________________
ગ્રન્થનું બાહ્ય સ્વરૂપવિષય
૭૧
પદ્યબદ્ધ ‘પ્રમાણવાર્તિક’નું તથા પૂજ્યપાદની ‘સર્વાર્થસિદ્ધિ’ના પ્રથમ મંગલ શ્લોક ઉપર વિદ્યાનન્દે રચેલી સટીક ‘આપ્તપરીક્ષા’નું અનુકરણ છે. અત્યાર સુધીમાં તર્ક અને દર્શનના અભ્યાસે જૈન વિચારકોના માનસ ઉપર અમુક અંરો સ્વતન્ત્ર વિચાર પ્રકટ કરવાનાં બીજ ઠીક ઠીક વાવી દીધાં હતાં. આ જ કારણે એક જ ન્યાયાવતાર પર લખનાર ઉક્ત ત્રણે વિદ્વાનોની વિચારપ્રણાલી અનેક સ્થાને ભિન્ન ભિન્ન જણાય છે.
અત્યાર સુધી જૈન પરંપરાએ જ્ઞાનના વિચારક્ષેત્રમાં જે અનેકમુખી વિકાસ સિદ્ધ કર્યો હતો અને જે વિશાલ પ્રમાણમાં ગ્રન્થરાશિનું નિર્માણ કર્યું હતું તેમજ જે માનસિક સ્વાતન્ત્યની ઉચ્ચ તાર્કિક ભૂમિકા પ્રાપ્ત કરી હતી તે બધું તો ઉપાધ્યાય યશોવિજયજીને વારસામાં મળ્યું જ હતું પરંતુ સાથે સાથે જ તેમને એક એવી સુવિધા પણ મળી હતી જે તેમના પહેલાં કોઈ જૈન વિદ્વાનને મળી ન હતી. આ સુવિધા છે ઉદયન તથા ગંગેરાપ્રણીત નવ્ય ન્યાયશાસ્ત્રના અભ્યાસનો સાક્ષાત્ વિદ્યાધામ કાશીમાં36 અવસર મળવો. આ સુવિધાનો ઉપાધ્યાયજીની જિજ્ઞાસા અને પ્રજ્ઞાએ કેવો અને કેટલો ઉપયોગ કર્યો એનો પૂરો ખ્યાલ તો તેને જ આવી શકે જેણે તેમની બધી કૃતિઓનું થોડુંક પણ અધ્યયન કર્યું હોય. નવ્ય ન્યાય ઉપરાંત ઉપાધ્યાયજીએ તે સમય સુધીનાં અતિ પ્રસિદ્ધ અને વિકસિત પૂર્વમીમાંસા તથા વેઢાન્ત આદિ વૈદિક દર્શનોના મહત્ત્વપૂર્ણ ગ્રન્થોનું પણ સારું પરિશીલન કર્યું. આગમિક અને દાર્શનિક જ્ઞાનની પૂર્વકાલીન તથા સમકાલીન સમસ્ત વિચારસામગ્રીને આત્મસાત્ કર્યા પછી ઉપાધ્યાયજીએ જ્ઞાનના નિરૂપણક્ષેત્રમાં પદાર્પણર્યું.
ઉપાધ્યાયજીની મુખ્યપણે જ્ઞાનનિરૂપક બે કૃતિઓ છે. એક ‘જૈનતર્કભાષા’ અને બીજી પ્રસ્તુત ‘જ્ઞાનબિન્દુ’. પહેલી કૃતિનો વિષય જો કે જ્ઞાન જ છે તેમ છતાં તેમાં તેના નામ અનુસાર તર્કપ્રણાલી યા પ્રમાણપદ્ધતિ મુખ્ય છે. તર્કભાષાનું મુખ્ય ઉપાદાન ‘વિરોષાવરયકભાષ્ય’ છે, પરંતુ તે અકલંકના ‘લઘીયસ્ત્રય’ અને ‘પ્રમાણસંગ્રહ'નું પરિષ્કૃત કિન્તુ નવીન અનુકરણ સંસ્કરણ” પણ છે. પ્રસ્તુત જ્ઞાનબિન્દુમાં પ્રતિપાદ્ય તરીકે ઉપાધ્યાયજીએ પંચવિધ જ્ઞાનવાળો આગમિક વિષય જ પસંદ કર્યો છે જેમાં તેમણે પૂર્વકાળમાં વિકસિત પ્રમાણપદ્ધતિને ક્યાંય પણ સ્થાન દીધું નથી, તેમ છતાં જે યુગ, જે વારસા અને જે પ્રતિભાના તે ધારક હતા તે બધું અતિ પ્રાચીન પંચવિધ જ્ઞાનની ચર્ચા કરનાર તેમના પ્રસ્તુત જ્ઞાનબિન્દુ ગ્રન્થમાં ન આવે એ અસંભવ છે. તેથી આપણે આગળ ઉપર જોઈશું કે પહેલાંના લગભગ બે હજાર વર્ષના જૈન સાહિત્યમાં પંચવિધજ્ઞાન સંબંધી વિચારક્ષેત્રમાં જે કંઈ સિદ્ધ થઈ ચૂક્યું હતું તે તો લગભગ બધું 36. જુઓ ‘જૈનતર્કભાષા’ની પ્રશસ્તિ - ‘પૂર્વ ન્યાયવિશત્વવિવું જાણ્યાં પ્રવૃત્ત સુધૈઃ ।’ 37. લઘીયસ્રયમાં ત્રીજા પ્રવચનપ્રવેશમાં ક્રમશઃ પ્રમાણ, નય અને નિક્ષેપનું વર્ણન અકલંકે કર્યું
છે. તે જ રીતે પ્રમાણસંગ્રહના અન્તિમ નવમા પ્રસ્તાવમાં પણ તેમણે તે જ ત્રણ વિષયોનું સંક્ષેપમાં વર્ણન કર્યું છે. લઘીયસ્ત્રય અને પ્રમાણસંગ્રહમાં અન્યત્ર પ્રમાણ અને નયનું વિસ્તૃત વર્ણન તો છે જ, તેમ છતાં તે બન્ને ગ્રન્થોના અન્તિમ પ્રસ્તાવમાં પ્રમાણ, નય અને નિક્ષેપની એક સાથે સંક્ષિપ્ત ચર્ચા તેમણે કરી દીધી છે જેનાથી સ્પષ્ટપણે તે ત્રણે વિષયોનો પારસ્પરિક ભેદ સમજમાં આવી જાય. યશોવિજયજીએ પોતાની તર્કભાષાને, આનું અનુકરણ કરીને, પ્રમાણ, નય અને નિક્ષેપ એ ત્રણ પરિચ્છેદોમાં વિભક્ત કરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org