સમયથી સાંખ્ય દર્શન તથા વૈરોષિક દર્શનમાં સુપ્રસિદ્ધ હતાં અને અત્યાર સુધી પણ છે. સાંખ્ય અને વૈશેષિક7 બન્ને દર્શન જે પ્રત્યક્ષ, અનુમાન અને આગમ એ ત્રણ પ્રમાણોને માનતાં આવ્યાં
६७
21. જુઓ સન્મતિ બીજો કાણ્ડ પૂરો અને જ્ઞાનબિન્દુ, પૃ. 33થી. 22. જુઓ સન્મતિ, 2.32 અને જ્ઞાનબિન્દુ, પૃ. 47.
23.જેમકે હરિભદ્ર – જુઓ ધર્મસંગ્રહણી, ગાયા 1352થી તથા નંદીવૃત્તિ, પૃ. 55. 24. જુઓ ન્યાયાવતાર, શ્લોક 1.
25. જો કે સિદ્ધસેને પ્રમાણનો પ્રત્યક્ષ-પરોક્ષરૂપે દ્વિવિધ વિભાગ કર્યો છે કિન્તુ પ્રત્યક્ષ, અનુમાન અને શબ્દ એ ત્રણેનું પૃથક્ પૃથક્ લક્ષણ આપ્યું છે.
26. સાંખ્યકારિકા, કારિકા 4.
27. પ્રમાણના ભેદના વિષયમાં બધા વૈશેષિક એકમત નથી. કોઈ પ્રમાણના બે ભેદ તો કોઈ તેના ત્રણ ભેદ માને છે. પ્રશસ્તપાદભાષ્યમાં (પૃ. 213) શાબ્દ પ્રમાણનો અન્તર્ભાવ અનુમાનમાં છે. તેના ટીકાકાર શ્રીધરનો પણ એ જ મત છે (કન્દલી, પૃ. 213) પરંતુ વ્યોમશિવને એવું એકાન્તપણે ઇષ્ટ નથી. જુઓ વ્યોમવતી, પૃ. 577, 584. તેથી જ્યાં વૈશેષિકસમ્મત ત્રણ પ્રમાણોનો ઉલ્લેખ હોય ત્યાં તે મત વ્યોમશિવનો સમજવો જોઈએ. જુઓ ન્યાયાવતારટીકાટિપ્પણ પૃ. 9 અને પ્રમાણમીમાંસા ભાષાટિપ્પણ, પૃ. 23.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org